વ્યક્તિનાં સ્વભાવ અને વ્યવહાર પર તેમના નામનો અને રાશિનો પ્રભાવ પડે છે. તમારા નામનો પહેલો અક્ષર પણ તમારા ભાગ્યના ઘણા રહસ્યો ખોલે છે. નામનાં પહેલા અક્ષર પરથી જ તમે પોતાના લવ લાઈફ અને મેરેજ લાઇફ વિશે પણ જાણી શકો છો. તમારા નામનો પહેલો અક્ષર તમારું વર્તન, પસંદ-નાપસંદ વિશે જણાવે છે. દરેક વ્યક્તિને પોતાનાં નામનાં પહેલા અક્ષરમાં છુપાયેલા રહસ્ય વિશે જાણવું પસંદ હોય છે. આ અક્ષર પરથી પોતાની લવ લાઈફનાં વિશે પણ જાણવાની જિજ્ઞાસા ખૂબ જ વધારે હોય છે.
તમારા નામનો પહેલો અક્ષર જણાવે છે કે તમારા પાર્ટનરનો સ્વભાવ કેવો હશે અને તમારી લવ લાઈફ કેવી ચાલશે, પાર્ટનરને લઇને તમારું વર્તન કેવું છે. જણાવવામાં આવે છે કે આ બધું જ તમારા નામનાં પહેલા અક્ષરમાં છુપાયેલો હોય છે. તો આજે તમે પણ જાણી લો પોતાની લવ લાઇફનાં અમુક સિક્રેટ, જે તમારા નામનાં પહેલા અક્ષરમાં છુપાયેલ છે.
યુવક હોય કે યુવતી દરેકને પોતાના પાર્ટનરનાં વિશે જાણવાની ઈચ્છા રહેતી હોય છે. લગ્નને લઈને ઘણી બધી એક્સાઇટમેન્ટ રહેતી હોય છે. બધા જ ઇચ્છતા હોય છે કે તેમનો પાર્ટનર દેખાવમાં સુંદર લાગે, સારી રીતે વાત કરે, સારસંભાળ રાખે પરંતુ ઘણીવાર જોવા મળે છે કે બધાનાં નસીબમાં આવો પાર્ટનર હોતો નથી. અમુક રાશિ અને અમુક નામ વાળા લોકો એકલા ભાગ્યશાળી હોય છે કે તેમને પોતાના વિચાર મુજબ જ પાર્ટનર મળી જતો હોય છે. તો આજે અમે અહીંયા આલ્ફાબેટના અમુક અક્ષરો પરથી લવ લાઇફના રહસ્ય ખોલીશું.
A નામ વાળા
A નામથી શરૂ થનાર લોકો ક્યારેય પણ બનાવટી પ્રેમ કરતા નથી અને તે પ્રકારના પ્રેમને પણ પસંદ કરતા નથી. તેથી આ નામ વાળા લોકોને હંમેશા સાચો પ્રેમ જ મળે છે. તેમનો પાર્ટનર હંમેશા તેમની કેર કરે છે અને તેમને રોમેન્ટિક પાર્ટનર મળે છે. જે પ્રેમ ભર્યા સંબંધને વધારે ખુશનુમા બનાવી દે છે. આ નામ વાળા લોકોને એવો જીવનસાથી મળે છે, જે તેમને કોઈપણ મુશ્કેલીમાં એકલા છોડતા નથી અને હંમેશા તેમની સાથે રહે છે.
K નામ વાળા
K નામ વાળા લોકોને સાચો પ્રેમ મળે છે. આ લોકોને હંમેશા ભાવુક પાર્ટનર મળે છે. પરંતુ તે ખૂબ જ રોમેન્ટિક અને સાચા દિલનાં હોય છે. આ નામ વાળા લોકોને હંમેશા પોતાના પાર્ટનરનો સાથ પસંદ આવે છે. કારણકે તેમનો પાર્ટનર ખૂબ જ વધારે રોમેન્ટિક અને સાર સંભાળ રાખવા વાળો હોય છે. આ નામ વાળા લોકો પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ રહે છે. તેમને જે પાર્ટનર મળે છે તે સંપૂર્ણ રીતે તેમને સમર્પિત હોય છે.
M નામ વાળા
આ નામ વાળાનાં પાર્ટનર તેમને ક્યારેય પણ દગો આપતા નથી. પ્રેમ કરવા સિવાય જવાબદારીપૂર્વક તેમનો ખ્યાલ રાખવા વાળા પાર્ટનર તેમનાં નસીબમાં હોય છે. તે તેમના લગ્નજીવનને ખુશનૂમા બનાવે છે. આ નામ વાળા લોકોને એવા પાર્ટનર મળે છે જે સંપૂર્ણ રીતે પોતાના પ્રેમને વ્યક્ત કરે છે અને તે પોતાના દિલમાં કોઈ વાત છુપાવીને રાખતા નથી.
P નામ વાળા
આ નામ વાળા લોકોને હોશિયાર પાર્ટનર મળે છે. વાંચવા-લખવામાં અને કોઈ વાતને વિચારવામાં હંમેશા હોશિયાર રહે છે. આ નામ વાળા લોકોને એવો પાર્ટનર મળે છે જે પ્રેમમાં દેખાડો કરવાનું પસંદ કરતા નથી. તેમને સ્વતંત્રતા પસંદ વાળા પાર્ટનર મળે છે.
S નામ વાળા
S નામ વાળા પણ પાર્ટનરનાં મામલામાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમનો પાર્ટનર તેમની દરેક વાત માને છે અને પોતાના સાથીની સાથે કોઈ પણ વાતને કાપતા નથી. S નામ વાળા લોકોને ખૂબ જ સંવેદનશીલ પાર્ટનર મળે છે. આ લોકોને ખુબ જ સીધા સાદા પાર્ટનર મળે છે અને તે તેમની વાત તરત જ માની લેતા હોય છે.