પોતાના થી ઉમરમાં ૧૯ વર્ષ મોટી આ એક્ટ્રેસ સાથે ફ્લર્ટ કરતાં જોવા મળ્યા કપિલ શર્મા, કહ્યું, તમને જોતાં જ પ્રેમ થઈ જાય છે

Posted by

મશહૂર કોમેડિયન કપિલ શર્માનાં ટીવી શો “ધ કપિલ શર્મા શો” નાં એક એપિસોડમાં હિન્દી સિનેમાનાં બે દિગ્ગજ કલાકારોએ ભાગ લીધો હતો. મશહૂર એક્ટ્રેસ જયાપ્રદા અને દમદાર અભિનેતા રાજ બબ્બર રવિવારનાં રોજ કપિલ શર્માના શો પર પહોંચ્યા હતાં. તેમની સાથે અન્ય મહેમાનો પણ શો પર પહોંચ્યા હતાં. કપિલ શર્માના આ શો માં બધા જ કલાકારોએ મળીને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. આ એપિસોડ પ્રસારિત થયા પહેલા દર્શકો માટે સોની ટીવીના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘણા પ્રોમો વિડિયો પણ શેર કરવામાં આવ્યાં હતાં. જેમાં કપિલ શર્મા પોતાના મહેમાનોની સાથે ખૂબ જ હસી મજાક કરતા નજર આવ્યા હતાં.

સોની ટીવી પર કપિલ શર્માના શો નો આ એપિસોડ રવિવારના રોજ પ્રસારિત કરવામાં આવ્યો છે. તેમની સાથે જોડાયેલ એક ક્લિપને કપિલ શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. એપિસોડના પ્રસારણ પહેલા કપિલ શર્માએ આ મજેદાર વિડીયો શેર કર્યો હતો, જેમાં તે જયાપ્રદાની સાથે ફ્લર્ટ કરતા નજર આવ્યા હતાં.

કપિલ શર્મા આ વીડિયોમાં હંમેશાની જેમ જ પોતાના પરિચિત અંદાજમાં નજર આવી રહ્યા છે. તે જયાપ્રદાની સાથે ફ્લર્ટ કરવાનો કોઈ અવસર છોડતાં નજર આવ્યા નહી. કપિલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે જયાપ્રદાને કહી રહ્યા છે કે તમને જોતાની સાથે જ પ્રેમ થઈ જાય કોઈપણ વ્યક્તિને. હું આશ્ચર્ય પામું છું કે તમારી સામે લોકો ચૂંટણીમાં ઉભા કઈ રીતે થઈ જાય છે ? તેમના પર જયાપ્રદા શરમાઈ જાય છે અને કપિલને થેન્ક્યુ કહે છે.

કપિલ શર્મા આગળ જયાપ્રદાને કહે છે કે, જો હું ચૂંટણી લડું અને મારી સામે કોઈ સુંદર મહિલા ચૂંટણી લડવા માટે ઉભી રહે છે તો હું તેમના માટે પોતાની સીટ જ છોડી દઉં. હું તો તે ઉમેદવારને પણ મારો પોતાનો વોટ આપી દઈશ.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

વળી આ એપિસોડના પ્રસારણ પહેલા સોની ટીવીએ પણ અમુક પ્રોમો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતાં. એક વીડિયોમાં કપિલ જયાને કહી રહ્યા હતા કે તમે જ્યારે પહેલીવાર સંસદમાં ગયા હતાં તો એકવાર તો તમને જોઈને બધા જ સાંસદો ફરી ગયા હશે કે આય-હાય. તેમના પર અર્ચના પુરણ સિંહ કપિલને ટોકતા કહે છે કે બધા લોકો તારી જેવા નથી હોતા કપિલ. તેમના પર કપિલ કહે છે કે, હું તમને અંદરની વાત જણાવું કે બધા જ લોકો મારા જેવા જ હોય છે. કપિલની આ વાત પર તમામ લોકો હસવા લાગે છે.

તમને જણાવી દઇએ કે આ પહેલા કપિલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની દિકરીની સાથે એક વીડિયો શેર કર્યો હતો. કપિલ શર્મા પોતાની નાની દિકરીની સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યા હતાં. તેમણે પોતાની ૧ વર્ષની દિકરીની સાથે એક અંગ્રેજી ગીત પર ડાન્સ કર્યો હતો. અનાયરા પોતાના પાપાનાં ખોળામાં હતી અને કપિલ દિકરીની સાથે ડાન્સ એન્જોય કરી રહ્યા હતાં. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં વૃક્ષો લાઈટોથી ઘેરાયેલ નજર આવ્યા હતાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. તેમના ફેન્સએ તેમના પર ઘણા પ્રકારની કોમેન્ટ કરી હતી.

જણાવી દઈએ કે કપિલ શર્માએ ડિસેમ્બર ૨૦૧૮માં ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્નના એક વર્ષ બાદ જ બંને એક દિકરીના માતા-પિતા બની ગયા હતાં. સોશિયલ મીડિયા પર કપિલ શર્માની ફેન ફોલોઈંગ બોલિવૂડ સ્ટાર્સને પણ ટક્કર આપે છે. ઇન્સ્ટાગ્રામ પર કપિલ શર્માને લગભગ ૩ કરોડ લોકો ફોલ્લો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

હાલમાં જ કોમેડિયન કપિલ શર્માએ પોતાની માં નો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર તેમણે પોતાની માં ની તસ્વીર શેર કરીને તેમણે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *