પ્રાણીઓની “પોટ્ટી” માંથી બનાવવામાં આવે છે દુનિયાની સૌથી મોંઘી કોફી, કિંમત જાણીને વિશ્વાસ નહી આવે

દુનિયાભરમાં કોફી ખૂબ જ પ્રસિદ્ધ છે અને લોકો ખુશ થઈને કોફીનું સેવન પણ કરે છે. ઘણા લોકોની સવારની શરૂઆત તો એક કપ કોફીથી જ થતી હોય છે. દુનિયાભરમાં કોફીની ખૂબ જ માંગ છે અને દર વર્ષે ૧ ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ કોફી ડે પણ મનાવવામાં આવે છે. હકીકતમાં કોફી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી માનવામાં આવે છે અને કોફી પીવાથી ઘણા પ્રકારના લાભ શરીરને થાય છે. આજે અમે તમને દુનિયાની ખૂબ જ સારી કોફીના વિશે જાણકારી આપીશું. જેને વિશ્વની સૌથી મોંઘી કોફીમાં ગણતરી કરવામાં આવે છે અને તેની કિંમત જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

કોપી લુવાક કોફી

આ કોફી દુનિયાની મોંઘી કોફીના લિસ્ટમાં પહેલા સ્થાન પર છે. આ કોફીને સિવિટ નામના બિલાડીના છાણમાંથી પ્રાપ્ત થાય છે. હકીકતમાં સિવિટ બિલાડીને સૌથી પહેલા કોફીના બીન્સ ખવડાવવામાં આવે છે. જેને ખાઈને તે પોટી કરે છે અને તે પોટીને જમા કરી લેવામાં આવે છે.

ત્યારબાદ આ પોટીને સાફ કરીને આ કોફી બનાવવામાં આવે છે. કોપી લુવાક કોફી જાવા, બાલી અને સુલાવેસીમાં વધારે બનાવવામાં આવે છે. વળી વાત કરવામાં આવે આ કોફીની કિંમતની તો એક પાઉન્ડ કોફી ૭૦૦૦ રૂપિયાથી લઈને ૪૪૧૫૭ રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે.

બ્લેક આઈવરી કોફી

આ કોફીને હાથીના ગોબરમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. હાથીઓને કોફી બીન્સ ખવડાવવામાં આવે છે અને જ્યારે તે ગોબર કરે છે તો તેને જમા કરીને તેમાંથી કોફીને કાઢવામાં આવે છે. આ કોફી ખૂબ જ ફેમસ છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ અલગ હોય છે. બ્લેક આઇવરી કોફી અરેબિકા કોફી બીન્સમાંથી બનાવવામાં આવે છે. અરેબિકા કોફી બિન્સને હાથીઓને ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ તે કોફી બનીને તૈયાર થઇ જાય છે. આ કોફીની કિંમત પ્રતિ કિલો ૬૭૦૦૦ રૂપિયાની છે.

ઇલી નેટો

વિશ્વની સૌથી શ્રેષ્ઠ કોફીમાં ઈલી નેટોનું પણ નામ સામેલ છે. આ કોફી ગ્વાટેમાલાનાં હ્યુહુતેનંગો ક્ષેત્ર વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. તેનો સ્વાદ એકદમ અલગ હોય છે અને એક પાઉન્ડ ઈલી નેટોની કિંમત ૩૬૮૦.૫૦ રૂપિયાથી શરૂ થાય છે.

એસ્મેરાલડા સ્પેશિયલ

એસ્મેરાલડા સ્પેશિયલ કોફી પશ્ચિમી પનામા માં બારું પર્વત પર હૈસિએંડા લા એસ્મેરાલડામાં ઉગાડવામાં આવે છે અને આ કોફી ખરીદવા માટે તમારે ૨૫,૭૫૯.૧૨ રૂપિયા ચૂકવવા પડશે.