પ્રેગ્નન્સીમાં તો વધારે નિખરી ગઈ આ ૧૦ અભિનેત્રીઓ, કરીનાથી લઈને એશ્વર્યા પણ છે તેમાં સામેલ

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને કરિના કપૂરે થોડા સમય પહેલાં જ પોત પોતાની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી. જણાવી દઈએ કે કરીના કપૂર બીજીવાર માં બનશે તો વળી અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. જોકે કરીના પ્રેગ્નેટ હોવા છતાં પણ પોતાના કામ પર પરત ફરી છે. તે હાલમાં મુંબઇમાં પોતાનું અસાઇનમેન્ટ પૂરું કરવામાં લાગેલી છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો આ મહિનાના અંતમાં કરીના દિલ્હી જઈને પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢઢા નું શૂટિંગ પણ કરશે. બીજી તરફ અનુષ્કા હાલમાં પોતાના ઘર પર આરામ કરી રહી છે. જોકે આ બધાની વચ્ચે અમે તમને આ આર્ટીકલમાં જણાવીશું કે કઈ રીતે બોલિવૂડ એક્ટ્રેસે પોતાના પ્રેગ્નન્સીના દિવસોમાં તેમનો ગ્લેમરસ અંદાજ બતાવી ચૂકી છે.

ઘણીવાર જોવા મળે છે કે બોલિવૂડ અભિનેત્રીઓ પ્રેગ્નન્સીના દિવસોમાં પણ પોતાના દેખાવને લઈને કોઈ કોમ્પ્રોમાઇઝ કરતી નથી. કરીના કપૂર, એશ્વર્યા રાય, શિલ્પા શેટ્ટી અને કાજોલ પણ પોતાના પ્રેગ્નન્સીના દિવસોમાં ખૂબ જ સુંદર અને અદભુત લુકમાં નજર આવી હતી.

કરીના કપૂર

કરીના કપૂર જ્યારે પહેલી વાર માં બનવાની હતી ત્યારે તેમણે બેબી બંપની સાથે રેમ્પ વોક કર્યું હતું. સાથે જ અમુક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. તેમાં કરીના ખૂબ જ સુંદર નજર આવી રહી હતી. આ પ્રકારે તેમની નણંદ સોહા અલી ખાન પણ પ્રેગનેન્સી પિરિયડમાં ખૂબ જ સ્ટાઇલિશ નજર આવી ચૂકી છે. તેમણે પોતાની પ્રેગ્નન્સીના દિવસોની અમુક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી હતી.

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડીએ તો પોતાના મૈટરનીટીના દિવસો માં ખુબ જ એન્જોય કર્યું હતું. તેમણે બિકિની પહેરીને પાણીની અંદર ફોટોશુટ કરાવીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. ફક્ત એટલું જ નહીં આ ફોટાઓમાં સમીરા ખૂબ જ સુંદર અને બોલ્ડ જોવા મળી હતી.

કરિશ્મા કપૂર

કરીના કપૂરની જેમ જ તેમની બહેન કરિશ્મા પણ પોતાના પ્રેગ્નન્સીના દિવસોમાં ખૂબ જ સુંદર નજર આવી હતી. કરિશ્માએ પણ પોતાના બેબી કંપની સાથે ઘણા ઈવેન્ટસમાં હાજરી આપી હતી. તે દરમિયાન તે ઘણી જ સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળી હતી.

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન તો પોતાના પ્રેગ્નન્સીના દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ જ સ્ટાઇલીસ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન તેમણે ખૂબ જ સુંદર ગાઉન પહેર્યું હતું. એશ્વર્યા રાયના ફોટોઝ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.

ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ ખન્ના પણ બીજી અભિનેત્રીઓની જેમ પ્રેગ્નન્સી દરમિયાન ઘરમાં બેસવાની જગ્યાએ ઘણા ઈવેન્ટસમાં જોવા મળી હતી. તેમણે પણ પોતાના બેબી બંપની સાથે ઘણા ફોટોશૂટ કરાવ્યા હતા.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી કે અભિનેત્રીઓ માંથી છે જેમણે ક્યારે પણ પોતાનો baby bump છુપાવવાની કોશિશ કરી નથી. જણાવી દઈએ કે શ્રી પા બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રી છે જે પોતાના સ્વાસ્થ્યની ફિટનેસ પ્રત્યે ખૂબ જ સજાગ રહે છે. જોકે સિપા baby bump ની સાથે ઘણી ઈવેન્ટસમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં નજર આવી હતી.

કાજોલ

અભિનેત્રી કાજોલે પણ પોતાના મૈટરનીટીના દિવસોમાં ખૂબ એન્જોય કર્યું હતું. પ્રેગ્નન્સી દરમિયાન તે પણ ઘણી ઈવેન્ટમાં જોવા મળી હતી. બેબી બંપની સાથે કાજોલની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

જેનેલિયા ડિસુઝા

રિતેશ દેશમુખની પત્ની અને અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાની પણ પ્રેગ્નન્સીના દિવસોની સુંદર તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. ફક્ત એટલું જ નહીં તે દિવસોમાં જેનેલિયાએ પણ ઘણા શો અને ઇવેન્ટસમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

લારા દત્તા

અભિનેત્રી લારા દત્તા એ તો બેબી બંપની સાથે એકવાર શોર્ટસ પહેર્યું હતું. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.