પોતાનાં પગની તસ્વીરો વેચી રહી છે આ સુંદર મહિલા, મહિનામાં ૮ લાખ રૂપિયા કમાવવાનો કરી રહી છે દાવો

અમેરિકાની ૨૨ વર્ષની મોડલ ડિજાયર ગેટો એક સમયે પ્રોપર્ટીના બિઝનેસથી સામાન્ય લાઈફ સ્ટાઈલ જીવી રહી હતી પરંતુ તેમણે સાઈડ બિઝનેસ માટે મોડલિંગમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ તે એ વાતને લઈને હેરાન રહી ગઈ કે લોકો તેમના પગનાં દિવાના છે અને તેમના પગની તસવીરો માટે હજારો-લાખો ખર્ચ કરવા માટે તૈયાર રહે છે. ડિઝાયર ગેટો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૧ મિલિયનથી વધારે ફેન્સ છે. જો કે તે હવે ઓન્લી ફેન્સ પર ખૂબ જ વધારે એક્ટિવ રહે છે અને આ એકાઉન્ટ દ્વારા તે દર મહિને લગભગ ૮ લાખ રૂપિયાની કમાણી કરે છે. તેના માટે તેમને બસ પોતાના પગની તસવીરો ક્લિક કરવાની રહે છે.

ગેટએ જણાવ્યું હતું કે એક દિવસ એક વ્યક્તિએ મને મેસેજ કર્યો અને મને પોતાના પગના ૧૦ ફોટો માટે ૩૦૦ ડોલર ઓફર કર્યા. તેના સિવાય તેમની બીજી કોઈ ડિમાન્ડ હતી નહી. મને પહેલાં તો તે સમજમાં આવ્યું નહીં પરંતુ બાદમાં અહેસાસ થયો કે લોકોને તો પગને લઈને પણ એક અજીબ જ આકર્ષણ છે.

તેમણે આગળ જણાવ્યું કે અમુક લોકોને તમારા પેડિક્યોર જોવાનું પસંદ હોય છે. અમુક લોકોને તો પગના તળિયા જોવાનો પણ શોખ હોય છે. અમુક લોકો મારા માટે સ્ટોકિંગ્સ ખરીદે છે. ખાસ વાત એ છે કે તેમાંથી મોટાભાગના લોકોને ન્યૂડિટીને લઈને કોઈ ચિંતા હોતી નથી અને આ લોકોને હકીકતમાં ફૂટ ફેટિશ પસંદ હોય છે.

તે પોતાના પગની એક તસવીર ૨૫ ડોલરની આસપાસ વેચે છે. તેમના પગની તસવીરો સિવાય તેમનાં વિડિયો પણ ચર્ચામાં રહે છે. તે ઘણીવાર પોતાના પગનો મસાજ કરતો વિડીયો બનાવે છે અને પોતાના પેડિક્યોરનો શો ઓફ કરે છે. તેના સિવાય તે હિલ્સને પહેરવાનું અને કાઢવાનો વિડીયો પણ બનાવે છે. તેમના આ વીડિયો પણ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

તેમણે ફૂટ ક્વીન બનવાની ટિપ્સ પણ શેર કરી. તેમણે કહ્યું કે હંમેશા પોતાના કલાઈન્ટ્સને એ સવાલ પૂછવો કે તેમને કેવી તસવીરો પસંદ છે. દરેક વ્યક્તિની પસંદ અલગ-અલગ હોય છે. તેના સિવાય લોકપ્રિય ફૂટક્વીનનાં ઇન્સ્ટાગ્રામ પેજનાં સહારે તમે પોતાનું રિસર્ચ કરી શકો છો.

તેમણે આગળ જણાવ્યું કે એટલું જ નહી ફુટ જ્વેલરી, સોકસ અને એવી ઘણી ચીજોના સહારે તમે પોતાના પગને ટ્રેન્ડી અને આકર્ષક બનાવી શકો છો. તેના સિવાય ફોટો લેતા સમયે લાઈટનું પણ ખૂબ જ યોગદાન હોય છે તો એક સારો કેમેરો અને લાઈટસ પર ધ્યાન રાખવું જોઈએ.

ડિજાયરનું એવું પણ કહેવું છે કે તેમને હજુ સુધી એવું સમજમાં આવ્યું નથી કે લોકોને તેમના પગ સાથે આટલો પ્રેમ કેમ છે. તેમણે જણાવ્યું કે તે ઘણીવાર આ લોકોને પૂછે પણ છે પરંતુ તે કહે છે કે તેમને મારા પગની બનાવટ ખૂબ જ પસંદ છે પરંતુ હું તેમની ચોઈસને લઈને જજમેન્ટલ નથી.

ડિઝાયરના પાર્ટનર ૪૨ વર્ષના છે અને તે ઘણીવાર તેમની તસવીરો ખેંચે છે. મોડેલે જણાવ્યું કે તેમને પણ પગને લઈને પ્રેમ સમજમાં આવી રહ્યો નથી પરંતુ તેમને કોઈ ફરિયાદ નથી કારણ કે તે બંને આ પૈસાથી ઘણી લક્ઝરિયસ રજાઓ પર જાય છે.