પોતાની પહેલી ફિલ્મમાં જ ૧૦૦ કરોડની કમાણી કરાવનાર આ અભિનેત્રીએ છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જાણો કારણ

સાઉથ ફિલ્મ અને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો પરિચય આપી ચૂકેલી એક્ટ્રેસ અસિન આજે પોતાનો ૩૫મો જન્મદિવસ મનાવી રહી છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે અસિનનું પૂરું નામ અસિન થોટુંમ્મકલ છે. તેમણે બોલિવૂડમાં આમીરખાનની સાથે “ગજની” ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેમની આ ફિલ્મ બોલિવુડની ૧૦૦ કરોડ ક્લબની પહેલી ફિલ્મ હતી.

આમિર ખાન સિવાય તે સલમાન ખાનની સાથે પણ બે હિટ ફિલ્મો આપી ચૂકી છે. તેમણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૧માં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તે “ગજની” ની દક્ષિણ ભારતીય વર્ઝનની અભિનેત્રી હતી તેવામાં જ્યારે ૨૦૦૮માં બોલિવૂડમાં તેમની રિમેક બનાવવામાં આવી તો અસિનને જ આમિર ખાનની સાથે લીડ એક્ટ્રેસમાં લેવામાં આવી. આ ફિલ્મ બોલિવુડમાં સુપર ડુપર હિટ રહી.

ગજની પછી અસિન ૨૦૦૯ માં “લંડન ડ્રીમ્ઝ” માં જોવા મળી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ બતાવી શકી નહિ. આ ફિલ્મમાં ૧૦ વર્ષ પછી સલમાન અને અજય દેવગન એકસાથે કામ કરી રહ્યાં હતાં. આ ફિલ્મમાં સલમાનને અસિનનો અભિનય ખૂબ જ સારો લાગ્યો, જેનાં લીધે તેમણે તેમને પોતાની ત્યારબાદની ફિલ્મ “રેડી” માં લઇ લીધી.

૨૦૧૧માં અસિને સલમાન ખાનની સાથે “રેડી” ફિલ્મ કરી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી અને તેમણે ૧૦૦ કરોડથી વધારેની કમાણી કરી. તેવામાં તે અસિનની બીજી ૧૦૦ કરોડનાં કલબ વાળી ફિલ્મ બની ગઈ. આ ચીજે ફિલ્મ નિર્માતાઓનું ધ્યાન ખેંચ્યું અને તે તેમને પોતાની ફિલ્મમાં લેવા માટે સામે આવવા લાગ્યાં.

અસિનને એકસાથે ઘણી ફિલ્મોની ઓફર મળી રહી હતી પરંતુ તે તેમને લઈને ગંભીર થઈ ગઈ. રેડી પછી તે ૨૦૧૨માં અક્ષય કુમાર સાથે હાઉસફુલ-૨માં જોવા મળી હતી. તેના સિવાય તે જ વર્ષે તેમણે બોલ બચ્ચન અને ખિલાડી-૭૮૬ જેવી ફિલ્મો પણ કરી. અસિનની આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી, જો કે પોતાનાં કરિયરની ટોચ પર હોવા છતાં પણ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી.

હકીકતમાં અસિને વર્ષ ૨૦૧૬માં માઇક્રોમેક્સનાં સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન પછી તેમણે ના કોઈ બોલીવુડ ફિલ્મ સાઈન કરી કે ના કોઈ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું. તે છેલ્લે નિર્દેશક ઉમેશ શુક્લાની ફિલ્મ “ઓલ ઈઝ વેલ” માં નજર આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર અસફળ રહી હતી. હાલના દિવસોમાં અસિન પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહી છે. જોકે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.