પ્રેગ્નન્સી બાદ આ અભિનેત્રીને ઓળખવી પણ થઇ ગઇ હતી મુશ્કેલ, ૧૦૨ કિલોનો વજન લઈને આ રીતે ફરતી હતી

બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જે ક્યારે આવીને જતી રહે છે તેના વિશે કોઈને પણ જાણ થતી નથી. ફિલ્મ “રેસ” ફેમ સમીરા રેડ્ડી પણ એક એવી જ એક્ટ્રેસ છે. ૧૪ ડિસેમ્બર ૧૯૮૦નાં રોજ રાજમુદરી આંધ્રપ્રદેશમાં જન્મેલી સમીરા આજે ૪૦ વર્ષની થઇ ચૂકી છે. તેમણે બોલિવૂડમાં ફિલ્મ “મૈને દિલ તુજકો દિયા” ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. છેલ્લી વાર તે કન્નડ ફિલ્મ “વરદનાયકા” (૨૦૧૩) માં જોવા મળી હતી.

બોલિવૂડમાં સમીરાનું કરિયર કોઈ ખાસ ચાલી શક્યું નહિ. તેવામાં વર્ષ ૨૦૧૪માં તેમણે બિઝનેસમેન અક્ષય વર્ડે સાથે લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને બે બાળકો પણ છે. વર્તમાન સમયમાં તે એક હાઉસવાઈફ બનીને રહી ચૂકી છે. લગ્ન પહેલા સમીરાનું નામ ક્રિકેટર ઇશાંત શર્મા સાથે પણ જોડાઇ ચુક્યુ હતું.

૨૫ મે ૨૦૧૫નાં રોજ સમીરાએ એક દિકરાને જન્મ આપ્યો હતો. તે દરમિયાન સમીરાનું વજન ૧૦૨ કિલો પર પહોંચી ગયું હતું. એક સમયે સુંદર સૈમનાં નામથી જાણીતી થયેલી સમીરાને લોકો જાડી કહીને ટ્રોલ કરવા લાગ્યા હતા. સમીરા એ આ વિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “પ્રેગ્નન્સી દરમિયાન મારું વજન ૩૨ કિલો વધી ગયું હતું, હું પોતાને પણ ઓળખી શકતી ના હતી, જ્યારે ઘરની બહાર નીકળતી હતી તો લોકો પૂછતા હતા કે, “શું આ સમીરા રેડ્ડી જ છે”?, તેમના આ ટોણા સાંભળીને હું ખૂબ જ દુઃખી થતી હતી”.

પોતાના વધતા વજન અને લોકોની ટ્રોલિગનાં વિશે સમીરા જણાવે છે કે, દરેક વ્યક્તિ કરીના કપૂર બની શકતી નથી, જે ગર્ભાવસ્થા દરમિયાન પોતાનું વજન જલ્દી ઓછું કરી શકે. સમીરા જણાવે છે કે તેમને પ્રેગ્નન્સીમાં Alopecia Areata નામની બીમારી થઈ ગઈ હતી. જેના લીધે તેમના વાળમાં પૈચેજ થઈ ગયું હતું પરંતુ દિકરાના જન્મનાં ૬ મહિના બાદ તે દૂર થઈ ગયું હતું.

તેના સિવાય પ્રેગ્નન્સી બાદ તેમને પ્લેસેન્ટા પ્રેવિયા પણ થઈ ગયું હતું. જેના લીધે તે પાંચ મહિના સુધી બેડરેસ્ટ પર રહી હતી. વજન વધવાના કારણે તે માનસિક રૂપથી પણ પરેશાન થવા લાગી હતી. તેવામાં તેમણે મેન્ટલ થેરાપીની પણ મદદ લીધી હતી. ફિટ રહેવા માટે સમીરા સ્વિમિંગને નેચરલ વર્કઆઉટ માને છે. તે દરરોજ દિવસમાં ૧ કલાક સ્વિમીંગ કરે છે. આ તેમની ફીટનેસનું રહસ્ય પણ છે.

તેમનું કહેવું છે કે સ્વિમિંગથી આપણી બોડીને વ્યાયામ એકસાથે થઈ જાય છે. તેનાથી વજન નિયંત્રણમાં રહે છે. વર્તમાન સમયમાં તો સમીરા ફિલ્મોથી દૂર રહે છે. તે હવે સામાજિક કાર્ય પણ કરે છે. તે ક્રયોન્સ અને ડ્રીમ્સ હોમ્સ NGO ની સાથે જોડાયેલ છે. આ સંસ્થા બેઘર બાળકોને ઘર અને સુરક્ષા પૂરી પાડે છે.