પોતાના પતિથી આ ૫ વાતો છુપાવે છે મહિલાઓ, સાથે રહેવા છતાં પણ નથી જાણી શકતા પતિ

આપણા દેશમાં મોટી વિચારધારા વાળા લોકો ભલે ગમે તેટલા હોય, પરંતુ લગ્ન એક એવો વિષય છે જેના પર આવતા જ બધાના વિચાર એક જ થઈ જાય છે. માતા-પિતા બાળકોને દરેક કામમાં સાથ આપે છે, પરંતુ લગ્નના વિષયમાં હંમેશા ન ઇચ્છા હોવા છતાં પણ તેમના પર દબાણ કરવા લાગે છે. તેમાં ઘણી વખત લગ્ન તો થઈ જાય છે, પરંતુ તેમાં સમસ્યા પણ આવા લાગે છે. લગ્ન કરવા એક યુવક અને યુવતી બંને માટે એક નવો અનુભવ હોય છે. પરંતુ તેમ છતાં પણ આ દબાણ ક્યાંકને ક્યાંક યુવતીઓ પર થોડું વધારે હોય છે. તેનું મુખ્ય કારણ છે કે યુવતીઓ પોતાનું ઘર પરિવાર છોડીને અન્ય ઘરમાં જાય છે. એટલા માટે અમુક વાતો એવી પણ હોય છે જે પોતાના પતિને કહી શકતી નથી.

Advertisement

સાસુ – સસરા

પરિવારમાં નવી દુલ્હન ફક્ત પોતાના પતિ સાથે નહીં, પરંતુ પોતાના સાસુ-સસરા, નણંદ, જેઠ અને ઘણા પ્રકારના લોકોની સાથે તાલમેલ બેસાડવાનો હોય છે. દરેક ઘરની પરંપરા અને રહેણીકરણી અલગ હોય છે અને યુવતીઓને નવા ઘર વિશે જાણકારી ઓછી હોય છે. તેવામાં તેમનાથી કોઈને કોઈ ભૂલ જરૂરથી થઈ જાય છે અને પછી ફરિયાદોનાં ઢગલા લાગી જાય છે. હવે આ ફરિયાદ અહીં તે પોતાના પતિને કરી શકે છે, પરંતુ તે પોતે ઘરના જ સભ્ય હોય છે. તેમાં યુવતીઓ પોતાની આ પરેશાની પોતાના પતિને કહી શકતી નથી.

પૈસા

જ્યારે પરિવાર વધે છે તો ખર્ચા પણ વધે છે અને લગ્ન બાદ જરૂરિયાતનો સામાન પણ વધી જાય છે. દરેક યુવતી પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માગતી હોય છે. એટલા માટે તે હંમેશા પરીક્ષાને લઇને પરેશાન નજર આવે છે. જો યુવતી કમાઈ રહી છે તો બધું બરોબર છે, પરંતુ જો તે કમાઈ નથી રહી તો તેને દરેક ચીજ માટે પૈસાની જરૂરિયાત રહેતી હોય છે. નવા-નવા લગ્ન થયા હોય તો પૈસા માંગવા પણ ખૂબ જ ખરાબ લાગે છે. એવામાં અમુક યુવતીઓ શરમાતી રહી જાય છે અને પોતાના પતિ પાસેથી પૈસા માગી શકતી નથી.

જુનો પ્રેમ

આપણા દેશમાં આજે પણ લગ્ન બાદ કોઈપણ અન્ય વ્યક્તિ વિશે વિચારવું પાપ માનવામાં આવે છે. ઘણી મહિલાઓની સાથે એવું થાય છે કે તે લગ્ન તો કરી લે છે, પરંતુ તેમના મનમાં પહેલો પ્રેમ દૂર થયો હતો નથી. તેવામાં તે અંદર ને અંદર તે વાતને લઈને ઘુંટાતી રહે છે અને તે વાત કોઈને કહી શકતી નથી. જોકે વીતેલા સંબંધો વિશે પતિને પણ જણાવવું જોઈએ નહીં. જો આ વાત પરેશાન કરી રહી હોય તો કોઈ સહેલી સાથે આ વાત કરી લેવી યોગ્ય રહેશે.

સંબંધ છે જરૂરી

આજે પણ ક્યાંક ને ક્યાંક લગ્નનો ફક્ત એક જ મતલબ કાઢવામાં આવે છે અને તે છે શારીરિક સંબંધ બનાવવા. આપણા દેશમાં આજે પણ ઘણા પુરુષ એવા રહેલા છે જે ના સાંભળવા માંગતા નથી અને તેમને જ્યારે ઈચ્છા હોય ત્યારે સંબંધ બનાવવા હોય છે. ત્યાં ઘણી વખત મહિલાઓની ઇચ્છા ન હોવા છતાં પણ પતિની સાથે સંબંધ બનાવવા પડે છે અને તેને ના પાડી શકતી નથી.

ઘરવાળાની ફરિયાદ

આજના સમયમાં ભલે આવવું જવું ખૂબ જ સરળ થઈ ગયું છે, પરંતુ પરંપરાના નામ પર અમુક યુવતીઓને આજે પણ પોતાના પિયર જવા માટે ઘણા બધા સવાલોના જવાબ આપવા પડે છે. ઘણી વખત યુવતીઓ પોતાના માતા-પિતાને આર્થિક રૂપથી મદદ કરવા માંગતી હોય છે, પરંતુ તે પોતાના પતિ પાસે પૈસા માગી શકતી નથી. એટલા માટે અંદર ને અંદર પરેશાની થતી રહેતી હોય છે.

Advertisement