પીએમ મોદીની વાતોથી પ્રભાવિત થયો યુવક, નોકરી છોડીને ખોલી લીધી ચા-પકોડાની દુકાન, કરે છે અઢળક કમાણી

Posted by

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમિયાન દેશની તમામ જનતાને આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાવાનો આગ્રહ કર્યો હતો. આત્મનિર્ભર ભારત અભિયાનનો મતલબ દેશની આયાત પરની નિર્ભરતાને ઓછી કરવાનો છે. આજે આપણે જે ચીજોને આયાત કરીએ છીએ તેના સૌથી મોટા નિકાસકાર બનીશું. ભારતમાં વધારેમાં વધારે ચીજોનું ઉત્પાદન થવું જોઈએ અને સાથે સાથે લોકો દેશી ચીજોનો ઉપયોગ કરતા થવા જોઈએ એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદીએ પોતાની આસપાસની દુકાનો માટે વોકલ ફાર લોકલ થવાનો સંદેશ પણ આપ્યો હતો.

ભારત સરકાર અભિયાન સાથે જોડાતા લોકો માટે લોન વગેરેની સુવિધા પણ આપી રહી છે. જોકે જોવામાં આવે તો એવા ઘણા લોકો છે જે મોદીજીના આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રભાવિત થયા છે. આજે અમે તમને એક એવા વ્યક્તિની વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે મોદીજીની વાતોથી એટલો પ્રભાવિત થયો છે કે તેમણે પોતાની પ્રાઇવેટ નોકરી છોડીને ચા-પકોડાની દુકાન ખોલી નાખી.

પીએમ મોદીની વાતોથી પ્રભાવિત થઈને યુવકે ખોલી ચા-પકોડાની દુકાન

અમે તમને જે વ્યક્તિની વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તે બિહારના ગયા જિલ્લામાં રહેવાવાળો વ્યક્તિ છે. આ વ્યક્તિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની આત્મનિર્ભર ભારત વાળી વાતે તેમને એટલો પ્રભાવિત કર્યો કે તેમણે પોતાની નોકરી છોડીને ચા અને પકોડાની દુકાન ખોલવાનો નિર્ણય લીધો. જેમ કે આપણે બધા જ લોકો જાણીએ છીએ કે લોકડાઉન પછી મોટી સંખ્યામાં નોકરીઓ પ્રભાવિત થઈ છે. ગયા નાં આ યુવકે જ્યારે પ્રધાનમંત્રીજીની આત્મનિર્ભર અભિયાન વાળી વાત સાંભળી તો તેમાં તેમણે ચા-પકોડાની દુકાન ખોલી નાખી અને આજે તે વ્યક્તિ ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ પ્રતિ મહિનાની કમાણી કરી રહ્યો છે.

પહેલા એક પ્રાઈવેટ કંપનીમાં કરતો હતો નોકરી

આ દુકાનના સંચાલકનું નામ બલબીરસિંહ છે. તેમણે જણાવ્યું કે તે પહેલા કોલકત્તામાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ તેમનું ત્યાં મન લાગતું નહોતું. કોરોના વાયરસનાં લીધે જ્યારે દેશભરમાં લોકડાઉન થયું તો તેમની નોકરી ચાલી ગઈ. તેમની પાસે કરવા માટે કોઈ કામ નહોતું. ત્યારે તેમણે ચા અને પકોડાની દુકાન ખોલવાનો નિર્ણય કર્યો. દુકાનના માલિક બલબીરસિંહનું એવું કહેવાનું છે કે ચા-પકોડાની દુકાન એવી હોય છે જેમાં તમારે ગ્રાહકો શોધવા જવું પડતું નથી. ગ્રાહક સામેથી જ આવે છે. જોકે આ કાર્ય કરતાં પહેલા ઘણા લોકોએ તેમની મજાક ઉડાવી હતી. બલબીરસિંહનું એવું કહેવું છે કે લોકો કહેતા હતા કે નોકરી છોડીને પકોડા બનાવવાનું કામ કરશો ? ત્યારે મેં કહ્યું કે કોઈ કામ નાનું હોતું નથી.

પ્રધાનમંત્રીના નામ પર રાખ્યું દુકાનનું નામ

બલબીરસિંહે પોતાની દુકાનનું નામ પણ પ્રધાનમંત્રીનાં નામ પર રાખ્યું છે. તેમણે પોતાના દુકાનનું નામ “મોદીજી ચાય પકોડે કી દુકાન” રાખ્યું છે. આ દુકાન પ્રધાનમંત્રીનાં નામ પર હોવાને લીધે ગ્રાહકો ખૂબ જ આકર્ષિત થાય છે. તેમની દુકાન એક આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. સવાર અને સાંજે તેમની દુકાન પર ગ્રાહકોની ખૂબ જ ભીડ રહે છે. તમને જણાવી દઈએ કે બિહારનાં ગયા જિલ્લાનાં શેરઘાટી બજારની આ દુકાન લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલી છે. જે પણ વ્યક્તિ આ રસ્તા પરથી પસાર થાય છે તે બોર્ડ જોઈને ત્યાં જરૂર રોકાઈ જાય છે અને ચા-પકોડાનાં સ્વાદનો આનંદ જરૂર માણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *