પ્રેગ્નેન્સીમાં અનુષ્કા શર્માએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બતાવ્યો બેબી બંપ, જુઓ સુંદર તસ્વીરો

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓની લિસ્ટમાં ટોપમાં સામેલ અનુષ્કા શર્મા હાલના દિવસોમાં પ્રેગ્નેન્સી પિરિયડ એન્જોય કરી રહી છે. તેમની વચ્ચે જ તેમણે હાલમાં એક પ્રતિષ્ઠિત મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખુબ જ સુંદર રીતે પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. અનુષ્કાના આ ફોટોશૂટની બોલીવુડ ગલીઓમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને તેમની ખૂબ જ પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અનુષ્કા શર્મા જાન્યુઆરીનાં છેલ્લા સપ્તાહમાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. મેગેઝીન માટે ફોટોશૂટ સીવાય તેમણે ઈન્ટરવ્યુ પણ આપ્યું. જેમાં તેમણે ઘણી વાતો શેર કરી છે. ચાલો જાણી લઈએ આખરે તેમણે પોતાની પ્રેગ્નન્સીના વિશે શું કહ્યું છે.

પોતાની પ્રેગ્નન્સીને લઈને અનુષ્કાએ કહી આ મોટી વાત

મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, માં બનવા અને એક નવા સફરમાં જવા માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, માં બનવાને લઈને તે ઉત્સાહિત જરૂર છે પરંતુ તેમને જાણ છે કે તેમના માટે આ સફર સરળ રહેશે નહી.

અનુષ્કાએ જણાવ્યું કે પ્રેગ્નેન્સી અને માં બનવું કોઈપણ યુવતી માટે દુનિયાની સૌથી યાદગાર અને સુંદર ક્ષણ હોય છે. તેવામાં હું પણ આ દિવસો પોતાનાં પ્રેગ્નન્સી પીરીયડને એન્જોય કરી રહી છું.

જણાવી દઈએ કે અનુષ્કા અને તેમના પતિ વિરાટ કોહલીએ ગયા વર્ષે જૂન મહિનામાં તે ખુલાસો કર્યો હતો કે તે ખૂબ જ જલ્દી માતા-પિતા બનશે. આ ખબર મળ્યા બાદ તેમના ફેન્સ સહિત બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી લઈને ક્રિકેટ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓએ અનુષ્કા અને વિરાટને માતા-પિતા બનવાની શુભકામના પાઠવી હતી.

અનુષ્કા અને વિરાટ બંને હાલના દિવસોમાં પોતાના બાળકને લઈને ખુબ જ ઉત્સાહિત છે. જણાવી દઈએ કે તે પહેલીવાર નથી જ્યારે અનુષ્કાએ પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કર્યો હોય. આ પહેલા પણ તે ઘણીવાર સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીરો શેર કરી ચૂકી છે. અનુષ્કાની આ તસ્વીરોને ફેન્સનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો અને તેમની ખૂબ જ પ્રશંસા પણ થઈ હતી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી પોતાના બાળક માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છોડીને ભારત ઘરે પરત ફરી ગયા છે અને હાલના દિવસોમાં અનુષ્કા શર્માની સાથે પોતાનો ટાઈમ પસાર કરી રહ્યા છે.

જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૭માં ડેસ્ટિનેશન વેડિંગ કરી હતી. બંનેએ ઇટલીના ટસકનીમાં લગ્ન કર્યા હતાં અને સાત ફેરા ફરીને જીવનભર માટે એકબીજાના થઈ ગયા હતાં. જણાવી દઈએ કે બન્નેની પહેલી મુલાકાત એક એડ ના શૂટિંગ દરમિયાન થઇ હતી.

પહેલી મુલાકાતમાં બંનેની દોસ્તી થઇ અને બાદમાં ધીરે-ધીરે આ દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ. બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય પણ કરી લીધો. બંનેએ ઇટાલીમાં લગ્ન કર્યા અને ભારત પરત ફરીને દિલ્હી અને મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું.