પોતાની મેનેજર પર ફિદા થઇ ગયો હતો મુંબઈ ઈંડિયન્સનો આ બેટ્સમેન, ફિલ્મી સ્ટાઈલમાં કર્યું હતું પ્રપોઝ

દુનિયાનાં સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ અને હિટમેનના નામથી ફેમસ રોહિત શર્મા હાલના દિવસોમાં આઈપીએલની ૧૩ મી સિઝનમાં પોતાના બેટથી કમાલ બતાવી રહ્યા છે. જોકે રોહિત પોતાની રમતને લઈને તો હંમેશા જ ચર્ચામાં રહે છે પરંતુ હાલના દિવસોમાં હિટમેન પોતાના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં બનેલ છે. તો ચાલો જાણી લઈએ આખરે શું છે તેની પાછળનું કારણ.

હકીકતમાં રોહિત શર્મા અને તેમના મેનેજરની લવ સ્ટોરી હાલના દિવસોમાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. એક સમય હતો જ્યારે હિટમેને પોતાની મેનેજરને ઘુટણ પર બેસીને બોલીવુડ સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું. જણાવી દઈએ કે લગભગ ૨૦ વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર રોહિત શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. રોહિત આજે દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેન છે. તે પોતાની સારી એવી બેટિંગની સાથે સાથે તેમણે પોતાની કેપ્ટનશીપમાં પણ મુંબઈ ઈન્ડિયન્સને ચાર વાર IPL નો ખિતાબ અપાવી ચૂક્યા છે. જો કે ૧૩મી સિઝનની પહેલી મેચ મુંબઇ ઇન્ડિયન્સ હારી ગઇ હતી.

જાણો કોણ હતી રોહિતની મેનેજર

તમને જણાવી દઈએ કે રોહિત શર્માની મેનેજર કોઈ બીજી નહીં પરંતુ રિતિકા સજદેહ જ હતી. રિતિકા પહેલા રોહિતની મેનેજર હતી અને હવે તેમની પત્ની છે. બન્નેની લવસ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. જણાવી દઈએ કે રોહિત અને રિતિકાની મુલાકાત વ્યવસાયિક રીતે થઈ હતી. પહેલા તે રોહિતની ક્રિકેટ મેનેજર તરીકે કામ કરતી હતી, આ દરમિયાન બંનેની દોસ્તી થઈ ગઈ અને આ દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ. બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ વધવા લાગ્યો અને એ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

રોહિતે ફિલ્મી સ્ટાઇલમાં કર્યું હતું પ્રપોઝ

જેમ કે અમે જણાવ્યું કે બન્નેની લવસ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. તેથી એક દિવસ રોહિતે મુંબઈના બોરીવલી સ્પોર્ટ્સ ક્લબમાં પોતાના ઘુંટણ પર બેસીને અને હાથમાં એક વીંટી લઈને રિતિકાને પ્રપોઝ કર્યું હતું.

રોહિતની આ રોમેન્ટિક સ્ટાઇલને જોઈને રિતિકા ખુબ જ ખુશ થઇ ગઇ હતી અને તેમણે તરત જ રોહિતના પ્રપોઝલને સ્વીકાર કરી લીધું હતું.

ત્યારબાદ બંનેએ ૧૩ ડિસેમ્બર ૨૦૧૫નાં રોજ લગ્ન કરી લીધા. આ લગ્નમાં ક્રિકેટથી લઈને બોલીવુડ સુધીની તમામ હસ્તીઓ સામેલ થઈ હતી. આ લગ્નના ૩ વર્ષ બાદ રિતિકાએ પુત્રી સમાયરાને જન્મ આપ્યો.

જણાવી દઈએ કે આઈપીએલની ૧૩મી સિઝન શરૂ થતાં પહેલાં રોહિત પોતાની ફેમિલી સાથે દુબઈના બીચ પર ટાઈમ પસાર કરતા નજર આવ્યા હતાં, તે દરમિયાન ઘણા બધા ફોટા રોહિતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ફેન્સ સાથે શેર કર્યા હતા જેના પર તેમના પ્રશંસકોએ ખૂબ જ લાઈક અને કોમેન્ટ પણ કરી હતી.