પીઝ્ઝા ખાવા વાળા લોકો થઈ જાઓ સાવધાન, અંદરથી નીકળી એવી વસ્તુ કે તમને જોઈને જ ઉલ્ટી થવા લાગશે, પીઝ્ઝા ખાવાનાં શોખીન છો તો એકવાર જરૂર વાંચજો

Posted by

પીઝ્ઝા ખાવા દરેક લોકોને પસંદ હોય છે. પાર્ટી કરવી હોય કે બર્થ-ડે સેલિબ્રેશન, આજકાલ દરેક લોકો પીઝ્ઝા મંગાવે છે અને એન્જોય કરે છે. અમુક લોકોને પીઝ્ઝા એટલા પસંદ હોય છે કે તેને ખાવાનો કોઈપણ અવસર છોડતા નથી પરંતુ આજે અમે તમને જે ખબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને જાણીને પીઝ્ઝા ખાતા પહેલા તમે ૧૦૦ વાર વિચાર કરશો.

વ્યક્તિએ મોટા બ્રાન્ડનાં મંગાવ્યા હતાં પીઝ્ઝા

ન્યુઝીલેન્ડમાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે એક જાણીતી બ્રાન્ડનાં પીઝ્ઝા મંગાવ્યા હતાં, જેમાં જીવતા કીડા જોવા મળ્યાં છે. આ વ્યક્તિ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની ઘણી બધી તસ્વીરો પણ શેર કરી છે. આ તસ્વીરોમાં પીઝ્ઝામાં કીડા જોઈ શકાય છે. વ્યક્તિ અનુસાર આ કીડા પીઝ્ઝામાં ચાલતા નજર આવી રહ્યા છે. તે પણ કોઈ એક-બે કીડા નહી પરંતુ પીઝ્ઝામાંથી કીડાનો એક ગુચ્છો નીકળ્યો હતો.

ન્યુઝીલેન્ડ હેરાલ્ડની વેબસાઈટની ખબર અનુસાર ન્યુઝીલેન્ડનાં ઓકલેન્ડમાં રહેતા એક વ્યક્તિએ જાણીતી બ્રાન્ડનાં પીઝ્ઝાની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસ્વીર જોયા બાદ કદાચ જ તમે ક્યારેય પીઝ્ઝા ખાઈ શકશો. આ તસ્વીરને જોયા બાદ બની શકે છે કે તમને પીઝ્ઝાથી નફરત પણ થઈ જાય. વ્યક્તિએ જણાવ્યું કે તેણે પોતાનાં માટે પીઝ્ઝા ઓર્ડર કર્યા હતાં જ્યારે પીઝ્ઝા ઘરે આવ્યા તો તેણે તેને ખાવા માટે ખોલ્યા.

પીઝ્ઝા માં ચાલતા દેખાયા જીવતા કીડા

વ્યક્તિએ જણાવ્યુ કે પીઝ્ઝા ખાવા દરમિયાન તેના હોશ ઉડી ગયા હતાં. વ્યક્તિ એ તેની અંદર ચાલતા કીડા જોયા. વ્યક્તિ એ જણાવ્યું કે પીઝ્ઝામાં એક કીડો નહોતો પરંતુ કીડા નો ગુચ્છો હતો. વ્યક્તિનું નામ રેગિનાલ્ડ થલારી છે. વ્યક્તિ એ જણાવ્યું કે તેણે ૪ પીઝ્ઝા મંગાવ્યા હતાં. પોતાનાં કર્મચારીઓ સાથે તે પીઝ્ઝા એન્જોય કરવા માંગતો હતો. તેમણે પીઝ્ઝાની થોડી સ્લાઈસ ખાઈ પણ લીધી હતી. ત્યારબાદ તેને થોડી સ્લાઈસની ઉપર નાના નાના કીડા ચાલતા દેખાયા હતાં. જયારે તેણે તેને નજીકથી જોયા તો તેને ઉલ્ટી થવા લાગી હતી. પીઝ્ઝા ની ઉપર સફેદ રંગનાં કીડા ચાલી રહ્યા હતાં.