પ્રીતિ ઝિન્ટા એ પોતાના દિકરાની બતાવી ઝલક, જમીન પર પોતુ લગાવતો દેખાયો પ્રીતિ ઝિન્ટાનો લાડલો દિકરો, તમે પણ જોઈ લો ક્યુટ વિડીયો

બોલિવુડની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા હાલનાં દિવસોમાં તેના મધરહુડ પિરિયડની મજા માણી રહી છે. તે અવારનવાર પતિ જેન ગુડઇનફ અને બાળકો સાથેની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે, જે તેનાં ચાહકોને ખુબ જ પસંદ આવે છે. હવે પ્રીતિ એ પોતાના પુત્ર નો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ડિમ્પલ ગર્લ કહેવાતી જાણીતી અભિનેત્રી પ્રિટી ઝિન્ટા ઘણા લાંબા સમયથી બોલીવુડની દુનિયાથી દુર છે.

જોકે તે સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને હંમેશા પોતાની સુંદર તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. મહત્વપુર્ણ છે કે પ્રીતિ ઝિન્ટા જુડવા બાળકોની માતા બની ચુકી છે. તેવામાં તે ઘણીવાર પોતાના બાળકોની સાથે એન્જોય કરતી તસ્વીરો પણ શેર કરતી રહે છે. મહત્વપુર્ણ છે કે અભિનેત્રીએ પોતાના દિકરા જય નો વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો અંદાજ જોઈને ફેન્સે તેમની ઉપર ઘણો બધો પ્રેમ વરસાવ્યો છે. હકિકતમાં પ્રીતિ ઝિન્ટા એ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેનો નાનો દિકરો જય જમીન પર રમતો નજર આવી રહ્યો છે.

આ વિડીયોની સૌથી ખાસ વાત એ છે કે જય ના હાથમાં એક નાનુ કપડુ છે, જેનાં માધ્યમથી તે જમીન પર પોતું લગાવતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરતા પ્રિટી ઝિન્ટા એ કેપ્શન માં લખ્યું કે, “જ્યારે તમારા નાના બાળકોને સફાઈ કરવા અને મમ્માની મદદ કરતા જુઓ છો તો ઘણી ખુશી મળે છે”. નાનકડો જય સ્વચ્છ ભારતના મુવ્સની પ્રેક્ટિસ કરી રહ્યો છે. જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટાનો આ વિડીયો થોડી સેકન્ડમાં જ વાયરલ થઈ ગયો હતો અને યુઝર્સ તેના પર જાત-જાતની કોમેન્ટ કરીને આ બાળકના ઘણા વખાણ કરી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, “આ તો જય હો મોમેન્ટ છે”. વળી બીજાએ લખ્યું કે, “સારું છે કે નાની ઉંમરમાં જ ઘરનું કામ શીખી રહ્યો છે”. આ સિવાય પણ ઘણા લોકોએ કોમેન્ટ કરીને જય પર પ્રેમ વરસાવ્યો છે. જણાવી દઈએ કે હાલમાં જ પ્રીતિ ઝિન્ટાએ હોળીની તસ્વીરો શેર કરી હતી, જેમાં તે અભિનેત્રી પ્રિયંકા ચોપડા સાથે હોળી રમતી નજર આવી હતી. પ્રીતિ હંમેશા સુંદર ક્ષણોની તસ્વીરો શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટા એ વર્ષ ૨૦૧૬ માં જિમ ગુડની સાથે લગ્ન કર્યા હતાં. ત્યારબાદ તે અમેરિકામાં શિફ્ટ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

પ્રીતિ ઝિન્ટાનાં હસબન્ડ અમેરિકાની હાઇડ્રો ઇલેક્ટ્રીક પાવર કંપની એનલાઇન એનર્જીમાં વાઈસ પ્રેસિડેન્ટ છે. લગ્નનાં લગભગ પાંચ વર્ષ પછી પ્રીતિ ઝિન્ટાના ઘરે સરોગેસીની મદદથી જુડવા બાળકોનો જન્મ થયો હતો. વાત કરીએ પ્રીતિ ઝિન્ટાના કામ વિશે તો છેલ્લીવાર તે વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થયેલી ફિલ્મ “ભૈયાજી સુપરસ્ટાર” માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમિષા પટેલ, અરસદ વારસી અને સની દેઓલ જેવા કલાકારો નજર આવ્યા હતાં.