સિદ્ધાર્થ-કિયારાનાં લગ્નમાં રાજસ્થાની ફોક ડાન્સથી મહેમાનોનું કરવામાં સ્વાગત આવ્યું, જુઓ મહેંદી સેરેમનીની તસ્વીરો

Posted by

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ખુબ જ જલ્દી પતિ-પત્નિ બનવા જઈ રહ્યા છે. ૬ ફેબ્રુઆરીએ તેઓ જેસલમેરનાં રાજગઢ પેલેસમાં લગ્ન કરશે, જેની સાંજ બોલિવુડ સ્ટાર્સથી ભરપુર રહેશે. સિદ્ધાર્થ મલ્હોત્રા આઉટસાઇડર છે, એ વાત તો બધા જ લોકો જાણે છે. તેમણે કોઈપણ ગોડફાધર વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તે એક પંજાબી મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. સાથે જ કિયારા અડવાણી સિંધી પરિવાર સાથે સંબંધ ધરાવે છે પરંતુ બંને પરિવારોનો પરિચય અહીં સમાપ્ત થતો નથી. તો ચાલો તેમનાં લગ્ન પહેલા જાણી લઈએ કે બંનેનાં પરિવારમાં કોણ કોણ છે.

કિયારા અડવાણી પોતાનાં નામથી આખા દેશમાં ફેમસ છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે તે તેમનું સાચું નામ નથી. કિયારાનું અસલી નામ આલિયા છે પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું અને તે આલિયામાંથી કિયારા બની ગઇ.

આ તસવીરમાં કિયારા અડવાણી ખુબ જ ખુશ નજર આવી રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનાં લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર ૫ ફેબ્રુઆરીએ આ કપલની મહેંદી સેરેમની પેલેસમાં ખુબ જ ધામધુમથી થઈ હતી. કિયારાના હાથમાં સિદ્ધાર્થના નામની મહેંદી લગાવવામાં આવી હતી. આ તસ્વીરમાં કિયારા અડવાણી મહેંદી મુકાવતી જોવા મળી રહી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના સંબંધોને છુપાવીને રાખ્યા હતાં પરંતુ તે બધાની સામે આવી ગયાં. હવે આખરે આ કપલ લગ્ન કરી રહ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનાં લગ્નની એક ઝલક મેળવવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા તેમના લગ્ન વિશેના સમાચારો અને અટકળોથી છલકાઇ ગયું છે. વર-વધુના પરિવારના સભ્યો ઉપરાંત કરણ જોહર, શાહિદ કપુર અને મીરા રાજપુત કપુર જેવી હસ્તીઓ લગ્નમાં ભાગ લેવા રાજસ્થાન પહોંચી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

વેડિંગ વેન્યુ પર કપલે પોતાના મહેમાનોના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર મહેલની અંદર કાર્નિવલ બનાવવામાં આવ્યો છે જ્યાં વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ સ્ટોલમાં મહેમાનોને માણવા લાયક લાકડાની હસ્તકલા, આકર્ષક બંગડીઓ, લહરીયા દુપટ્ટા, સાડીના સ્ટોલનો સમાવેશ થાય છે. આખો દિવસ મહેમાનોના મનોરંજન માટે લોકનૃત્યો અને ગાયકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેમાનો માટે પોલો મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેનો એક વીડિયો સ્નિપેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાજસ્થાનનાં લોક કલાકારો પોતાનાં અંદાજમાં સંગીત પર ડાન્સ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનનાં આ લોક કલાકારો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનાં લગ્નમાં આવનારા મહેમાનોનું આ રીતે સ્વાગત કરી રહ્યા છે. મેકઅપ આર્ટિસ્ટ સ્વર્ણલેખા ગુપ્તા કિયારાને બ્રાઇડલ લુક આપશે. ગુપ્તા અન્ય મેક-અપ કલાકારો સાથે શનિવારે સાંજે જેસલમેર જવા રવાના થઈ હતી. કિયારાની માતા અને તેના પરિવારનાં અન્ય લોકો માટે મેકઅપ આર્ટિસ્ટની બીજી ટીમ જેસલમેર પહોંચી છે. કિયારાનાં હેરસ્ટાઇલિસ્ટ અમિત ઠાકુર પણ પોતાની ટીમ સાથે જેસલમેર પહોંચી ગયાં છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની દાદી પણ પોતાની પૌત્રીનાં લગ્ન માટે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેની દાદી આ કપલને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે.

કોફી વિથ કરણ સીઝન ૭ ના એક એપિસોડમાં કિયારા પોતાના કબીર સિંહનાં કો-સ્ટાર શાહિદ કપુર સાથે શો માં જોવા મળી હતી. ત્યાં કરણે કિયારા સાથે તેના લગ્ન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે અને શાહિદ કેવી રીતે દેવદાસ ફિલ્મનાં “ડોલા રે ડોલા” ગીત પર માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાયની જેમ પરફોર્મ કરશે.

રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તરત જ હનીમુન માટે નહિ જાય કારણ કે બંને પરિવારોમાં ધાર્મિક વિધિઓ ચાલી રહી છે. સુર્યગઢથી પરત ફર્યા બાદ આ કપલે પંજાબી અને સિંધી પરિવારની વિધિ લગ્ન બાદ તરત જ પુરી કરવાની હોય છે. આ ઉપરાંત સિદ્ધાર્થે કામ સાથે જોડાયેલા કમિટમેન્ટ્સ પુરા કરવાના હોય છે.

એક સંગીત સેરેમની પહેલાનો બંનેનો એકસાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તેમાં કિયારા અડવાણી શિમરી લહેંગામાં અને સિદ્ધાર્થ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. કિયારા અડવાણીનો ભાઈ મિશાલ અડવાણી તેમના કોન્સર્ટમાં આ દંપતી માટે એક ખાસ ગીત ગાશે. મિશાલ એક રેપર, કમ્પોઝર અને મ્યુઝિક ડિરેક્ટર છે.

કિયારા-સિદ્ધાર્થનાં લગ્નની જેમ જ ફુડ મેન્યુ પણ ખાસ રહેવાનું છે. લગ્નનાં મેનુમાં દાલબાટી, ચુરમા જેવી સ્વાદિષ્ટ સ્થાનિક વાનગીઓ અને ઘણું બધું સામેલ છે. ૮ પ્રકારનાં ચુરમા, પાંચ પ્રકારની બાટી અને સ્વાદિષ્ટ સ્થાનિક ભોજન પીરસવામાં આવશે. આ ઉપરાંત અવધી સ્પેશિયાલિટીઝ અને રોયલ રાજપુતાનાં ભોજનની તૈયારી કરવામાં આવશે. સાથે જ રાજસ્થાની અને પંજાબી વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

મ્યુઝિક માટે સિદ્ધાર્થ અને કિયારા બંનેનાં પરિવારનાં સભ્યોએ ખાસ પર્ફોમન્સ આપ્યું હોવાના અહેવાલ છે. અહેવાલોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોન્સર્ટ માટે “કાલા ચશ્મા” અને “નચદે ને સારે”, જેવા ઘણા લોકપ્રિય ગીતો, જુગ જુગ જિયોનું “બિજલી”, “રંગિસારી”, સ્ટુડન્ટ ઓફ ધ યરનું “ડિસ્કો દિવાને” અને અન્ય ગીતો સંગીત સેરેમની માટે વગાડવામાં આવશે. લગ્નનાં સમાચારે સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું છે. તેના ફેવરિટ કપલને લગ્ન કરતા જોઈને તેના ફેન્સ ખુબ જ ખુશ છે. કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક “શેરશાહ” ફિલ્મમાં કામ કરતી વખતે સિદ્ધાર્થ અને કિયારા એકબીજાની નજીક આવ્યા હતાં.