પોતાની પહેલી જ ફિલ્મમાં આ અભિનેત્રીએ પાર કરી દીધી હતી તમામ હદ, આપ્યા હતા ૨૧ કિસિંગ સીન, જુઓ તેમની સુંદર તસ્વીરો

Posted by

બોલિવૂડનાં કોઈ નાના સિતારાઓ હોય કે મોટા, કોઈ જૂના હોય કે કોઈ નવા. હંમેશા તે દર્શકો અને દર્શકો તેમની આસપાસ ફરતા રહે છે. બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસ રહી ચૂકી છે કે જેમણે પોતાની સુંદરતાથી લાખો દિલોમાં રહી ચૂકી છે. એવી જ એક એક્ટ્રેસ છે મલ્લિકા શેરાવત. ફિલ્મોમાં આવતા પહેલા જ તે યુવાનોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ હતી.

મલ્લિકાના કિસિંગ સીન અને તેમની સુંદર અદાઓની ચર્ચા આજે પણ ઇન્ડસ્ટ્રીમાં થતી રહે છે. આજે આ લેખમાં અમે તમને મલ્લિકા શેરાવત સાથે જોડાયેલી અમુક એવી બાબતોના વિશે જણાવીશું કે જેના વિશે તમે ક્યારેય પહેલા સાંભળ્યું નહીં હોય. તો ચાલો જાણી લઈએ મલ્લિકા શેરાવતના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ બાબતોના વિશે.

મલ્લિકાનો જન્મ ૨૪ ઓક્ટોબર ૧૯૭૬નાં રોજ હરિયાણાના રોહતકમાં થયો હતો. આજ થી ૧૭ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૩માં મલ્લિકાએ હિન્દી સિનેમા જગતમાં પગલાં પાડ્યા હતા. તે પહેલીવાર વર્ષ ૨૦૦૩માં ફિલ્મ “ખ્વાઈશ” માં જોવા મળી હતી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પોતાની પહેલી જ બોલિવૂડ ફિલ્મમાં તેમણે ૨૧ કિસિંગ સીન આપ્યા હતા અને બોલિવૂડમાં ખૂબ જ ધમાકેદાર શરૂઆત કરી હતી.

ઘણા ઓછા લોકો તેના વિશે જાણતા હશે કે બોલીવુડમાં આવતા પહેલા જ તે લગ્ન પણ કરી ચૂકી હતી અને તેમના છૂટાછેડા પણ થઇ ગયા હતા. જાણકારીના અનુસાર કોલેજનો અભ્યાસ પૂરો થયા બાદ મલ્લિકાએ એરહોસ્ટેસના રૂપમાં કામ કર્યું હતું. તે દરમિયાન તેમની કરણ સિંહ ગિલ સાથે મુલાકાત થઈ હતી અને બન્નેની વચ્ચે નિકટતા વધવા લાગી.

બંનેએ વર્ષ ૨૦૦૦માં એક મોટું પગલું ભર્યું અને લગ્ન કરી લીધા. જોકે ખૂબ જ જલ્દી આ સંબંધમાં તિરાડ પણ પડી ગઇ. ૨૦૦૧માં જ કરણ સિંહ ગિલ અને મલ્લિકા શેરાવતે છૂટાછેડા લઇ લીધા. પરંતુ સાર્વજનિક રૂપથી એક્ટ્રેસ મલ્લિકાએ ક્યારેય પણ તે વાતને સ્વીકારી નહી. તે આ પ્રકારના સવાલોથી પણ હંમેશા બચતી નજર આવી હતી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મલ્લિકાને રીમા લાંબા નાં નામથી જાણવામાં આવતી હતી. ફિલ્મમાં એન્ટ્રીની સાથે તે રીમા લાંબા માંથી મલ્લિકા શેરાવત થઈ ગઈ. મલ્લિકા ફક્ત બોલીવુડ ફિલ્મો સુધી જ સીમિત રહી નહી પરંતુ તે હોલિવૂડમાં પણ પોતાની અદાકારીનો જલવો બતાવવામાં સફળ રહી, સાથે જ તેમણે ઈન્ટરનેશનલ સુપરસ્ટાર જેકી ચૈનની સાથે પણ કામ કર્યું છે.

મલ્લિકાને બોલિવૂડમાં સાચી ઓળખ ફિલ્મ “મર્ડર” થી મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા ઈમરાન હાશ્મીએ કામ કર્યું હતું. બંનેની કેમેસ્ટ્રીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મની સાથે જ તેમના ગીતો પણ ખૂબ જ હિટ રહ્યા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં કિસ કિસ કી કિસ્મત, મર્ડર, પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ, શાદી સે પહેલે, વેલકમ, હીસ્સ, ડબલ ધમાલ અને બિન બુલાયે બારાતી સહિત બીજી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો પરિચય આપી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *