પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ આ અભિનેત્રીઓએ લીધો લગ્ન કરવાનો નિર્ણય, બાદમાં આવી રીતે બદલાઈ ગઈ દુનિયા

Posted by

બોલીવુડની સાથે-સાથે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એક થી એક એવી ઘણી સારી અભિનેત્રીઓ છે, જેમણે પોતાની રિલેશનશિપને લઈને ખુબ જ નામના મેળવી પરંતુ તેનાથી પણ વધારે ચર્ચા તેમના બ્રેકઅપની હતી. પરંતુ આ અભિનેત્રીઓએ બ્રેકઅપ પછી પણ પોતાને ખૂબ સારી રીતે સંભાળી અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્ન બાદ આ અભિનેત્રીઓ પોતાના લાઈફ પાર્ટનર સાથે આજે એક ખુશખુશાલ લગ્ન જીવન પસાર કરી રહી છે. તેથી તેઓ પોતાના ફેન્સને હંમેશા કપલ ગોલ્સ આપતા રહેતા હોય છે. તો ચાલો જાણી લઈએ કે આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.

સના ખાન

ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસના લિસ્ટમાં સના ખાનથી શરૂઆત કરીએ. એમણે ઘણાં લાંબા સમય સુધી કોરિયોગ્રાફર મેલ્વિન લૂઈસને ડેટ કર્યો. પરંતુ આ રિલેશનશિપમાં મેલ્વિને તેમને દગો આપ્યો હતો અને તેના પછી સના ખુબ જ તૂટી ગઈ હતી. પરંતુ તેમણે પોતાની જાતને સારી રીતે સંભાળી અને સૈયદ સાથે લગ્ન કરીને આજે એક ખુશખુશાલ લગ્નજીવન જીવી રહી છે.

રૂબીના દિલાઇક

રૂબીના દિલાઇક અને અવિનાશ સચદેવાની લવસ્ટોરી વિશે તો લગભગ બધા જ લોકોને જાણ હશે. બંન્નેની લવસ્ટોરી ખુબ જ ચર્ચામાં રહી હતી. પરંતુ અવિનાશે રૂબીનાનું દિલ તોડ્યું હતું, ત્યારબાદ રૂબિનાએ ખૂબ જ સારી રીતે મૂવ ઓન કર્યું અને તેમનાં જીવનમાં અભિનવ શુક્લાની એન્ટ્રી થઇ. વર્ષ ૨૦૧૮માં બન્નેએ લગ્ન કર્યા અને આજે એક ખુશહાલ જીવન જીવી રહ્યા છે.

કામ્યા પંજાબી

ટીવીની દુનિયામાં સૌથી સારી અદાકારોના લિસ્ટમાં સામેલ કામ્યા પંજાબી અને કરણ પટેલનાં રિલેશનશિપની પણ ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ તેમનો આ સંબંધ પણ વધારે દિવસો સુધી ચાલી શક્યો નહી અને બ્રેકઅપ સાથે તેમના આ સંબંધનો અંત આવી ગયો. કામ્યા અને કરણની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરતા હતાં, તેવામાં કામ્યાનાં બ્રેકઅપની ખબરોથી સૌ કોઈ ચોંકી ગયાં હતાં. કામ્યા તે દિવસોમાં ખૂબ નિરાશ થઈ ગઈ હતી પરંતુ તેમણે પોતાને સારી રીતે સંભાળી અને ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શલભ ડાંગ સાથે લગ્ન કર્યા.

નેહા કક્કર

નેહા કક્કરે હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ રોહન પ્રીત સિંહ સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે રોહન પ્રીત સાથે લગ્ન કરતાં પહેલા નેહા કક્કર હિમાંશ કોહલી સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ બંનેનું ખૂબ જ ખરાબ રીતે બ્રેકઅપ થયું હતું. નેહાને આ રિલેશનશિપ તૂટવાથી ખુબ દર્દ થયું હતું અને એકવાર તેમનું આ દર્દ લાઈવ ટેલિવિઝનમાં પણ જોવા મળ્યું હતું.

ગૌહર ખાન

બિગબોસના ઘરમાં કુશાલ ટંડન સાથે પ્રેમ કરી ચૂકેલી ગૌહર પણ હવે લગ્ન કરી ચૂકી છે. ગૌહર અને કુશાલના રિલેશનશીપની વાત કરીએ તો બિગબોસનાં ઘરમાંથી બહાર નીકળતા જ બંનેની રિલેશનશિપ પણ ખતમ થઈ ગઈ હતી. ત્યારબાદ ગૌહરના જીવનમાં જૈદ દરબાર આવ્યાં અને બંનેની રિલેશનશિપ હવે લગ્નમાં પરવર્તીત થઈ ગઈ છે. ગૌહર અને જૈદનાં લગ્ન ડિસેમ્બર ૨૦૨૦ માં થયા છે.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા અને શરદ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનાં સૌથી જાણીતા કપલ હતાં પરંતુ શરદ મલ્હોત્રાએ દિવ્યાંકાને દગો આપ્યો અને આ વાતનો ખુલાસો દિવ્યાંકાએ જાતે જ એક ચેટ શો માં કર્યો હતો. તેમણે એ પણ  જણાવ્યું હતું કે બ્રેક-અપ પછી દિવ્યાંકાની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. પરંતુ ૨૦૧૬માં દિવ્યાંકાએ વિવેક સાથે લગ્ન કરી લીધા હતાં અને હવે બંને ખુશહાલ જીવન જીવી રહ્યા છે.

અનિતા હસનંદાની

અનિતા હસનંદાની અને એજાઝ ખાનની મુલાકાત એકતા કપૂરના જાણીતી સિરિયલ “કાવ્યાંજલિ” દરમિયાન થઈ હતી. અહીંથી બંન્નેની પ્રેમકહાની શરૂ થઈ હતી, જે વર્ષો સુધી ચાલી. મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો અનિતાએ એજાઝને દગો આપતાં પકડી લીધો હતો. ત્યારબાદ તેણે મૂવ ઓન કર્યું અને ૨૦૧૩માં બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા. આજે રોહિત અને અનિતા ઘણા ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *