રવીના ટંડનનું નામ બોલિવૂડની સુંદર અને મશહૂર અભિનેત્રીઓમાં સામેલ છે. રવિનાએ બોલિવૂડને એક થી એક સુપરહિટ ફિલ્મો આપી છે. ૯૦ના દશકમાં રવીનાએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. તે સમયમાં ફક્ત બે હિરોઈનનો દબદબો રહેતો હતો. જેમાં પહેલું નામ રવીના ટંડન અને બીજું નામ કરિશ્મા કપૂરનું આવે છે. ફિલ્મ “મોહરા” ના ગીત “ટીપ ટીપ બરસા પાની” થી રવીનાએ યુવાનોના દિલમાં આગ લગાવી દીધી હતી.
તે આ ગીતમાં પીળા કલરની સાડી પહેરીને એટલી હોટ લાગી રહી હતી કે જેનો કોઈ જવાબ નથી. તેમણે “તુ ચીજ બડી હે મસ્ત મસ્ત” અને “અખીયો સે ગોલી મારે” જેવા ગીતોથી પણ લોકોને પોતાની અદાઓના દિવાના બનાવી દીધા હતા. રવીના ટંડન આજે પણ એટલી જ સુંદર દેખાય છે. તે આજે પણ ઘણા લોકોના દિલો પર રાજ કરે છે.
અક્ષય કુમારની સાથે અફેર
વર્ષ ૧૯૯૪માં અક્ષય અને રવિનાની ફિલ્મ “મોહરા” સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મના ગીતો “તુ ચીજ બડી હે મસ્ત મસ્ત” થી રવિના બોલિવૂડમાં મસ્ત મસ્ત ગર્લના રૂપમાં છવાઈ ગઈ હતી પરંતુ બોલીવુડમાં એક સમય એવો પણ હતો જ્યારે ચારેય તરફ અક્ષય કુમાર અને રવિના ટંડનના અફેરની ચર્ચાઓ થતી હતી. તે અક્ષય કુમારના પ્રેમમાં ગિરફ્તાર હતી પરંતુ થોડા સમય પછી બંનેના બ્રેકઅપની ખબરો સામે આવવા લાગી. બ્રેકઅપ બાદ રવિના ડિપ્રેશનમાં ચાલી ગઈ અને ત્યારબાદ તેમની જે હાલત થઈ તે કોઇનાથી છૂપાયેલી નથી. રવિના માટે તે કોઈ મોટા હાદસાથી ઓછું નહોતું. ત્યારબાદ તે અક્ષયને ભૂલીને આગળ વધી અને વર્ષ ૨૦૦૪માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા.
માં ની જેમ જ સુંદર દેખાય છે દિકરી
અભિનેત્રી રવિના ટંડનની સુંદરતાથી તો દરેક લોકો વાકેફ છે. પરંતુ તેમની દિકરીને તો ખૂબ જ ઓછા લોકોએ જોઈ હશે. જણાવી દઈએ કે રવિનાની એક દિકરી પણ છે, જેમનું નામ રાશા થડાની છે. રાશા બિલકુલ પોતાની માં જેવી જ દેખાય છે. તે કહેવું ખોટું નથી કે તે સુંદરતાની બાબતમાં રવિનાથી પણ આગળ છે. જોકે હજુ તેમની ઉંમર લગભગ ૧૪ વર્ષ છે પરંતુ થોડા વર્ષો બાદ તે બોલિવૂડની સેંસેશન બનવા જઈ રહી છે. રાશા ખૂબ જ પ્રેમાળ છે અને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે. હાલમાં જ રાશા પોતાની માં રવિનાની સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.
તે દરમિયાન માં-દિકરીની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિ તેમને જોતા રહી ગયાં હતાં. હકીકતમાં દિકરી રાશા પર જઈને બધાની નજર અટકી ગઈ હતી. જ્યાં માં એ બ્લેક કલરના જેકેટની સાથે ટ્રાઉઝર પહેર્યું હતું તો વળી રાશા બ્લેક ટી શર્ટ અને બ્લેક જીન્સમાં ખુબ જ કુલ લાગી રહી હતી. રાશા પોતાના આઉટફિટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી અને ત્યાં હાજર રહેલ તમામ લોકોએ રાશાને માં રવિનાથી વધારે સુંદર જણાવી હતી. અમને વિશ્વાસ છે કે આ તસ્વીરોને જોયા બાદ તમે પણ એવું જ કહેશો કે ખરેખર રાશા સુંદરતાનાં મામલામાં પોતાની માં ને કડી ટક્કર આપે છે.