કરીના સાથે હાથ મીલાવવા આવી ગરીબ મહિલા, એક્ટ્રેસે કર્યું એવું વર્તન કે લોકો સોશિયલ મીડિયા પર થયા ગુસ્સે, અહી જુઓ તે વિડીયો

Posted by

કરીના કપુર હિંદી સિનેમાની ફેમસ અને સુંદર અભિનેત્રી છે. કરીના કપુરે બોલિવુડમાં ખાસ અને મોટું નામ કમાવ્યું છે. તે લગભગ ૨૩ વર્ષથી હિન્દી સિનેમામાં છે. બોલિવુડમાં તેમણે ફિલ્મ “રેફ્યુજી” થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૦૦ માં રિલીઝ થઈ હતી. ફિલ્મ “રેફ્યુજી” માં કરીના એ અભિનેતા અભિષેક બચ્ચન સાથે કામ કર્યું હતું. બોલિવુડમાં અભિનેતા તરીકે અભિષેકની પણ આ પહેલી ફિલ્મ હતી.

આ ફિલ્મ બાદ કરીના એ ક્યારેય પણ પાછું વળીને જોયું નથી. તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણીવાર ચાહકોનું દિલ જીતી લીધું છે. ચાહકોમાં કરીના કપુરની સારી એવી ફેન ફોલોઇંગ છે. ચાહકો તેને તેની એક્ટિંગની સાથે સાથે તેની સુંદરતા માટે પણ પસંદ કરે છે. જોકે કરીના ઘણીવાર તેના વર્તનનાં કારણે લોકોના નિશાના પર આવી જાય છે અને લોકો તેને ટ્રોલ કરવાની કોઇ તક છોડતા નથી.

ફરી એકવાર સોશિયલ મીડિયા લોકો કરીના કપુર ખાનને ટ્રોલ કરી રહ્યા છે. તેનું કારણ તેનો એક વીડિયો છે. હાલમાં જ કરીનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ગરીબ મહિલા ફેન તેની સાથે હાથ મિલાવવા માટે પ્રયત્નો કરતી જોવા મળી રહી છે પરંતુ કરીના તેને કોઈ ભાવ નથી આપતી. કરીનાનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ એક્ટ્રેસની ઝાટકણી કાઢી છે. કરીનાનો આવો વ્યવહાર જોઈને લોકોએ તેને ટ્રોલ કરી છે.

ઘણા લોકોએ તેને ઘમંડી અને ખરાબ વર્તન ગણાવ્યું છે. વીડિયો સામે આવ્યા બાદ ફેન્સે કરીના કપુરને ઘણું ખરું-ખોટું સંભળાવ્યું છે. હાલમાં જ કરીના મુંબઈમાં પતિ અને બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન સાથે ડિનર ડેટ પર ગઈ હતી. સ્થળ પર પહોંચતાં જ ફોટોગ્રાફરે તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. તેમનાં કેટલાક ચાહકો પણ નજીકમાં હાજર હતાં. ત્યારે એક ગરીબ મહિલા ફેન કરીના પાસે આવે છે અને તેની સાથે હાથ મિલાવવાની કોશિશ કરવા લાગે છે.

કરીના તેને “હેલ્લો” કહે છે અને પછી તે અંદર જતી રહી હતી પરંતુ હાથ ના મિલાવવાનાં કારણે કરીનાને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. વીડિયો જોયા બાદ લોકો તેને ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ કરીના પર પ્રેમ પણ વરસાવ્યો છે પરંતુ મોટાભાગનાં લોકોએ તેને ટ્રોલ કરી છે. એક યુઝરે લખ્યું, “બસ એકવાર હાથ મીલાવવા જ માંગતી હતી અને તેને પ્રેમથી પણ સમજાવી શકાય છે”.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અન્ય એક યુઝરે લખ્યું કે, “એકવાર અક્ષય કુમારે કહ્યું હતું કે કોઈ હાથ મિલાવવા માંગે છે અને તેમણે હાથ મિલાવ્યા હતાં, તેની આંગળીઓ વચ્ચે બ્લેડ હતી અને અક્ષયને તેમાં ઇજા પહોંચી હતી. સેલિબ્રિટીઓ માટે બધા સાથે હાથ મિલાવવો ખુબ જ હાનિકારક હોય છે. જોકે તેનો અર્થ એવો નથી કે કરીના સારી છે. તેમનામાં એટિટ્યુડ પણ છે”.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તે છેલ્લે ફિલ્મ “લાલ સિંહ ચડ્ઢા” માં જોવા મળેલી કરીના માટે એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, “તેણે “હેલ્લો” કહ્યું, પાછળ ફરીને તેની સામે હાથ હલાવ્યો અને હવે તે મહિલા ઇચ્છે છે કે તે કરીનાને સ્પર્શ કરે અને તેને ગળે લગાવે… કેટલીકવાર તે ખુબ જ ખતરનાક બની જાય છે”.