પેટ્રોલ વગર માત્ર લાકડીથી ચલાવી બાઈક, જોવા વાળા લોકો પણ થઈ ગયાં આશ્ચર્યચકિત, વિશ્વાસ ના આવતો હોય તો તમે પણ જોઈ લો

Posted by

જુગાડ કરવાનાં મામલામાં આપણો દેશ બાકી બધા દેશ થી ઘણો આગળ છે. આપણે ભારતીય વાહનોમાં પણ મોટા-મોટા કામ કરતા હોઈએ છીએ. આમ તો સોશિયલ મીડિયા પર આવા જુગાડનાં વીડિયોની ભરમાર છે પરંતુ અમુક જુગાડ એટલા સારા હોય છે કે જેને જોઈને આપણે પણ આશ્ચર્ય ચકિત રહી જઈએ છીએ. પેટ્રોલની કિંમત પાછલા થોડા વર્ષોથી સતત વધી રહી છે, તેવામાં ઘણા વાહનચાલકો પેટ્રોલનો કોઈ બીજો વિકલ્પ શોધી રહ્યા છે.

બેટરીથી ચાલતા વાહનો તો તમે ઘણા બધા જોયા હશે પરંતુ આજે અમે તમને લાકડીથી બાઈક ચલાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ, તેના માટે તમારે અમુક લાકડીઓ લઈને સળગાવી પડશે. જો આપણે જોઈએ તો પેટ્રોલની તુલનામાં લાકડી ખુબ જ સસ્તી હોય છે. જો તમે તેને ખરીદી શકતા ના હોય તો તમે પોતે પણ કોઈ જગ્યાએથી તેને તોડીને લાવી શકો છો.

તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા આશ્ચર્યચકિત કરવા વાળા વિડીયો જોયા હશે. તમે દેશી જુગાડ લગાવીને ઘણા બધા ચમત્કાર જોયા હશે પરંતુ આજે અમે તમને જે વીડીયો બતાવવા જઈ રહ્યા છીએ, તેને જોઈને તમારી આંખો પણ ખુલ્લી રહી જશે. તમે આટલો ખતરનાક એક્સપેરિમેન્ટ આ પહેલા ક્યારેય જોયો નહિ હોય.

પેટ્રોલ વગર યુવકે ચલાવી બાઈક

આ કમાલનાં એક્સપરિમેન્ટને જોઈને તમે પણ આશ્ચર્યચકિત રહી જશો. હકિકતમાં એક યુવકે પેટ્રોલ વગર માત્ર લાકડી સળગાવીને બાઈક ચલાવી હતી. આ અનોખો એક્સપેરિમેન્ટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત છે. ભલે આ વાત સાંભળીને તમને અજીબ લાગી રહ્યું હોય પરંતુ આ વીડિયોને જોયા બાદ તમને પણ વિશ્વાસ આવી જશે કારણકે વીડિયો આપણી નજર સામે જ છે.

આ વીડિયો યુ-ટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક મોટા ગ્રાઉન્ડમાં બાઇક લઇને આવ્યો છે. તેની સાથે અન્ય યુવકો પણ છે. યુવક જણાવે છે કે તેની ગાડી આજે પેટ્રોલથી નહી પરંતુ લાકડીથી ચાલશે. ત્યારબાદ તે લાકડીથી બાઈક ચલાવીને બતાવે છે. તે ઘણા પ્રકારનાં અન્ય સામાન પણ પોતાની સાથે લઈને આવ્યો છે.

લાકડી અને ગેસ થી ચાલે છે બાઇક

તે એક બોક્સમાં લાકડી ભરીને તેમાં ગેસ જનરેટ કરે છે. તેના માટે બોક્સમાં તે ઘણા સમય સુધી લાકડી રાખીને ગરમ કરે છે. બાદમાં લાકડી ગરમ થયા બાદ જે ગેસ નીકળે છે, તેને તે એક ટ્યુબમાં ભરે છે અને બાઇકમાં ગેસ નાખીને તેને ચલાવે છે. યુવકનાં આ એક્સપેરિમેન્ટને જોઈને મોટર મિકેનિક પણ આશ્ચર્યચકિત છે.

ભારતીય જુગાડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયો પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, “શું ગજબનો જુગાડ છે ભાઈ”. વળી અન્ય એક યુઝરે લખ્યું કે, “આજનાં જમાનામાં લાકડી થી વધારે પેટ્રોલ સરળતાથી મળી જાય છે”. બાદમાં અન્ય એક કોમેન્ટ આવે છે કે, “આપણા દેશમાં જુગાડુ લોકોની કમી નથી”. બસ આ પ્રકારે જ અન્ય પણ ઘણી બધી કોમેન્ટ આવી રહી છે.