પ્રેગ્નન્સીનાં સાતમાં મહિનામાં પણ કરીનાએ પહેર્યો ખૂબ જ ટાઈટ ડ્રેસ, જુઓ તેમનું લેટેસ્ટ બેબી બમ્પ

બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર હાલના દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં રહેલી છે. વળી સેફ અલી ખાનનાં બીજા બાળકની માં પણ બનવાની છે. છેલ્લે તે વર્ષ ૨૦૧૬માં ગર્ભવતી થઈ હતી. ત્યારે બોલિવૂડના સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સ તૈમુર અલીખાનનો જન્મ થયો હતો. પ્રેગ્નેન્સીની હાલતમાં પણ કરીના પોતાના કામ સાથે સમાધાન કરતી નથી. હાલમાં જ તે પોતાના એક રેડિયો ચેટ શો નાં શૂટિંગ માટે ગઈ હતી. અહીયા મુંબઈના એક સ્ટુડિયોની બહાર આવતા જ મીડિયાએ તેમને ઘેરી લીધી હતી. તેવામાં કરિનાએ ફોટોગ્રાફરને ખૂબ જ સારા પોઝ આપ્યા હતા.

આ દરમિયાન કરીના ગ્રે કલરના એક ખૂબ જ ટાઈટ ડ્રેસમાં નજર આવી હતી. જણાવી દઈએ કે કરીનાને હાલમાં સાતમો મહિનો ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં ટાઈટ ડ્રેસ પહેરવો ઘણા લોકોને થોડું અજીબ પણ લાગી રહ્યું છે.

પ્રેગ્નન્સી દરમિયાન કરીનાનું વજન પણ ખૂબ જ વધી ગયું છે. આ ટાઈટ ડ્રેસમાં તેમના શરીરના ઉભરોને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જોકે કરીનાની સાથે તેમનો પુત્ર તૈમુર પણ જોવા મળ્યો હતો. કરીના જ્યારે પણ શૂટિંગ પર જાય છે તો પોતાની સાથે તૈમુરને પણ ઘણીવાર લઈ જાય છે.

આ પહેલા કરીના અને તૈમુર સૈફ અલી ખાનની શૂટિંગ લોકેશન હિમાચલ પ્રદેશમાં પણ નજર આવી હતી. અહીંયા લોકોને કરીનાનો મેકઅપ વગરનો લુક જોવા મળ્યો હતો. કરીનાની પ્રેગ્નન્સીમાં તેમના પતિ સૈફ પણ પોતાની પત્નીનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેમની કોશિશ પણ એ હોય છે કે તે કરીના અને આવનારા બાળકની સાથે વધારેમાં વધારે સમય પસાર કરી શકે.

કરીનાનું બેબી ફેબ્રુઆરી-માર્ચમાં માતાના ગર્ભમાંથી બહાર આવી શકે છે. તેવામાં ફેન્સ આ આવનારા બાળકને લઈને ખુબ જ ઉત્સાહિત છે. નેહા ધૂપિયાના એક ચેટ શો માં કરિનાએ બાળકના નામ પર પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે હાલમાં તો બાળકનું નામ વિચાર્યું નથી. તેવામાં અમે છેલ્લી ઘડીએ સરપ્રાઈઝ આપીશું.

વર્ષ ૨૦૧૬માં તૈમુરના જન્મ પહેલા જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું હતું કે તેમને દિકરો જોઈએ છે કે દિકરી તો તેમણે ખૂબ જ શાનદાર જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દિકરો થાય કે દિકરી એ વાતથી કંઈ જ ફરક પડતો નથી. હું ખુદ એક યુવતી છું અને હું ઈચ્છું છું કે દિકરીનો જ જન્મ થાય. એક યુવતી હોવાના લીધે મેં પોતાના માતા-પિતા માટે દિકરા કરતા પણ વધારે કર્યું છે.