મોટાભાગનાં લોકો ધનતેરસ પર આ ૧૦ વસ્તુઓ ખરીદવાની ભુલ કરે છે, બાદમાં જિંદગીમાં માત્ર પરેશાનીઓ જ રહે છે

ધનતેરસના દિવસે ખરીદી કરવાનું ખાસ મહત્વ છે. અમીર હોય કે ગરીબ વ્યક્તિ ધનતેરસનાં દિવસે દરેક લોકો બજારમાં જઈને ખરીદી જરૂર કરે છે જેથી કરીને તેનાં ઘરમાં બરકત રહે. જો તેને ખરીદારીનો મહાદિવસ કહેવામાં આવે તો પણ કંઈ ખોટું નહિ હોય. ધનતેરસની સાથે જ દિવાળીનાં તહેવાર આવવાનો અહેસાસ થવા લાગે છે. એવી માન્યતા છે કે ધનતેરસનાં શુભ દિવસ પર સોના-ચાંદી અને વાસણ ખરીદવાથી આખું વર્ષ સંપન્નતા રહે છે.

ધનતેરસ પર તમારે શું ખરીદવું જોઈએ, એ તો તમને ખબર જ હશે પરંતુ આ દિવસે કઈ વસ્તુઓ ના ખરીદવી જોઈએ, તેનાં વિશે આજે અમે તમને અહીં જણાવીશું. માન્યતા પ્રમાણે જો ધનતેરસનાં દિવસે તમે આ વસ્તુઓ ખરીદો છો તો તેનાથી સૌભાગ્યની જગ્યાએ ઘરમાં દુર્ભાગ્ય આવે છે. ધનતેરસનાં દિવસે ખરીદી કરવા જાઓ તો ક્યાંક તમે પણ આવી ભુલ ના કરી બેસતા અને આ લીસ્ટ પર જરૂર નજર નાખજો.

ધનતેરસ પર ના ખરીદો લોખંડ

માન્યતા પ્રમાણે ધનતેરસનાં દિવસે લોખંડમાંથી બનેલી વસ્તુઓ ઘરમાં ના લાવવી જોઈએ. જો તમારે લોખંડમાંથી બનેલા વાસણ ખરીદવા છે તો ધનતેરસનાં એક દિવસ પહેલા જ ખરીદી લો.

ખાલી વાસણ

એ તો હકીકત છે કે દુકાનમાંથી કોઈપણ વ્યક્તિ અનાજ ભરીને વાસણ નથી વેચતા. એટલા માટે તમારે કોશિશ કરવી જોઈએ કે ઘરમાં વાસણ લાવતા પહેલા તેને પાણી કે કોઈ બીજી વસ્તુઓથી ભરીને ઘરે લાવો.

સ્ટીલ

ધનતેરસ પર સ્ટીલનાં વાસણ ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી રહી છે. સ્ટીલ પણ લોખંડનું બીજું જ રૂપ છે એટલા માટે કહેવામાં આવે છે કે સ્ટીલનાં વાસણો પણ ધનતેરસનાં દિવસે ના ખરીદવા જોઈએ. સ્ટીલની જગ્યાએ કોપર કે બ્રોંઝ ના વાસણ ખરીદવા જોઈએ.

કાળા રંગની વસ્તુ

ધનતેરસનાં દિવસે કાળા રંગની વસ્તુઓ ઘરે લાવવાથી બચવું જોઈએ. ધનતેરસ શુભ દિવસ હોય છે. જોકે કાળા રંગને હંમેશાથી દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે ધનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ખરીદવી ના જોઈએ.

ધારદાર હથિયાર

જો તમે ધનતેરસનાં દિવસે ખરીદી કરવા નીકળ્યા છો તો ચપ્પુ, કાતર તથા બીજા ધારદાર હથિયાર ખરીદવા ના જોઈએ.

કાર

ઘણા ઘરમાં ધનતેરસનાં દિવસે કાર ખરીદવાની યોજના બનાવવામાં આવે છે કારણ કે તેને શુભ દિવસ માનવામાં આવે છે પરંતુ માન્યતા અનુસાર જો તમારે ધનતેરસનાં દિવસે કાર ઘરે લાવવી છે તો તેનું પેમેન્ટ એક દિવસ પહેલા કરી લો. ધનતેરસનાં દિવસે તેનું પેમેન્ટ ના કરવું જોઈએ.

ખોટું સોનું

ધનતેરસનાં દિવસે સૌથી વધારે સોનાની ખરીદી કરવામાં આવે છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે આ દિવસે ભુલથી પણ ખોટી જ્વેલરી, સિક્કા ઘરે ના લાવવા જોઈએ.

તેલ

ધનતેરસનાં દિવસે તેલ કે તેલનાં ઉત્પાદનો જેમ કે ઘી, રિફાઇન્ડ વગેરે લાવવાની મનાઈ કરવામાં આવે છે. ધનતેરસનાં દિવા પ્રગટાવવા માટે પણ તેલ અને ઘી ની જરૂર પડે છે. એટલા માટે આ વસ્તુઓ પહેલાથી જ ખરીદીને ઘરમાં રાખી લો.

કાચમાંથી બનેલી વસ્તુ

કાચનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે એટલા માટે ધનતેરસનાં દિવસે તેને ખરીદવાથી બચવું જોઈએ. આ દિવસે કાચની વસ્તુઓનો ઉપયોગ પણ ના કરવો જોઈએ.

ગિફ્ટ

ધનતેરસનાં એક દિવસ પહેલા ગિફ્ટ ખરીદવી અને આપવી શુભ માનવામાં આવે છે પરંતુ ધનતેરસનાં દિવસે નહિ. તેની પાછળ તર્ક એ આપવામાં આવે છે કે કોઈને ગિફ્ટ આપવાનો મતલબ હોય છે કે તમે તેને તમારા ઘરમાંથી રૂપિયા ખર્ચ કરી રહ્યા છો એટલે કે ધનતેરસનાં દિવસે તમારા ઘરમાંથી લક્ષ્મી બીજી જગ્યાએ મોકલવી અશુભ માનવામાં આવે છે.