ધર્મેન્દ્રનું બોલિવૂડમાં એક મોટું નામ છે. તેમનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ નસરાલી, લુધિયાણા (પંજાબ)માં થયો હતો. બોલીવૂડમાં તેમની છબી હી-મેન અને માચો-મેન ટાઈપની છે, જોકે રિયલ લાઇફમાં તે ખૂબ જ ઈમોશનલ વ્યક્તિ છે. ધર્મેન્દ્રને પોતાનો જન્મદિવસ ઉજવવો પસંદ નથી. ત્યાં સુધી કે બર્થ-ડેનાં દિવસે તે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી નાખે છે. પોતાનો જન્મદિવસ ના ઉજવવાનું કારણ તેમનાં માતા-પિતા છે. એકવાર ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે મને જન્મ આપવા વાળી મારી માં જ આ દુનિયામાં નથી તો હું કઈ વાતનો જન્મદિવસ ઉજવું.
પોતાના જન્મદિવસ પર ધર્મેન્દ્રને પોતાની માં ખુબ જ યાદ આવે છે. તે પોતાના પિતાની પણ ખૂબ જ નજીક છે. તેમની પાસે હંમેશા પિતાએ આપેલ એક ચિઠ્ઠી રાખે છે. તે આ ચિઠ્ઠીને દરરોજ સવારે માથે લગાવીને ચૂમે છે. તેમનું કહેવું છે કે હું ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છું. મારા માતા-પિતા વગર હું જન્મદિવસ ઉજવી શકું નહીં. હું તેમને એ જ પ્રાર્થના કરું છું કે તે મને એક સારો વ્યક્તિ બનાવવામાં મદદ કરે. મને એટલી શક્તિ આપે કે હું અન્ય વ્યક્તિઓને ખુશ રાખી શકું. હું દરેક લોકોને સ્માઇલ કરતા જોવા માંગું છું.
ધર્મેન્દ્રને બોલિવૂડમાં ૬૨ વર્ષ થઈ ચૂક્યા છે. આ વર્ષોમાં તે લગભગ ૨૭૦ થી વધારે ફિલ્મોમાં નજર આવ્યા છે. તેમણે બોલિવૂડમાં ડેબ્યૂ ૧૯૫૮માં “દિલ ભી તેરા હમ ભી તેરે” ફિલ્મથી કર્યું હતું. તેમને ફિલ્મો સાથે ખૂબ જ લગાવ છે. આ જ કારણ છે કે ૬૨ વર્ષ બાદ આજે પણ જ્યારે તે કેમેરાની સામે આવે છે તો ખૂબ જ ઉત્સાહિત રહે છે.
ધર્મેન્દ્રના પિતા એક ટીચર હતા. તેમનું સપનું હતું કે તેમનો દિકરો મોટો થઈને એક્ટર બને. ધર્મેન્દ્રએ પિતાના આ સપનાને પણ પૂરું કર્યું. ૮૫ વર્ષની ઉંમરમાં પણ તે ખૂબ જ ફીટ રહે છે. તેમના ફીટનેસનું રહસ્ય નિયમિત એક્સરસાઈઝ, યોગા અને પ્રાણાયામ છે. તેના સિવાય તે પોતાની ખાણીપીણી પર પણ ખૂબ જ ધ્યાન રાખે છે.
ધર્મેન્દ્ર હાલનાં દિવસોમાં પોતાનો મોટાભાગનો સમય મુંબઈ અને ફિલ્મની ભાગદોડથી દૂર લોનાવાલા સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં જ પસાર કરે છે. અહીંયા તે ગાર્ડનીંગ કરે છે અને ફળ, શાકભાજીની ખેતી પણ કરે છે. ફાર્મ હાઉસ પર તે શુદ્ધ હવામાં સ્વસ્થ જીવન જીવે છે. તેમના ખાણીપીણીનું શાકભાજી પણ ઓર્ગેનિક રીતે આ ફાર્મ હાઉસ પર ઉગાડવામાં આવે છે.
ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વ્યસ્ત રહે છે. અહીંયા તે પોતાના ફાર્મહાઉસની તસ્વીરો ફેન્સની સાથે શેર કરતા રહે છે. તેમના ફાર્મહાઉસની આસપાસ પહાડો અને ઝરણાઓ છે. તેના સિવાય તેમની પાસે ભેંસ અને ગાય પણ છે. તે તેમનું જ દૂધ પીવાનું પસંદ કરે છે.