પેટમાં ગેસ બને છે તો હંમેશા માટે છોડી દો આ ૪ ચીજોની આદત, ગેસમાંથી તરત જ મળી જશે રાહત

પેટમાં ગેસ થવાની સમસ્યા સામાન્ય વાત છે અને લગભગ ૭૦% લોકોને પેટમાં ગેસ જરૂર બને છે. ગેસની સમસ્યા થવા પર તેમનો તરત જ ઈલાજ કરો. કારણ કે વધારે સમય સુધી પેટમાં ગેસ બનવા પર પેટ સાથે જોડાયેલી અન્ય સમસ્યા થઈ શકે છે. તેથી પેટમાં ગેસ બનવા પર તેને અવગણો નહી અને તરત જ તેનો ઉપચાર કરો. ઉપચાર કરવાની સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે તમે નીચે જણાવેલી આદતોને પણ છોડી દો. કારણકે આ આદતોના કારણે પેટમાં ગેસ વધારે બને છે અને તે ગેસ બનવાનું મુખ્ય કારણ હોય છે.

બહારનું ખાવાનું

પેટમાં ગેસ બનવા પર તમે બહારનું ખાવાનું બંધ કરી દો. કારણ કે બહારનું ખાવાથી પેટ પર ખરાબ અસર પડે છે અને બહારનો આહાર પેટમાં ગેસ બનાવે છે. બહાર મળતા ખાદ્યપદાર્થો બનાવવામાં ખૂબ જ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે મસાલાવાળો ખોરાક ખાવાથી કબજિયાત થાય છે અને કબજિયાત થવા પર પેટમાં ગેસ બનવા લાગે છે. તેથી તમે બહારનો ખોરાક ના ખાઓ અને ઘરમાં બનાવેલ ખોરાકનું જ સેવન કરો. સાથે જ ઘરમાં ભોજન બનાવતા સમયે એ વાતનું પણ ધ્યાન રાખો કે તેમાં વધારે મસાલા ઉમેરો નહી.

વધારે પડતી દવાઓનું સેવન

વધારે પડતી દવાઓનું સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યા બની જાય છે. જે લોકો એન્ટિબાયોટિક્સ દવાઓ લે છે તેમને પેટમાં ગેસ બનવા લાગે છે. ઘણા પ્રકારની દવા લેવાથી પણ પેટમાં ગેસની સમસ્યા થવા લાગે છે. દવાઓ ખાવાથી ગુડ બેક્ટેરિયા બનવાનું ઓછું થઈ જાય છે. જે પાચનશક્તિને નબળી પાડે છે. પાચનશક્તિ નબળી પડવાથી ભોજન યોગ્ય રીતે પચતું નથી અને પેટમાં ગેસની સમસ્યા થવા લાગે છે. તેથી ડોક્ટરની સલાહ લીધા બાદ તે દવાઓનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ.

ખોરાક ચાવીને ખાઓ

ખોરાકને હંમેશા ચાવીને જ ખાવો જોઈએ. ખોરાકને ઓછો ચાવવાથી તે યોગ્ય રીતે પચતું નથી અને આવું થવાથી પણ ગેસની સમસ્યા થઈ જાય છે. તેથી જ્યારે પણ તમે ખોરાક ખાઓ તો તેને વ્યવસ્થિત રીતે ચાવીને ખાઓ.

ચા અને કોફીનું સેવન ના કરો

ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકો વધારે ચા અને કોફીનું સેવન કરે છે તેના પેટમાં વધારે ગેસ બને છે. તેથી ગેસ થવા પર ચા અને કોફીનું સેવન કરવાથી બચવું જોઈએ.

ગેસ થવા પર કરો આ કારગર ઉપાય

ગેસની સમસ્યા થવા પર તમે નીચે જણાવવામાં આવેલ ઉપાય કરો. આ ઘરેલુ નુસ્ખાની મદદથી ગેસની સમસ્યા થશે નહી.

ગેસ બનવા પર ગરમ પાણીમાં હિંગ, અજમા અને સંચળ મિક્સ કરીને પી લો. આ પાણી પીવાથી ગેસ દૂર થઈ જાય છે.

ગેસ થવા પર ગોળ વાળું દૂધ પીવું લાભદાયક હોય છે અને આ દૂધ પીવાથી ગેસમાંથી આરામ મળે છે.

ફુદીનાનું પાણી પીવાથી પણ ગેસમાંથી છુટકારો મળે છે. તેથી ગેસ થવા પર ફુદીનાનુ પાણી દિવસમાં ત્રણ વાર પીવું જોઈએ.