આ તારીખે જન્મેલા લોકોનો ખરાબ સમય ક્યારેય નથી આવતો, શનિદેવની વિશેષ કૃપા હોય છે, સ્વયં શનિદેવ જ તેમની રક્ષા કરે છે

Posted by

અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મ તારીખનાં આધારે તેનું ભવિષ્ય અને વ્યક્તિત્વ જાણી શકાય છે. આજે આપણે કોઈપણ મહિનાની ૮, ૧૭ અને ૨૬ તારીખે જન્મેલા લોકો વિશે જાણીશું. આ તિથિઓ પર જન્મેલા લોકોનો મુળાંક ૮ હોય છે. આ લોકો ખુબ જ મહેનતુ અને બુદ્ધિશાળી હોય છે. આ લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. શનિદેવની કૃપાથી તેમને જીવનમાં ક્યારેય ખરાબ સમય જોવો પડતો નથી. ૮ મુળાંક વાળા લોકો શાંત સ્વભાવનાં હોય છે. તેમને કોઈની સાથે વધારે વાત કરવાનું પસંદ હોતું નથી. તે પોતાનાં મનની વાત કોઈની સાથે સરળતાથી શેર કરતાં નથી.

શનિને બધા ગ્રહોમાં વિશેષ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ મકર અને કુંભ રાશિનાં સ્વામી છે. જોકે તુલા રાશિ શનિની પ્રિય રાશિ છે. અંક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મુળાંક ૮ ને શનિ નો અંક માનવામાં આવે છે. જે લોકોનો જન્મ ૮, ૧૭ કે ૨૬ તારીખે થયો હોય છે, તેનો મુળાંક ૮ હોય છે. અંક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મુળાંક વાળા લોકો પર શનિદેવ નો વિશેષ પ્રભાવ જોવા મળે છે.

આ લોકોને ઓછું બોલવું ગમે છે. આ લોકોને દેખાડો કરવો બિલકુલ પણ પસંદ હોતો નથી. શનિદેવની કૃપાનાં લીધે તેમનાં જીવન પર શનિદેવની અસર સ્પષ્ટ જોવા મળે છે. આ લોકોને ધીમે-ધીમે સફળતા મળે છે. દરેક કામ સંપુર્ણ સમર્પણ સાથે કરે છે. આ લોકો જીવનનાં તમામ પાસાઓ પર સફળતા પ્રાપ્ત કરે છે. આ લોકો સ્વભાવે થોડા જિદ્દી હોય છે. મનમાં જે હોય છે, તે કરીને જ રહે છે.

આ લોકો પોતાની મહેનતથી જ સફળતા મેળવે છે. તે જીવનમાં કઠોર અનુશાસનનું પાલન કરવાવાળા હોય છે. તેમને નિયમો તોડવા વાળા લોકો પસંદ નથી આવતા. મુળાંક ૮ વાળા લોકો ઝડપથી કોઇની સાથે ભળતા નથી તેથી આ લોકોનાં મિત્રો પણ ઓછા હોય છે. તેમને બીજાનો સાથ સરળતાથી મળતો નથી અને જીવનમાં તે જે પણ મેળવે છે તે જાત મહેનત કરીને જ મેળવે છે.

શનિને શાસ્ત્રમાં એક ન્યાયપ્રિય ગ્રહ જણાવવામાં આવ્યા છે. તેનાં કારણે શનિ ને કળયુગનાં ન્યાયાધીશ કે દંડાધિકારી પણ કહેવામાં આવે છે. આ મુળાંક વાળા લોકો ન્યાય કરવા વાળા હોય છે. તે પોતાનાં જીવનમાં બધાને સાથે લઈને ચાલવાવાળા હોય છે. તે સારા બિઝનેસમેન અને બોસ સાબિત થાય છે. મુળાંક ૮ વાળા લોકો શનિવારનાં દિવસે શનિદેવની ઉપાસના જરૂર કરે છે. તેની સાથે જ મંગળવારે હનુમાનજીની પુજા કરવી પણ તેમના માટે લાભકારી જણાવવામાં આવેલ છે. આ દિવસે દાન વગેરેનું કામ પણ કરી શકાય છે.

આ તારીખે જન્મેલા લોકોને જીવનમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી. તેઓ અઢળક સંપત્તિનાં માલિક હોય છે. તેમને શનિદેવની પુરી કૃપા પ્રાપ્ત થાય છે. આ લોકો વધારે પડતાં ખર્ચાઓ કરતાં નથી તેથી તેઓ પૈસાની બચત કરવામાં સક્ષમ હોય છે અને તેથી જ તેમની આર્થિક સ્થિતિ સારી હોય છે. શનિદેવ તે લોકોને કઠોર દંડ આપે છે, જે બીજાનું ખરાબ વિચારે છે અને ખરાબ કરે છે. જે લોકો મહેનત કરવાવાળા લોકોનું સન્માન કરે છે, શનિદેવ તેમને જીવનમાં અપાર સફળતા પ્રદાન કરે છે. આ લોકો ઉચ્ચ પદ પણ પ્રાપ્ત કરે છે.