પ્રેમ રોગ નથી દવા છે, પ્રેમથી સ્વાસ્થ્યને થાય છે આટલા ફાયદાઓ

પ્રેમ, ઇશ્ક અને મહોબ્બત જેવા અહેસાસને આપણા સ્વાસ્થય માટે સારું માનવામાં આવતું નથી. પ્રેમને તો રોગની જ સંજ્ઞા આપવામાં આવી છે કારણકે એવું માનવામાં આવે છે કે પ્રેમમાં પડીને લોકો શાંતિની સાથે સાથે રાતની ઊંઘ પણ ગુમાવી બેસે છે પરંતુ હકીકત એ છે કે પ્રેમ તમારા જીવનમાં ખુશીઓના રંગ ભરે છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો તેના ઘણા ફાયદાઓ પણ છે.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ પણ માન્યું છે કે પ્રેમનો અહેસાસ તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પાડે છે અને સ્ટ્રોંગ રિલેશનશિપ તમારા સ્વાસ્થ્યને પણ સ્ટ્રોંગ કરે છે. આજકાલના તણાવભર્યા જીવનમાં તો તે સ્વાસ્થ્ય માટે બેસ્ટ મેડીસીન છે. આ આર્ટિકલમાં અમે તમને આ વાત જ જણાવવા જઈ રહ્યા છીએ કે પ્રેમ હકીકતમાં સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક હોય છે.

તણાવ અને ચિંતાનો ઈલાજ

એક શોધ અનુસાર પ્રેમ વ્યક્તિનાં આત્મસન્માનને વધારવાનું કામ કરે છે. પ્રેમમાં પડેલો વ્યક્તિ અન્ય લોકોની અપેક્ષાથી વધારે ખુશ રહે છે. જો બે લોકો એક પોઝિટિવ રિલેશનશિપમાં હોય તો તેમને તણાવ ઓછો હોય છે, તે ખુશ રહેવા લાગે છે અને બધું જ એકબીજા સાથે શેર કરીને પોતાના મગજ પર પડેલા ભારણને હલકો કરે છે. તે ખુશી, તે આત્મસંતુષ્ટિનો અહેસાસ તણાવ અને ચિંતાને ઓછો કરવા માટે સહાયક હોય છે અને પ્રેમનાં સહારે લોકો સારું જીવન જીવી શકે છે.

બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં

પ્રેમ વ્યક્તિને બ્લડ-પ્રેશર સાથે જોડાયેલ ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે. પ્રેમમાં પડેલ વ્યક્તિને તણાવ ઓછો હોય છે અને તેમનું બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. એક શોધમાં જાણવા મળ્યું છે કે જે કપલનું રિલેશનશિપ એક સકારાત્મક રિલેશનશિપ હોય છે તો તે લોકોને બ્લડપ્રેશરની બીમારી થવાનું જોખમ અન્ય લોકોની તુલનામાં ખૂબ જ ઓછું હોય છે.

પ્રેમ દિલની સૌથી સારી દવા છે

બ્લડપ્રેશર નિયંત્રિત રહેવાનાં કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીઓ થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે જ્યારે બે વ્યક્તિ પોઝિટિવ રિલેશનશિપમાં હોય છે તો તે પોતાને પહેલાથી વધારે મજબૂત મહેસૂસ કરે છે. તેમને હંમેશા એવું મહેસુસ થાય છે કે તેમનો પાર્ટનર તેમની સાથે છે. આ સ્ટ્રોંગ ફીલિંગ આપણા હ્રદય માટે ખૂબ જ સારી હોય છે.

પ્રેમ રોગ નથી થવા દેતો કોઈ બીજો રોગ

ખુશ રહેવાથી અને તણાવ ઓછો થવાથી વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા વધવા લાગે છે જેનાથી બીજી ઘણાં પ્રકારની બીમારીઓ તમને થતી નથી.

આરામની ઊંઘ

ઘણા લોકોનું માનવું છે કે પ્રેમમાં ઉંઘ ઉડી જાય છે એટલે કે પ્રેમમાં હોવાથી ઊંઘ આવતી નથી હકીકતમાં તે ખોટું છે. પ્રેમમાં તે લોકોને ઊંઘ આવતી નથી જે લોકો પોતાના પ્રેમને અસુરક્ષિત મહેસૂસ કરતા હોય છે. જે લોકો પોતાના પ્રેમને સુરક્ષિત મહેસૂસ કરે છે તે સારી ઊંઘ લેતા હોય છે.