આજકાલનાં સમયમાં મહિલાઓને કમજોર માનવામાં આવે છે પરંતુ હકીકતમાં જોવામાં આવે તો મહિલાઓ ખૂબ જ વધારે મજબૂત હોય છે. જો મહિલાઓ કંઈપણ કરવાનું નક્કી કરી લે તો તે શું ના કરી શકે ? તમે લોકોએ એવી ઘણી ખબરોનાં વિશે સાંભળ્યું હશે જ્યાં મહિલાઓ ઘણા ક્ષેત્રોમાં દેશનું નામ રોશન કરે છે પરંતુ આજે અમે તમને એવી મહિલાનાં વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેમની કહાની સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. હકીકતમાં આ કહાની ૩૧ વર્ષની સંધ્યા મારાવી ની છે.
તમને જણાવી દઈએ કે સંધ્યા મધ્યપ્રદેશના કટની રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરે છે. સંધ્યાને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. જેમકે તમે લોકો જાણતા હશો કે રેલવે સ્ટેશન પર સામાન ઉપાડવા માટે પુરુષ કુલી જ જોવા મળે છે. વળી મોટા રેલવે સ્ટેશન પર મહિલા કુલી જોવા મળી જાય છે, પરંતુ સંધ્યા સમાજના બનાવેલા સ્ટીરિયોટાઈપ્સને તોડીને પોતાનું ગુજરાન ચલાવવા માટે કુલીનું કામ કરી રહી છે. સંધ્યાને આ કામ મજબૂરીમાં કરવું પડી રહ્યું છે.
પતિનું થઈ ચૂક્યું છે મૃત્યુ
સંધ્યા મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના કુંડમ ગામમાં રહે છે. સંધ્યાના પતિ ભોલારામ ઘણા લાંબા સમયથી બીમાર હતાં. અચાનક જ વર્ષ ૨૦૧૬માં તેમના પતિનું નિધન થઈ ગયું. ત્યારબાદ સંધ્યાના જીવન પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. પોતાના પતિના મૃત્યુ બાદ તે પોતાનો હોશ ખોઈ બેઠી. કોઈપણ રીતે તેમણે પોતાને સંભાળી. સંધ્યાના ત્રણ બાળકો છે. બાળકોના માથા પરથી પિતાનો પડછાયો હટી ગયા બાદ બધી જ જવાબદારી સંધ્યા પર આવી ગઈ. સંધ્યાએ વિચાર્યું કે તે પોતે કામ કરીને પોતાના ત્રણેય બાળકોનું પાલનપોષણ કરશે. સંધ્યા મરાવીનું એવું કહેવું છે કે બિમારીના લીધે મારા પતિનું મૃત્યુ થઈ ગયું. અમારે ત્રણ બાળકો છે. મારા પતિ બીમાર હોવા છતાં પણ તે મજુરી કરીને ઘર ચલાવતા હતાં. તેમના મૃત્યુ બાદ મારા પર સાસુ અને મારા ૩ બાળકોની જવાબદારી આવી ગઈ.
ત્રણ માસૂમ બાળકો માટે કરી રહી છે કુલીનું કામ
સંધ્યાનું એવું કહેવું છે કે સાસુ અને ત્રણ બાળકોની જવાબદારી આવી ગયા બાદ મને જે પણ નોકરી મળી તે મે કરી લીધી. સંધ્યાએ આગળ જણાવ્યું કે હું નોકરીની તલાશમાં હતી. કોઈએ મને જણાવ્યું કે કટની રેલવે સ્ટેશન પર કુલીની જરૂર છે તો મે તરત જ આવેદન કરી દીધું. સંધ્યાનું એવું કહેવું છે કે હું ૪૫ પુરુષ કુલી ની સાથે કામ કરી રહી છું. પાછલા વર્ષે જ મને બિલ્લા નંબર ૩૬ મળ્યો છે.
તમને જણાવી દઈએ કે સંધ્યાનાં બે નાના દિકરા સાહિલ અને હર્ષિત છે અને એક દિકરી પાયલ છે. પતિના મૃત્યુ બાદ સંધ્યાએ પોતાના ઘરને સંભાળ્યું. સંધ્યા પોતાની જોબ માટે દરરોજ ૯૦ કિલોમીટર (૪૫ કિલોમીટર આવવું-જવું) કટની રેલવે સ્ટેશન પર આવે છે. બાળકોની સાર-સંભાળ તેમની સાસુ કરે છે. સંધ્યાનું એવું કહેવું છે કે તે પોતાના બાળકોને અભ્યાસ કરાવીને મોટા અધિકારી બનાવવા માંગે છે. તેમનું કહેવું છે કે જીવનમાં ભલે ગમે તે થઈ જાય પરંતુ તે ક્યારેય હાર માનશે નહી અને પોતાના બાળકોના પાલનપોષણમાં કોઈપણ પ્રકારની કમી છોડશે નહી.