હિન્દી સિનેમામાં આજના સમયમાં સુપરસ્ટાર અક્ષય કુમારને ફિટ અને હિટ અભિનેતાઓમાં ગણતરી કરવામાં આવે છે. પાછલા લગભગ ૩૦ વર્ષોથી અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. તે દરેક કિરદારમાં દર્શકોનું મનોરંજન કરતા નજર આવે છે. આજે ૫૩ વર્ષની ઉંમરમાં પણ અક્ષય કુમાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સતત સક્રિય છે. અક્ષય કુમાર કમાણીના મામલામાં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક કલાકારને પાછળ છોડી દે છે. તે દર વર્ષે આરામથી ૩ થી ૪ ફિલ્મો જરૂર કરે છે. તે કહે છે કે આ બધું જ તેમના અનુસાશીત જીવનશૈલીનાં કારણે જ થઈ શકે છે. અક્ષય કુમારને તેમના શ્રેષ્ઠ કામના કારણે ખૂબ જ સારી ફી પણ મળે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમુક જ કલાકારો એવા છે, જેમને અક્ષય જેટલી ફી મળે છે પરંતુ અક્ષય કુમારે હવે પોતાની વધતી માંગને જોતા પોતાની ફિ માં ધરખમ વધારો કર્યો છે.
આ વર્ષે કોરોનાનાં લીધે અક્ષય કુમારની એક જ ફિલ્મ રિલીઝ થઈ શકી હતી અને તે પણ OTT પ્લેટફોર્મ પર રીલીઝ થઈ હતી. આ વર્ષે દિવાળીના અવસર પર તેમની ફિલ્મ લક્ષ્મી આવી હતી, જેમણે સારી એવી કમાણી પણ કરી હતી. વળી ૨૦૨૧ અને ૨૦૨૨માં પણ અક્ષય કુમારનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. તેમની પાસે ઘણી બહુપ્રતિષ્ઠિત ફિલ્મો છે.
અક્ષય કુમારે વર્ષ ૨૦૨૨ માટે એક મોટું પગલું ભર્યું છે. તેમણે પોતાની વધતી માંગને જોતા પોતાની ફી માં ઘણા હદ સુધી વધારો કર્યો છે. જણાવી દઈએ કે અક્ષય કુમાર એક એવા અભિનેતા છે તે જે ફિલ્મમાં હોય છે તે ફિલ્મને સફળતાની ગેરંટી માનવામાં આવે છે. દરેક નિર્માતા પોતાની ફિલ્મમાં અક્ષય કુમારને લેવા માંગે છે અને અક્ષય પણ સમય હોવા પર અને સ્ક્રિપ્ટ સમજમાં આવવા પર ફિલ્મ માટે હા કરી દે છે. પરંતુ તેમણે હવે ભારે ભરખમ ફી લેવાનું એલાન કર્યું છે.
પ્રાપ્ત મીડિયા રિપોર્ટના અનુસાર અક્ષય કુમાર પોતાની ફી વધારતા જઈ રહ્યા છે. જાણકારોના અનુસાર પહેલા તેમણે પોતાની ફી ૯૯ કરોડથી વધારીને ૧૦૮ કરોડ રૂપિયા કરી હતી. ત્યારબાદ તે તેને ૧૧૭ કરોડ રૂપિયા સુધી લઈ ગયા હતા. વળી હવે તેમણે ૨૦૨૨માં આવનારી પોતાની દરેક ફિલ્મો માટે ૧૩૫ કરોડ રૂપિયા સુધી ફી લેવાનું એલાન કર્યું છે.
સૂત્રોનું માનીએ તો અભિનેતા અક્ષય કુમારની એક ફિલ્મની પ્રોડક્શન કોસ્ટ તેમની ફી ને મેળવીને ૧૯૦ કરોડ રૂપિયા પડે છે. વળી તેમાં સેટેલાઈટ, ડિજિટલ, મ્યુઝિક રાઇટ્સ અને થિયેટર્સ વગેરેથી ફિલ્મ લગભગ ૨૦૦ કરોડ રૂપિયા કમાઈ લે છે. આ સ્થિતિમાં પ્રોડ્યુસર માટે નુકસાનના ચાન્સ ખૂબ જ ઓછા રહે છે કારણ કે અક્ષયની લગભગ દરેક ફિલ્મ બોક્સ ઓફીસ પર સારી એવી કમાણી કરે છે અને હિટ પણ રહે છે.
જણાવી દઈએ કે અક્ષય કુમાર આટલી ભારે ભરકમ ફી લેવાની સાથે જ દુનિયાના સૌથી વધારે કમાણી કરનાર અભિનેતાઓની સૂચિમાં સામેલ રહે છે. હાલમાં જ જ્યારે Forbes Highest Paid Actors 2020 લીસ્ટ સામે આવ્યું હતું તો આ લિસ્ટમાં તે સ્થાન મેળવવા વાળા એકમાત્ર ભારતીય અભિનેતા હતાં. વર્ષમાં ૩ થી ૪ ફિલ્મો કરવા વાળા અક્ષય કુમાર ફિલ્મોની સાથે જ વિજ્ઞાપનોમાંથી પણ તગડી કમાણી કરી લે છે.
ફિલ્મોની લાગી છે લાઈન
અક્ષય કુમાર એક એવા અભિનેતા છે, જેમની પાસે ક્યારેય પણ ફિલ્મોની કમી રહેતી નથી. લોકડાઉન ખતમ થતાં જ તે પોતાના કામ પર નીકળી ચૂક્યા હતાં. આ વર્ષે અક્ષયની ફિલ્મ “લક્ષ્મી” રિલીઝ થતાં પહેલાં માર્ચમાં ફિલ્મ “સૂર્યવંશી” નું ટ્રેલર આવી ગયું હતું. ફિલ્મ પણ ખૂબ જ જલદી રિલીઝ થનાર હતી પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનનાં લીધે ફિલ્મ રિલીઝ થઈ શકી નહી.
આ ફિલ્મમાં અક્ષય પોલીસ ઓફિસરના રોલમાં નજર આવશે. હવે આ ફિલ્મ ૨૦૨૧ માં રિલીઝ થશે. વળી તે ફિલ્મ “બેલબોટમ” નું શૂટિંગ પૂરું કરી ચૂક્યા છે જ્યારે હાલના દિવસોમાં અક્ષય ફિલ્મ “અતરંગી-રે” નું શૂટિંગ કરી રહ્યા છે. તેના સિવાય તે પૃથ્વીરાજ, રામસેતુ, મિશન લોયન, રક્ષાબંધન જેવી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળશે.