પોતાના ચહેરા પર ત્રણ કરોડનું માસ્ક લગાવ્યા બાદ ટ્રોલર્સનો શિકાર બની અભિનેત્રી ઉર્વશી રૌતેલા

Posted by

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતૈલા પોતાની સુંદર અદાઓ અને સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરોને શેર કરવાનાં લીધે દરેક જગ્યાએ છવાયેલી રહે છે. દુનિયાભરમાં તેના લાખો ફેન્સ છે, જે તેમની દરેક તસ્વીર અને એક-એક પોસ્ટની ઘણી આતુરતાથી રાહ જુએ છે. ફેન ફોલોઈંગ ના વિષયમાં ઉર્વશી મોટા મોટા કલાકારોને પાછળ છોડી રહી છે. ઉર્વશી પોતાના નવા અને અલગ અંદાજ માટે જાણીતી છે.

તેવામાં હાલમાં ફરી એકવાર ઉર્વશીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો થોડો ખાસ છે અને તેનાં કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ જલ્દીથી વાયરલ થઇ રહ્યો છે. એક બાજુ જ્યાં ફેન્સ ઉર્વશીના આ અવતારની ઘણી પ્રસંશા કરી રહ્યા છે તો અમુક સોશિયલ મીડિયા યુઝર્સ તેમને આ વિડિયોના કારણે ટ્રોલ પણ કરી રહ્યા છે. ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ વિડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્વશી ડાયમંડ માસ્ક રેડ પહેરીને નજર આવી રહી છે.

આ સાથે જ આ સુંદર અભિનેત્રીએ પોતાના આ વિડિયોને શેર કરતા જણાવ્યું કે, તેમના ચહેરા પર લાગેલ હીરામાંથી બનાવેલું માસ્ક રેડ ઘણું ભારે ભરખમ હતું. ઉર્વશીનાં ચહેરા પર લાગેલા આ માસ્કની કિંમત લગભગ ૩ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કિંમત સાંભળીને તેમના ફેન્સના હોશ ઉડી ગયા છે. વળી સોશિયલ મીડિયા ટ્રોલર્સ અમીરોનું હેલ્મેટ આવું હોય છે, કહીને તેમને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ઉર્વિશી વર્ષ ૨૦૨૦ માં વર્જિન ભાનુ પ્રિયા અને પાગલપંતી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વર્ષ ૨૦૧૫ માં “સિંહ સાબ ધ ગ્રેટ” ફિલ્મમાં સની દેઓલ સાથે ડેબ્યુ કરનારી ઉર્વશીએ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે લવ ડાન્સ, બીજલી કી તાર, તેરી લોડ વે અને હાલમાં જ એક લડકી ભીગી ભાગી સી જેવા મ્યુઝિક વીડિયોમાં પોતાના ડાન્સિંગ સ્ટાઇલથી પણ લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. તેનાં સિવાય આ સુંદર અભિનેત્રીના અન્ય પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો ઉર્વશી રૌતેલા પાસે ઘણા બધા રોમાંચક પ્રોજેક્ટ છે.

ઉર્વશી રૌતેલા ખૂબ જ જલ્દી વેબ સીરીઝ “ઇન્સ્પેક્ટર અવિનાશ” માં રણદિપ હુડા સાથે નજર આવશે. આ એક બાયોપિક છે. સાથે જ તે મોહન ભારદ્વાજની આગામી ફિલ્મ “બ્લેક રોઝ” માં પણ કામ કરી રહી છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. જે ખૂબ જ જલ્દી રીલિઝ થવાની છે અને અભિનેત્રી “થીરુતું પાયલ-૨” ની હિંદી રિમેકમાં પણ કામ કરી રહી છે. આ સિવાય ઉર્વશી મિસ્ત્રના સુપરસ્ટાર મોહમ્મદ રમજાનની ઓપોઝિટ એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટનો પણ મહત્વનો ભાગ છે.

તેની સાથે જાણીતા પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથે “મર જાયેંગે” મ્યૂઝિક આલ્બમમાં રોમાન્સ કરતી ખૂબ જ જલ્દી નજર આવશે. હાલમાં ઉર્વશીએ પોતાની પહેલી ફિલ્મ તમિલ ફિલ્મ પણ સાઈન કરી છે. જેના માટે તેણે ૧૦ કરોડ રેકોર્ડ રૂપિયાની ભારે ભરખમ ફી માંગી છે. જેના કારણે તે તમિલમાં ડેબ્યૂ કરનાર સૌથી મોંઘી અભિનેત્રી બની ચૂકી છે.