પોકેટ મની માટે બેકગ્રાઉન્ડ ડાન્સરનું કામ કરતા હતા આ ફિલ્મી સિતારાઓ, આજે છે અરબોની સંપતિના માલિક

કોઈપણ વ્યક્તિ શરૂઆતથી જ સફળ હોતો નથી. સફળ થયા પહેલા દરેક વ્યક્તિનો એક ભૂતકાળ હોય છે. લોકોને એવું લાગે છે કે ફિલ્મોમાં કામ કરવા માટે ફક્ત સ્ટાર કિડ્સ હોવું જ જરૂરી છે. પરંતુ તેમની આ વિચારસરણી બિલકુલ ખોટી છે. બોલિવૂડમાં અમુક સ્ટાર્સ એવા પણ છે. જેમની સફર જમીન થી લઈને આકાશ સુધીની રહી છે.

બોલિવૂડમાં અમુક સિતારાઓ એવા છે જેના કરિયરની શરૂઆત ડાન્સર તરીકે થઈ હતી. આજના આ ટોપ કલાકારો એક સમયમાં બોલીવુડ અભિનેતાના ગીતોમાં બેકગ્રાઉન્ડ ડાન્સરનું કામ કરતા હતા. આજે અમે તમને આ આર્ટીકલમાં અમુક એવા સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રણવીર સિંહ

રણવીર સિંહ બોલિવૂડના એક એવા અભિનેતા છે. જે પોતાના બિન્દાસ સ્વભાવ અને અભિનય માટે જાણીતા છે. તેમની એક રિલીઝ થયેલી ફિલ્મ “ગલી બોય” બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. રણવીરની પહેલી ડેબ્યૂ ફિલ્મ અનુષ્કા શર્માની સાથે “બેન્ડ બાજા બારાત” હતી. ભલે રણવીર સિંહ આજે બોલિવૂડના એક મોટા અભિનેતા છે પરંતુ એક સમયમાં તે બેકગ્રાઉન્ડ ડાન્સર પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૧માં આવેલી ફિલ્મ “કભી ખુશી કભી ગમ” ના ગીતમાં “બોલે ચૂડિયા” મા શાહરૂખ અને અમિતાભ બચ્ચનની પાછળ રણવીરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કર્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત

નાના પડદા પરથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂત આજે બોલિવૂડના જાણીતા અભિનેતા બની ગયા હતા. સુશાંતને પહેલો બ્રેક ઝી ટીવીના શો “પવિત્ર રિશ્તા” માંથી મળ્યો હતો. આ સિરીયલથી તે ઘર ઘરમાં લોકપ્રિય થઇ ગયા હતા. ત્યારબાદ બોલીવૂડમાં તેમની એન્ટ્રી ફિલ્મ “કાઇ પો છે” થી થઈ હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ અને સુશાંત ઇન્ડસ્ટ્રીમાં જાણીતા ચહેરા બની ગયા હતા. પરંતુ તમને એ જાણ નહીં હોય કે ફિલ્મ ધુમ-૨ મા સુશાંત સિંહ રાજપૂત રિતિક રોશનની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સરના રૂપમાં નજરે આવ્યા હતા.

ડેઇઝી શાહ

આ લિસ્ટમાં અભિનેત્રી ડેઈઝી શાહ પણ આવે છે. જે એક સમયમાં સલમાન ખાનના ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતી. પરંતુ સલમાનની નજર જ્યારે ડેઇઝી પર પડી તો તેમણે ડેઇઝી ને રાતોરાત સ્ટાર બનાવી દીધી. સલમાને તેમને પોતાની ફિલ્મ “જય હો” માં મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરી હતી. હકીકતમાં ફિલ્મ “તેરે નામ” નું એક ગીત “લગન લગી” માં ડેઇઝી બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી હતી.

દિપિકા પાદુકોણ

દિપિકા પાદુકોણ બોલિવૂડની મશહૂર અભિનેત્રીઓમાંથી એક છે. દિપિકાએ પોતાની ફિલ્મી કરિયરમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે. દિપિકા પાદુકોણ તેમની ફિલ્મ છપ્પાક ને લઈને ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક ફિલ્મ હતી. ફિલ્મ ઓમ શાંતિ ઓમ થી ડેબ્યુ કરવાવાળી દિપિકા ઘણા ગીતોમાં બેસ્ટ ડાન્સરના રૂપમાં નજર આવી ચૂકી છે. તે અભિનેત્રી સ્વરિકા બેનર્જીના મ્યુઝિક વિડિયોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ નજરે પડી હતી.

શાહિદ કપૂર

શાહિદ એક એવા કલાકાર છે જે પોતાના સારા અભિનય અને ડાન્સ માટે જાણીતા છે. શાહિદે પોતાના અભિનયનો ઘણી ફિલ્મોમાં એક સારો પરિચય આપ્યો છે. શાહિદ કપૂર બોલીવૂડના એક એવા અભિનેતા છે જેમણે દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે રોમેન્ટિક રોલ થી લઈને સિરિયસ રોલ ખૂબ જ સારી રીતે ભજવે છે. જણાવી દઈએ કે ફિલ્મ “તાલ” માં શાહિદ એશ્વર્યા રાયની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરી ચૂક્યા છે.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ એક ખુબ જ સુંદર ભારતીય અભિનેત્રી છે. કાજલ અગ્રવાલ સાઉથની સૌથી સુંદર હીરોઇનો માંથી એક છે. સાઉથમાં સુપરહીટ થવાની સાથે સાથે જ તે બોલિવૂડમાં પણ હિટ સાબિત થઈ છે. કાજલે સાઉથની ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે એક સમયમાં તે બેકગ્રાઉન્ડ ડાન્સર હતી. ફિલ્મ “ક્યુ હો ગયા ના” માં કાજલ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી હતી.