પોતાનાથી ૧૩ વર્ષ નાના અક્ષય કુમાર પર આવી ગયું હતું આ અભિનેત્રીનું દિલ, રવિનાના લીધે તૂટી ગયો હતો સંબંધ

Posted by

બોલિવૂડમાં ઘણી સુંદર એક્ટ્રેસ આવી અને ગઈ પરંતુ રેખાની સુંદરતાનો મુકાબલો કોઈ કરી શક્યું નહી. ૬૫ વર્ષની ઉંમરમાં પણ રેખા કોઈપણ અભિનેત્રીને માત આપી શકે છે. જેમ જેમ રેખાની ઉંમર વધી રહી છે, તેમ તેમ તેમની સુંદરતામાં પણ વધારો થઇ રહ્યો છે. રેખા એક એવી અભિનેત્રી છે, જે સમય જતાં જતાં વધારે સુંદર થઈ રહી છે. રેખા પર ફિલ્માવવામાં આવેલું ગીત “ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ”, તેમના પર બિલકુલ ફિટ બેસે છે. તેમની સુંદરતાના નાનાથી લઈને મોટી ઉંમરના લોકો પણ દિવાના છે.

રેખાનો બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનનાં પ્રત્યે પ્રેમ તો જગજાહેર છે પરંતુ કહેવામાં આવે છે કે એક સમયે રેખાનું દિલ પોતાનાથી ૧૨ વર્ષ નાના એક્ટર અને આજના સુપરસ્ટાર કહેવાતા અક્ષય કુમાર પર આવી ગયું હતું. જોકે ફક્ત અક્ષય જ નહી રેખાનું નામ વિનોદ મહેરા, રાજ બબ્બર અને સંજય દત્ત જેવા અભિનેતાઓની સાથે પણ જોડાઇ ચુક્યુ છે. પરંતુ આજે અમે તમને અહીંયા રેખા અને અક્ષય કુમારની વિવાદિત પ્રેમ કહાનીના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કહેવામાં આવે છે કે જ્યારે રેખા અક્ષય કુમાર પર પોતાનું દિલ હારી બેઠી હતી ત્યારે અક્ષય કુમાર બોલીવુડ અભિનેત્રી રવિના ટંડનની સાથે સંબંધમાં હતાં. રેખા અને અક્ષયની વધતી નિકટતા જોઈને રવીના ટંડન ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. જણાવી દઈએ કે અક્ષય અને રેખાની ઉંમરની વચ્ચે ૧૩ વર્ષનું અંતર છે. રેખા અક્ષયથી ઉમરમાં ૧૩ વર્ષ મોટી હતી. તેમ છતાં પણ તે અક્ષય પર ફિદા થઇ ગઇ હતી.

વર્ષ ૧૯૯૬માં “ખિલાડીઓ કા ખિલાડી” ફિલ્મ આવી હતી અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ અક્ષય અને રેખાનો પ્રેમ પાંગર્યો હતો. આ ફિલ્મમાં અક્ષય અને રવિનાની સાથે રેખા પણ મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં રેખાએ “મેડમ માયા” નું પાત્ર ભજવ્યું હતું. તે દિવસોમાં રવિના અને અક્ષયની લવ સ્ટોરીની ચર્ચાઓ થતી હતી તેમ છતાં પણ અક્ષય રેખાની નજીક જતા પોતાને રોકી શક્યા નહી.

આ ફિલ્મમાં અક્ષયની સાથે રેખાના ઘણા ઇન્ટિમેન્ટ સીન હતાં, જેમણે રવીનાને ઇન સિક્યોર કરી દીધી હતી. મીડિયા રિપોર્ટસનું માનીએ તો તે દિવસોમાં રેખા અક્ષય કુમારના પ્રેમમાં તે હદ સુધી પાગલ હતી કે તે તેમની સાથે વધારેમાં વધારે સમય પસાર કરવા લાગી હતી. એટલું જ નહીં તે પોતાના ઘરેથી શુટિંગ સેટ પર અક્ષય માટે ભોજન પણ લઈ જતી હતી.

વળી રેખાને અક્ષય કુમારની નજીક આવતા જોઈને રવિના પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. કહેવામાં આવે છે કે અક્ષય કુમારનાં કારણે રેખા અને રવિનાની વચ્ચે કેટ-ફાઇટની શરૂઆત થઇ ગઇ હતી. રવિના એ તો અક્ષય કુમારને રેખાથી દૂર રહેવાની વોર્નિંગ પણ આપી દીધી હતી. અક્ષય અને રેખાની નિકટતાથી રવિના એટલી બધી ગુસ્સે થઈ ગઈ હતી કે તે મીડિયાની સામે રેખાનું ઘણું ખરાબ બોલી હતી.

એકવાર પોતાના ઈન્ટરવ્યુમાં રવિનાએ કહી દીધું હતું કે, અક્ષય રેખાની નજીક ગયા નથી પરંતુ ફક્ત ફિલ્મના કારણે જ તે તેમને સહન કરી રહ્યા છે. રવિનાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે અક્ષયને રેખામાં કોઈ રસ નથી. રવિના ના અનુસાર રેખા જ અક્ષયની પાછળ હાથ ધોઈને પડી છે. રવિનાએ કહ્યું હતું કે જ્યારે કોઈ એક્ટ્રેસને ખબર હોય છે કે અમે બંને સાથે છીએ તો તે અક્ષયની આટલી નજીક શા માટે આવી રહી છે ? હું તેમને હદમાં રહેવા માટે કહી શકું છું પરંતુ અક્ષય જાણે છે કે તેમને કઈ રીતે હેન્ડલ કરવાની છે.

જોકે બાકી અફેર્સની જેમ જ રેખાના આ સંબંધનો પણ ખૂબ જ જલ્દી અંત આવી ગયો. વળી થોડા સમય બાદ અક્ષય અને રવિના પણ એકબીજાથી અલગ થઈ ગયા પરંતુ તે દિવસોમાં અક્ષય કુમારની સાથે પોતાના અફેરને લઈને રેખા ખૂબ જ વિવાદોમાં રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *