પ્રેગ્નેન્સીનાં ૮ માં મહિનામાં પણ ઘરે નથી બેસી રહી કરીના, રસ્તા પર લોઅર શર્ટમાં નીકળી પડી

Posted by

કરીના કપૂર હાલના દિવસોમાં પોતાની પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે. તેમને ૮ મો મહિનો ચાલી રહ્યો છે. સામાન્ય રીતે આ મહિનામાં મહિલાઓ ઘરેથી નીકળવાનું ટાળે છે. પરંતુ કરીનાનાં કેસમાં એવું જોવા મળી રહ્યું નથી. તેમને દરરોજ બહાર ફરતા જોઈ શકાય છે. હાલમાં જ તે પોતાના ઘરની બહાર પોતાના પતિ સૈફની સાથે નવા એપાર્ટમેન્ટમાં જતાં જોવા મળી હતી. આ દરમિયાન તેમનો લુક ખૂબ જ વાયરલ થયો હતો.

હવે ફરી એકવાર કરીનાનો એક અલગ અંદાજમાં પોતાનો બેબી બંપ કૈરી કરતા જોવા મળી હતી. આ દરમિયાન તેમણે સફેદ અને કાળા રંગનો ચેક્સ વાળો ઢીલો લાંબો શર્ટ પહેરી રાખ્યો હતો. વળી બોટમમાં તેમણે લોઅર અને પિંક કલરના ચપ્પલ પહેરી રાખ્યા હતાં. કરિનાએ પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતાં. વળી ચહેરા પર મેકઅપનું નામોનિશાન નહોતું.

કરીના આ લૂકમાં ખૂબ જ બિન્દાસ લાગી રહી હતી. તેમના ચહેરા પર સેફ્ટીની દ્રષ્ટિએ માસ્ક પણ લગાવેલ હતું. જ્યારે ફોટોગ્રાફર્સ તેમની તસ્વીરો લેવા તેમની પાસે જવા લાગ્યા તો તે તેમને નજરઅંદાજ કરતી જોવા મળી હતી. તે તસ્વીર માટે પોઝ આપી રહી ના હતી. બસ મીડિયાની નજરોથી બચીને ફટાફટ નીકળી ગઈ હતી.

જણાવી દઈએ કે પ્રેગ્નેન્સીનાં ૮ માં મહિનામાં કરીનાનું વજન પણ ખૂબ જ વધી ગયું છે. તેમના પગ મોટા થઈ ગયા છે અને ગાલ ભરાઈ આવ્યા છે તેમજ બેબી બંપ પણ ખૂબ જ મોટું જોવા મળી રહ્યું છે. કરીના હંમેશા લુકથી વધારે કમ્ફર્ટને મહત્વ આપે છે. ખાસ કરીને ગર્ભાવસ્થામાં મહિલાનું કમ્ફર્ટ હોવું ખૂબ જ મહત્વ રાખે છે, તેનાથી સ્ટ્રેસ આવતો નથી અને બાળક પર પણ ખરાબ અસર પડતી નથી.

કરીના જ્યારે પણ પ્રેગ્નેન્ટ થાય છે તો તેમનો લુક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. તૈમુરનાં સમયે પણ તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હતી. સૂત્રોનું માનીએ તો તે અને સૈફ આ વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં માતા-પિતા બની શકે છે. પરિવારમાં વધારો થઈ રહ્યો છે તો બંનેએ નવું એપાર્ટમેન્ટ પણ ખરીદી લીધું છે. જોકે તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. બીજા બાળકનાં જન્મ થયા બાદ કરીના અને સૈફ ત્યાં શિફ્ટ થઇ શકે છે. આ નવું એપાર્ટમેન્ટ તેમના ઘરની ખૂબ જ નજીક પણ છે.

કરીનાની સિવાય સૈફ પણ સફેદ કુર્તામાં નજર આવ્યા હતાં. તે મોબાઈલ પર કોઈની સાથે વાત કરવામાં વ્યસ્ત હતાં, તેથી મીડિયાને કોઈ પોઝ આપી શક્યા નહી. સેફટી માટે તેમણે પણ માસ્ક લગાવીને રાખ્યું હતું. કરીના એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવી ચૂકી છે કે પ્રેગ્નેન્સી કોઈ બીમારી નથી કે આપણે ઘરમાં બેસી રહીએ. અમુક સાવધાની સાથે તમે પોતાનું રૂટિન કામ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *