પ્રેમીએ પ્રપોઝ કરતા જ પ્રેમિકાનો લપસ્યો પગ, ૬૫૦ ફૂટ પહાડ પરથી પડતાં સમયે કહ્યું- હા કરીશ લગ્ન… અને પછી…

Posted by

એક પ્રેમિકા લગ્નનાં પ્રસ્તાવથી એટલી ખુશ થઈ ગઈ કે તે ૬૫૦ ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગઈ. જણાવવામાં આવે છે કે પ્રેમીકાનો પ્રેમી તેને એક પહાડ પર લઇ ગયો હતો. જ્યાં તેણે લગ્નનો પ્રસ્તાવ પ્રેમિકાની સામે રાખ્યો. લગ્નનો પ્રસ્તાવ મળતા પ્રેમિકા ખૂબ જ ખુશ થઈ ગઈ અને પહાડ પરથી નીચે પડી ગઈ. પહાડ પરથી પડતાં સમયે પ્રેમિકાને જાનથી પણ વધારે પોતાના પ્રેમીને જવાબ આપવો જરૂરી લાગ્યો. એટલા માટે પડતાં સમયે મદદ માંગવા કે ચિલ્લાવાની જગ્યાએ કહેવા લાગી કે, હા હું તારી સાથે લગ્ન કરીશ. આ ઘટના ઓસ્ટ્રેલિયા દેશની છે.

ખબરો અનુસાર આ બંને લોકો ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતાં. એક દિવસ પ્રેમી પોતાની ૩૨ વર્ષની પ્રેમિકાને ઓસ્ટ્રેલિયાના કારિન્થિયા પર સ્થિત પ્રસિદ્ધ ફોકાર્ટ પર્વત પર લઇ ગયો હતો. ૨૭ વર્ષના પ્રેમીએ વિચાર્યું કે સૂર્ય આથમતા જ પ્રેમિકાની સામે લગ્નનો પ્રસ્તાવ રાખીશ. લગ્નનો પ્રસ્તાવ મળતાં જ પ્રેમિકા ખૂબ ખુશ થઈ ગઈ અને “હા” બોલવાની ઉતાવળમાં પ્રેમિકાનો પગ લપસી ગયો અને પ્રેમિકા “હા” કહેતા દરમિયાન પહાડ પરથી પડી ગઈ.

પરંતુ પ્રેમિકાનું નસીબ સારું હતું અને આટલી ઉંચાઈ પરથી પડવા છતાં પણ તેને કંઈ નાં થયું કારણકે પ્રેમિકા માત્ર ૫૦ ફૂટ નીચે આવીને એક સ્થાન પર ફસાઈ ગઈ. જ્યાં પ્રેમિકાને નીચે પડતા જોઈ પ્રેમીએ એને બચાવવા માટે છલાંગ લગાવી. પરંતુ પ્રેમી ૧૫ ફૂટ પર જઈને લટકી ગયો. જ્યારે તેની પ્રેમિકા ૫૦ ફૂટ નીચે આવીને પડી હતી.

મીડિયામાં આવી રહેલી ખબરો અનુસાર મહિલાને કોઈ ભારે નુકસાન થયું નથી કારણકે ૬૫૦ ફૂટની ઊંચાઈ પરથી લપસ્યા બાદ તે એક બરફની ચાદર પર પડી હતી. ત્યાં એક મુસાફરે આ યુવતિને બરફનાં પહાડ પર પડેલી જોઈને તરત જ પોલીસને ફોન કર્યો. ત્યારબાદ પોલીસે તે જગ્યા પર આવીને તેમનો જીવ બચાવ્યો. પોલીસ અધિકારીએ કહ્યું કે આ બંને બહુ ભાગ્યશાળી છે. બંને નીચે પડ્યા પરંતુ કોઈને પણ ભારે ઇજા પહોંચી નથી. બંને સુરક્ષિત છે અને આ ઘણું આશ્ચર્યજનક છે. બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમની પૂરી તપાસ કરી. જો ત્યાં બરફ ના હોટ તો તેમને ઇજા પહોંચી શકતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *