પોતાનાથી મોટી ઉંમરની યુવતીઓ પર ફિદા થઇ રહ્યા છે યુવકો, જાણો શું છે તેનું કારણ

Posted by

આજકાલની યુવતીઓ પોતાનાથી ઉંમરમાં નાના યુવકોને બોયફ્રેન્ડ અને પતિ બનાવવાનું પસંદ કરે છે. આજના સમયમાં આ નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સામાન્ય યુવતીઓની જેમ જ બોલિવૂડ સેલિબ્રિટી પણ પોતાનાથી નાના યુવકોને બોયફ્રેન્ડ અને પતિ બનાવવાનું પસંદ કરે છે. એવું કહેવામાં આવે છે કે પ્રેમ ઉંમર જોઈને કરવામાં આવતો નથી. જો પ્રેમ સાચો હોય તો પછી ઉંમરનું અંતર અવરોધ બનતું નથી. આ વાતને બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ સાચી સાબિત કરી દીધી છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા ઉદાહરણ આજે આપણી સામે છે, જેમાં ઘણી એક્ટ્રેસના પોતાનાથી નાની ઉંમરના બોયફ્રેન્ડ કે પતિ છે. ચાલો જાણી લઈએ આખરે આ લિસ્ટમાં કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે.

અભિનેત્રીઓની લિસ્ટ જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે યુવકો ઉંમરમાં પોતાનાથી મોટી યુવતીઓ ફક્ત મેચ્યોરિટીના કારણે પસંદ કરે છે. કારણ કે ઉંમરમાં મોટી યુવતીઓ મેચ્યોર હોય છે અને પોતાની જવાબદારીઓ જાતે સંભાળી શકવામાં સક્ષમ હોય છે. આ જ કારણ છે કે યુવકો પોતાનાથી મોટી યુવતીઓ પસંદ કરે છે, તેથી યુવકોને આત્મનિર્ભર યુવતીઓ પસંદ હોય છે.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડની દેશી ગર્લ કહેવાતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમણે પોતાનાથી ૧૦ વર્ષ નાના નિક જોનાસ સાથે વર્ષ ૨૦૧૮માં લગ્ન કર્યા છે. આ કપલની વચ્ચે ઉંમરનું અંતર ભલે વધારે હોય પરંતુ તેમના પ્રેમમાં ઉમર ક્યારેય પણ અવરોધ બનેલ નથી. જણાવી દઈએ કે પ્રિયંકા હાલના દિવસોમાં પોતાના પતિ સાથે અમેરિકામાં જ રહે છે. તેમની લગ્ઝરી લાઇફ સ્ટાઇલ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

ગૌહર ખાન

ગૌહર ખાનએ પોતાનાથી ૧૨ વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે હાલમાં જ સગાઈ કરી છે અને લગ્નનું એલાન પણ કરી ચૂકી છે. ગૌહર ખાન પોતાના ફિયાન્સ સાથે ખૂબ જ જલ્દી લગ્નનાં બંધનમાં બંધાવા જઇ રહી છે. આમ તો ગૌહર પહેલી અભિનેત્રી નથી, જે પોતાનાથી નાની ઉંમરના યુવક સાથે સંબંધમાં હોય. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ હતી જેમણે આવું કર્યું છે.

નેહા કક્કડ

બોલિવૂડની મશહૂર સિંગર નેહા કક્કડ એ પણ હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ રોહનપ્રીત સિંહની સાથે લગ્ન કર્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બન્નેની વચ્ચે ઉંમરનું અંતર લગભગ ૭ વર્ષનું છે. જણાવી દઈએ કે ૨૪ ઓકટોબર ૨૦૨૦ના રોજ નેહાએ દિલ્હીના એક ગુરુદ્વારામાં રોહનપ્રીત સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા અને લગ્નની દરેક તસ્વીરો પણ ખૂબ જ વાયરલ થઈ હતી.

ભારતી સિંહ

મશહૂર કોમેડિયન ભારતી સિંહે પણ પોતાનાથી નાની ઉંમરના યુવકને પોતાનો પાર્ટનર બનાવ્યો છે. જણાવી દઈએ કે ભારતીએ હર્ષ લીમ્બાચીયા સાથે લગ્ન કર્યા છે, જે ઉંમરમાં ભારતીથી લગભગ ૭ વર્ષ નાના છે.

સોહા અલી ખાન

પટૌડી પરિવારની દિકરી સોહા અલી ખાને એક્ટર કુણાલ ખેમુ સાથે વર્ષ ૨૦૧૪માં એક અંગત કાર્યક્રમમાં લગ્ન કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે બન્નેની વચ્ચે ઉંમરનું અંતર ખૂબ જ વધારે છે. સોહા અલી ખાન પોતાના પતિ કુણાલ ખેમુથી લગભગ ૪ વર્ષ મોટી છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સોહાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈ ખાસ સફળતા મળી નહી, જો કે ફિલ્મ “રંગ દે બસંતી” માં તેમની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી.

બિપાશા બાસુ

બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ બિપાશા બાસુએ પોતાનાથી ૩ વર્ષ નાના અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે. કરણ અને બિપાશાની જોડીને પાવરફુલ કપલ પણ કહેવામાં આવે છે.

શ્વર્યા રાય બચ્ચન

બચ્ચન પરિવારની લાડલી વહુ ઐશ્વર્યા રાય પણ આ લિસ્ટમાં સામેલ છે. ઐશ્વર્યાએ પણ પોતાનાથી નાની ઉંમરના યુવકને પોતાનો જીવનસાથી બનાવ્યો છે. ઐશ્વર્યા અને અભિષેકની વચ્ચે ઉંમરનું અંતર પણ ૩ વર્ષનું છે. જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૭માં બંનેના લગ્ન થયા હતા અને હવે આ કપલને એક દિકરી આરાધ્યા પણ છે.

અમૃતા સિંહ

વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી અમૃતા સિંહ પોતાના એક્સ પતિ સૈફ અલી ખાન થી ખૂબ જ મોટી છે. બંનેની વચ્ચે ઉંમરનું અંતર ૧૪ વર્ષનું હતું. તેમના લગ્ન ૧૩ વર્ષ સુધી ચાલ્યા અને ૨૦૦૪માં બંનેના છૂટાછેડા થઈ ગયા, જોકે તેમના બે બાળકો પણ છે. જેમાં એક દિકરી સારા અને એક દિકરો ઈબ્રાહીમ છે.

સુસ્મિતા સેન

બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ ૪૪ વર્ષીય સુસ્મિતા સેન એ પણ અત્યાર સુધી લગ્ન કર્યા નથી. જોકે તેમનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ હજુ સુધી તેમને પોતાનો જીવનસાથી મળ્યો નથી. હાલના દિવસોમાં સુસ્મિતા પોતાનાથી ૧૨ વર્ષ નાના રોહમન શોલને ડેટ કરી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને ખૂબ જ જલ્દી લગ્ન પણ કરશે.

મલાઈકા અરોડા

સલમાન ખાનની એક્સ ભાભી મલાઈકા અરોડા પાછલા ઘણા સમયથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે બંનેની વચ્ચે ઉંમરનું અંતર લગભગ ૧૦ વર્ષથી પણ વધારે છે પરંતુ તેમની જબરદસ્ત કેમેસ્ટ્રી જોઈને તેમની ઉંમરનો તફાવત જાણી શકાતો નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ખૂબ જ જલ્દી બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *