પ્રભાસની ફિલ્મ “આદિપુરુષ” ની રિલીઝ ડેટની થઈ જાહેરાત, જાણો કોણ બનશે શ્રીરામ અને કોણ હશે રાવણ

ફિલ્મ “બાહુબલી” થી દુનિયાભરમાં ખાસ ઓળખ મેળવનાર દમદાર અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મની રીલિઝ ડેટ નક્કી થઈ ગઈ છે. તેમની આગામી ફિલ્મનું નામ છે “આદિપુરુષ” જે વર્ષ ૨૦૨૨માં ૧૧ ઓગસ્ટના રોજ રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં પ્રભાસ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનું પાત્ર ભજવશે તો વળી બોલિવૂડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન લંકા પતિ રાવણનાં પાત્રમાં નજર આવશે.

જણાવી દઈએ કે આ ફિલ્મની ઘોષણા બાદથી જ દર્શકો તેમની રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હજુ ફિલ્મ પર ખૂબ જ કામ કરવાનું બાકી છે અને ફિલ્મની રિલીઝમાં ખૂબ જ લાંબો સમય છે, જોકે રિલીઝ ડેટનું એલાન થવાથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જણાવવામાં આવે છે કે તે એક બિગ બજેટ ફિલ્મ હશે. સુપરસ્ટાર અજય દેવગન દ્વારા અભિનીત સુપરહિટ ફિલ્મ “તાનાજી-ધ અનસંગ વોરિયર” બનાવનાર ઓમ રાઉત આ ફિલ્મના નિર્દેશક છે.

“આદિપુરુષ” ના નિર્દેશક ઓમ રાઉતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમ દ્વારા આ મોટી ઘોષણા કરી છે. ઘોષણા કરતા ઓમ રાઉતે ટ્વિટર પર ટ્વિટ કરતાં જણાવ્યું છે કે ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ “આદિપુરુષ” સિનેમાઘરમાં રિલીઝ કરવામાં આવશે. ઓમ રાઉતની આ પોસ્ટ પર ફેન્સ ઘણા પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે અને ફેન્સની વચ્ચે ફિલ્મને લઈને ઉતાવળ જોવા મળી રહી છે.

ઓમ રાઉતની સાથે ફિલ્મમાં લીડ રોલ ભજવનાર અભિનેતા પ્રભાસએ પણ આ જાણકારીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી શેર કરી છે. અભિનેતા પ્રભાસએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, “આદિ પુરુષ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨નાં રોજ રીલિઝ થશે”.

ઓગસ્ટથી જ ગરમ હતું ચર્ચાઓનું બજાર


આ ફિલ્મને લઈને ફિલ્મી ગલીઓમાં ઓગસ્ટ મહિનાથી જ ચર્ચા ચાલી રહી હતી. દર્શકો આ ફિલ્મના વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા. તેવામાં હવે નિર્દેશક ઓમ રાઉત અને અભિનેતા પ્રભાસએ દર્શકોની આતુરતાનો અંત કરી દીધો છે. જોકે રિલીઝમાં હજુ પણ ઘણો સમય બાકી છે. ખબરો મળી હતી કે ફિલ્મમાં પ્રભાસ અને સૈફ જેવા દમદાર કલાકારોની સાથે જ દર્શકોને સુપરસ્ટાર અજય દેવગણ પણ જોવા મળી શકે છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર જ્યાં પ્રભાસ ભગવાન શ્રીરામ અને સૈફ અલી ખાન રાવણ જેવા મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે તો વળી અજય દેવગનને લઈને એવું કહેવામાં આવે છે કે તે ભગવાન શિવજીના રોલમાં નજર આવી શકે છે. આ ત્રણેય મોટા કલાકારોને એકસાથે ફિલ્મમાં જોવા માટે દર્શકો ઉત્સાહિત હતાં પરંતુ બાદમાં આ પ્રકારની ચર્ચાઓ બંધ થઈ ગઈ હતી. હવે એ જોવું દિલચસ્પ રહેશે કે આ ફિલ્મમાં અજય દેવગનનો કોઈ કેમિયો હશે કે પછી કોઈ અન્ય આ રોલ કરશે.

ભગવાન શ્રીરામ અને રાવણના પાત્રના પસંદગી બાદ હવે ફેન્સ તે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે કે ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ શું હશે. એક્ટ્રેસની વાત કરવામાં આવે તો લોકોમાં તે જાણવાની દિલચસ્પી છે કે ફિલ્મ પ્રભાસની ઓપોઝિટ કઈ એક્ટ્રેસ કામ કરશે. એટલે કે ફિલ્મ “આદિપુરુષ” માં માતા સીતાનું પાત્ર કઈ એક્ટ્રેસ નિભાવશે. સાથે જ ભગવાન શ્રીરામના અનુજ એટલે કે લક્ષ્મણનાં રોલમાં કોણ હશે, તે પણ ફેન્સ જાણવા માંગે છે.

ઓમી દાદાની સાથે કામ કરવા માટે રોમાંચિત : સૈફ અલી ખાન

જ્યારે ફિલ્મ મેકર્સે સૈફ અલી ખાનને ફિલ્મનો ભાગ બનવાની ઓફર કરી હતી તો ત્યારબાદ અભિનેતા સૈફ અલી ખાને કહ્યું હતું કે ઓમી દાદાની સાથે ફરીથી કામ કરવાના વિચારથી જ હું ખુબ જ રોમાંચિત છું. તેમનું તકનિકી જ્ઞાન અને તેમનો વિશાળ દ્રષ્ટિકોણ તેમના સિનેમાને સુંદર બનાવે છે. ફિલ્મ “તાનાજી” ની કહાનીને તેમણે એક અલગ જ સ્તર પર પહોંચાડી દીધી હતી. હવે હું પ્રભાસની સાથે પડદા પર કામ કરવા માટેની તૈયારી શરૂ કરી રહ્યો છું.

થ્રી-ડી માં તૈયાર થઈ રહી છે ફિલ્મ, બીજી ઘણી ભાષાઓમાં થશે રીલીઝ

ફિલ્મ મેકર્સ આ ફિલ્મને થ્રી-ડીમાં રિલિઝ કરશે અને તેને દેશ-વિદેશમાં પણ રિલીઝ કરવામાં આવશે. જાણકારી મળે છે કે આ ફિલ્મને હિન્દીની સાથે જ તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. જ્યારે વિદેશોમાં રિલીઝ કરવા માટે ફિલ્મને અંગ્રેજીની સાથે જ બીજી અન્ય ઘણી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી શકે છે. ફિલ્મની મોટી સ્ટાર કાસ્ટ અને ભવ્યતાને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મ બની શકે છે. હજુ સુધી ફિલ્મના બજેટને લઈને કોઈ જાણકારી સામે આવી નથી.