પોતાનાં બચ્ચાને બચાવવા માટે મગર સાથે લડી પડી માદા હાથી, પાણીના ખુંખાર જાનવરનો એકલી એ કર્યો સામનો

નદીમાં ઘણા બધા જળચર જીવ જોવા મળે છે પરંતુ તેમાં સૌથી ખતરનાક જીવ મગરને માનવામાં આવે છે. તેમના જડબા એટલા મજબુત હોય છે કે તે જાડી ચામડીવાળા જાનવરોને પણ મારી નાખે છે પરંતુ હવે આફ્રિકી દેશ ઝામ્બિયાથી એક આશ્ચર્યચકિત કરવાવાળો વિષય સામે આવ્યો છે. જ્યાં એક હાથી પોતાના બાળકને બચાવવા માટે ખુંખાર મગર સાથે લડી પડી હતી.

Advertisement

રિપોર્ટ પ્રમાણે ઝામ્બિયામાં હાથીઓનું એક ઝુંડ નદીને પાર કરી રહ્યું હતું. આ દરમિયાન મગરે હાથીનાં એક બચ્ચા પર હુ-મલો કરી દીધો હતો. ઝુંડનાં અમુક હાથી તો નદીની બીજી તરફ ભાગી ગયાં હતાં પરંતુ એક માદા હાથી ત્યાં ઉભી રહી અને તેમણે પોતાનાં બચ્ચાને બચાવવા માટે જે કર્યું તેનાં વિશે લગભગ કોઈએ વિચાર્યું પણ નહિ હોય. પહેલા તો માદા હાથી એ કોઈ રીતે પોતાનાં બચ્ચાને છોડાવીને તેને નદી પાર કરાવી દીધી. ત્યારબાદ ભાગવાની જગ્યાએ તે મગર સાથે લડી પડી હતી.

આ દરમિયાન ઘણા પર્યટકો તે એરિયામાં ફરવા નીકળ્યા હતાં. આ સંપુર્ણ ઘટનાને “Hans Henrik Haahr” એ પોતાનાં કેમેરામાં કેદ કરી લીધી હતી. તેમણે જણાવ્યું કે તે નીચલી  જાંબેઝી ઘાટી માં બેનેસ નદી શિવિર પાસે હતાં ત્યારે ત્યાં પાણીમાં થોડી હલચલ દેખાઇ હતી, શરૂઆતમાં મગર હાવી હતો પરંતુ થોડા સમય બાદ માદા હાથીને એટલો ગુસ્સો આવી ગયો કે તેમણે એકલી એ જ હુમ-લાવર મગરને મૃ-ત્યુને ઘાટ ઉતારી દીધો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સંપુર્ણ તાકાત સાથે માદા હાથી હુ-મલો કરી રહી છે. શરૂઆતમાં તેમણે પાણીમાં જ મગરને પટકવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેણે તેને પગથી ઘણીવાર માર્યો. જ્યારે મગર ઘાયલ થઈ ગઈ તો માદા હાથી પોતાની સુંઢથી તેને ખેંચીને બહાર લઈ આવી. નજરે જોનારા પ્રમાણે મગર ૮ થી ૧૦ ફીટ લાંબી લાગી રહી હતી પરંતુ તે સંપુર્ણ રીતે લાચાર નજર આવી રહી હતી. બાદમાં તેમણે હાર માની લીધી અને થોડા સમયમાં તેના શ્વાસ બંધ થઈ ગયા હતાં.

રિપોર્ટ પ્રમાણે બેંસ રિવર કૈપ એ પોતાના ફેસબુક પેજ પર આ વીડિયોને શેર કર્યો છે, જે ઓગસ્ટ મહિનામાં શુટ કરવામાં આવ્યો હતો. પેજ પર લખવામાં આવ્યું હતું કે કદાચ આ એક બદલો લેવા વાળો હુ-મલો હતો. જે મોટા ઝુંડ પર મગર દ્વારા કરવામાં આવેલા ઘાતક પ્રયાસોનાં કારણે થયો હતો. સફારી કંપનીએ આગળ કહ્યું કે, જો કે આ ફુટેજને જોવી મુશ્કેલ થઈ શકે છે, તે દર્શાવે છે કે જંગલમાં રહેવું કેટલું મુશ્કેલ હોય છે.

Advertisement