બોલિવૂડમાં ઘણી એવી શાનદાર ફિલ્મો રહેલી છે જેમાં બે દિગ્ગજ અભિનેતાઓએ એકસાથે કામ કર્યું છે. બોલિવૂડમાં હંમેશાથી જ બે દિગ્ગજ કલાકારોને એકસાથે જોવાનો ટ્રેન્ડ રહ્યો છે અને જ્યારે પણ બે મોટા અભિનેતા એકસાથે ફિલ્મી પડદા પર આવે છે તો જાણે ફેન્સની દિવાળી આવી હોય. બે કલાકારોનું એકસાથે એક ફિલ્મમાં આવવું ફિલ્મની સફળતાની ગેરંટી પણ હોય છે. બોલિવૂડમાં અત્યાર સુધી શાનદાર ફિલ્મો આવી ચૂકી છે, જેમાં બે મોટા અભિનેતાઓ કે તેનાથી પણ વધારે અભિનેતાઓએ એકસાથ કામ કર્યું છે.
જોકે બોલિવૂડમાં પાછલાં ૩૦ વર્ષથી રાજ કરતા સુપરસ્ટાર અક્ષય કુમાર અને શાહરુખ ખાન ફેન્સને ક્યારેય પણ એકસાથે કોઈ ફિલ્મમાં નજર આવ્યા નથી અને તેમની પાછળનું કારણ ખૂબ જ દિલચસ્પ છે. અભિનેતા શાહરુખ ખાને એકવાર પોતાનાં સાક્ષાત્કારમાં પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો કે આખરે શા માટે તે અને અક્ષય કુમાર ક્યારેય એકસાથે એક ફિલ્મમાં મોટી ભૂમિકામાં નજર આવ્યા નથી.
અક્ષય કુમાર અને શાહરુખ ખાનને પ્રેમ કરવાવાળા કરોડો દર્શકોએ અત્યાર સુધી આ બંને દિગ્ગજોને એકસાથે કોઈ ફિલ્મમાં જોયા નથી. એકવાર શાહરૂખખાને પોતાના એક સાક્ષાત્કારમાં તેની પાછળના કારણનો ખુલાસો કર્યો હતો. અભિનેતા શાહરુખ ખાને એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે હું શું કહી શકું. હું તેમની જેમ વહેલો ઉઠી શકતો નથી. જ્યારે તેમનો જાગવાનો સમય થાય છે ત્યારે હું સુવા જાઉં છું. તેમનો દિવસ ખૂબ જ જલ્દી શરુ થઇ જાય છે. જ્યારે હું કામ શરુ કરું છું ત્યારે તે પેકઅપ કરીને ઘરે જવા નીકળી રહ્યા હોય છે. હું રાતના સમયે જાગવાવાળો માણસ છું. મારી જેમ અન્ય લોકોને રાતમાં કામ કરવાની આદત નથી.
હાલમાં જ પોતાના એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને અક્ષયની સાથે કામ ના કરી શકવાને લઈને આગળ જણાવ્યું કે, જો તે અને અક્ષય કોઈ ફિલ્મમાં એકસાથે કામ કરશે તો બંનેની ટાઈમિંગ મેચ થઈ શકશે નહી. કિંગખાને જણાવ્યું કે જો અમે બંને કોઈ ફિલ્મમાં એકસાથે કામ કરીશું તો તે એકબીજાને સેટ પર મળી જ નહી શકે. આ દરમિયાન અભિનેતાએ તેનું કારણ પણ જણાવ્યું. શાહરૂખ ખાને મોટું રહસ્ય ખોલતા કહ્યું કે, અમે બંને સેટ પર મળી જ નહીં શકીએ. હું ત્યાં આવીશ ત્યારે તે ત્યાંથી નીકળી રહ્યા હશે. હું અક્ષયની સાથે કામ કરવા માંગુ છું પરંતુ અમારી ટાઈમિંગ મેચ થઈ શકતી નથી. જણાવી દઈએ કે ખેલાડી કુમારને ઇન્ડસ્ટ્રીમાં સૌથી અનુશાસિત કલાકારનાં રૂપમાં જાણવામાં આવે છે. તે સવારે ૪ વાગ્યે ઉઠી જાય છે અને રાતે ૯ વાગ્યા સુધીમાં તે સૂઈ જાય છે. તેથી તે જલ્દી કામ કરવાનું પસંદ કરે છે.
અભિનેતા શાહરૂખ ખાનને બોલિવૂડમાં ૨૮ વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે વળી સુપરસ્ટાર અક્ષય કુમાર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ૩૦ વર્ષથી રાજ કરે છે. જોકે તેમ છતાં પણ અક્ષય કુમાર અને શાહરૂખ ખાને કોઈ ફિલ્મમાં લીડ એક્ટરના રૂપમાં એકસાથે કામ કર્યું નથી પરંતુ બંને એકબીજાની ફિલ્મમાં જરૂર જોવા મળે છે તે પણ કેમીઓના માધ્યમથી. અભિનેતા શાહરુખ ખાન દ્વારા અક્ષય કુમારની એક ફિલ્મ “બેબી” ના ગીત માટે કેમિયો કરવામાં આવ્યો હતો જ્યારે બોલિવુડના ખેલાડી એટલે કે અક્ષય કુમારે શાહરૂખ ખાનની શાનદાર ફિલ્મ “દિલ તો પાગલ હૈ” માં કેમિયોની ભૂમિકા અદા કરી હતી.