બધા શહેરોમાં લોકો ૩૫ ડિગ્રી ગરમીમાં ગભરાઈ ગયાં છે અને અમારે અહિયા અમદાવાદમાં ૪૩ ડિગ્રીમાં લોકો પુછે છે…

Posted by

જોક્સ
પતિ : આજે જમવાનું સાસુમા એ બનાવ્યું લાગે છે.
પત્નિ : વાહ, તમને કેવી રીતે ખબર પડી?.
પતિ : જ્યારે તું જમવાનું બનાવે છે તો કાળા વાળ નીકળે છે, આજે સફેદ વાળ નીકળ્યો.

જોક્સ
પત્નિ (શાકમાર્કેટમાં પતિને) : સાંભળો છો… ૨ કિલો વટાણા લઈ લઉં?.
પતિ : હા, લઈ લે, એમાં મને શું પુછે છે.
પત્નિ : પુછવું તો પડે ને. ફોલવાના તમારે જ છે.

જોક્સ
એક ભિખારી રોડ પર ભીખ માંગી રહ્યો હતો.
ભિખારી : મેડમ, પાંચ રૂપિયા આપો ને.
મેડમ : તું તો ભિખારી જેવો લાગતો નથી??.
ભિખારી : તો તમે પણ ક્યાં મેડમ જેવા લાગો છો?.

જોક્સ
ટીચર : જો દિકરીઓ પરાયું ધન છે તો દિકરાઓ શું છે?.
ભુરો : ટીચર, દિકરાઓ ચોર હોય છે.
ટીચર : કેવી રીતે?.
ભુરો : કારણ કે ચોરોની નજર હંમેશા પરાયા ધન પર હોય છે.

જોક્સ
પત્નિ પિયરથી પાછી આવી ત્યારે પતિ દરવાજો ખોલતાની સાથે જ જોર-જોરથી હસવા લાગ્યો.
પત્નિ : આટલું બધું કેમ હસી રહ્યા છો?.
પતિ : ગુરુજીએ કહ્યું હતું કે જયારે પણ મુસીબત સામે આવે તેનો સામનો હસીને કરવાનો.

જોક્સ
એક બાળક પાર્કમાં બેસીને એક પછી એક ચોકલેટ ખાઇ રહ્યો હતો.
તેની પાસે બેસેલી કાકી એ તેને કહ્યું, “વધારે મીઠું ખાવાથી જલ્દી મરી જવાય”.
બાળક : તમને ખબર છે મારી દાદી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેની ઉંમર ૧૦૬ વર્ષની હતી.
બાજુ વાળા કાકી : તે મીઠું ઓછું ખાતા હશે.
બાળક : ના, તે પોતાના કામથી કામ રાખતા હતાં

જોક્સ
પતિ : સાંભળ, મને આજે અલ્લાદિનનો ચિરાગ મળ્યો છે.
પત્નિ : વાહ તમે તેની પાસે શું માગ્યું?.
પતિ : મેં કહ્યું કે તારું મગજ ૧૦ ગણું વધારી દે.
પતિ : તો શું તેણે એવું કરી દિધું?.
પતિ હસવા લાગ્યો અને કહ્યું : શુન્યને ક્યારેય પણ ગુણાકાર કરો તે શુન્ય જ રહે છે.
(અલાદિન અને પતિ બન્ને ગાયબ છે).

જોક્સ
રાજુએ જમતી વખતે પોતાની પત્નિને પુછ્યું,
આ જે શાક તે બનાવ્યુ છે, તેનું નામ શું છે?.
પત્નિ : કેમ તમને ભાવ્યું?.
રાજુ : મારે પણ ઉપર જઈને યમરાજને જવાબ આપવો પડશે જયારે તે પુછશે કે શું ખાઈને મર્યો હતો?.

જોક્સ
સંતા : જો તારો બેસ્ટફ્રેન્ડ અને તારી ગર્લફ્રેન્ડ પાણીમાં ડુબી રહ્યા હોય તો તું કોને બચાવે?.
બકો : બંનેને ડુબવા દઉં, આખરે તે બંને સાથે કરી શું રહ્યા હતાં?.

જોક્સ ૧૦
કીડીએ મને ચટકો ભર્યો મે સહન કરી લીધું.
મે એને ચટકો ભર્યો તો મરી ગઈ.
મજાક સહન ના થાય તો કરતાં શું લેવા હશે.

જોક્સ ૧૧
પતિ : મેચ વાળી ચેનલ લગાવ.
પત્નિ : નહિ લગાવું.
પતિ : તો હું જોઈ લઈશ.
પત્નિ : શું જોઈ લઈશ?.
પતિ : આ ચેનલ જે તું જોઈ રહી છે.

જોક્સ ૧૨
કંજુસ : લો ને થોડા કાજુ, વધારે લો ને.
મહેમાન : ના… ના… બસ, બે-ચાર ખાઈ લીધા.
કંજુસ : ખાધા તો તમે ૧૦ છે, પણ છોડો અહિયા ગણવા કોણ બેઠું છે.

જોક્સ ૧૩
પત્નિ : તમે મને કયારેય નહિ છોડો ને?.
પતિ : ના રે… તને શું કામ છોડું?.
પત્નિ : હું જાડી થઇ જઇશ તો પણ?.
પતિ : નહિ છોડું.
પત્નિ : હું ગાંડી થઇ જઇશ તો પણ?.
પતિ : છોડી છે હજુ? વાત કરે છે.

જોક્સ ૧૪
શું તમે કદિ વિચાર્યું છે કે દવાની ટેબલેટ હંમેશા ૧૦ ના પેકેટમાં જ કેમ આવે છે?.
.
.
.
કારણ કે વર્ષો પહેલા રાવણને માથાનો દુખાવો થયો હતો, બસ ત્યારથી જ આવું ચાલે છે.

જોક્સ ૧૫
બધા શહેરોમાં લોકો ૩૫ ડિગ્રી ગરમીમાં ગભરાઈ ગયાં છે અને અમારે અહિયા અમદાવાદમાં ૪૩ ડિગ્રીમાં લોકો પુછે છે,
“ચા” ગરમ છે ને?.

જોક્સ ૧૬
પતિ : મારી તો દરરોજ સવારે ભગવાનને એક જ પ્રાર્થના હોય છે કે ભગવાન બધાને તારા જેવી પત્નિ આપે.
પત્નિ : એમ… હું એટલી બધી સારી છું?.
પતિ : ના, કારણ કે હું એકલો જ દુ:ખી થવા નથી માંગતો.