પ્રિયંકા ચોપડાની સામે ટકી શક્યા નહી અક્ષય-સલમાન-શાહરુખ, બ્રાન્ડ વેલ્યુ મામલામાં રાખી દીધા પાછળ : જુઓ સંપૂર્ણ લિસ્ટ

બોલીવુડથી લઈને હોલિવૂડ સુધીની દુનિયામાં પોતાના નામની ઓળખ બનાવી ચુકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ વધારે એક મોટું કારનામું કરી બતાવ્યું છે. હાલમાં જ પ્રિયંકા ચોપડાના નામે એક ખાસ ઉપલબ્ધિ જોડાઈ ચૂકી છે. બ્રાન્ડ વેલ્યુનાં મામલામાં પ્રિયંકા ચોપડાએ હિન્દી સિનેમાના મોટા મોટા દિગ્ગજ સુપરસ્ટાર જેવા કે અક્ષય કુમાર, સલમાન ખાન અને શાહરૂખ ખાનને પણ પાછળ છોડી દીધા છે. ઓનલાઇન સેન્ટિમેન્ટ એનાલિસિસ કંપની Check Brand એ હાલમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે અને આ રિપોર્ટમાં પ્રિયંકાએ પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ કંપની મુવી સ્ટાર્સની બ્રાન્ડ વેલ્યુ નક્કી કરવા માટે જાણીતી છે. કંપનીએ ફરી એકવાર ફિલ્મી સિતારાઓની બ્રાન્ડ વેલ્યુનાં વિશે જણાવ્યું છે.

બોલિવૂડની પ્રિયંકા ચોપડાએ ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેને એક સફળ એક્ટ્રેસનાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે. Check Brand ની જે હાલમાં રિપોર્ટ આવેલી છે તેમાં પ્રિયંકા ચોપડાની બોલબાલા રહી છે. તેમણે અન્ય બધા જ ફિલ્મી સિતારાઓને પાછળ છોડી દીધા છે. સૌથી વધારે તેમની બ્રાન્ડ વેલ્યુ ૨.૬૫ અરબ રૂપિયા જણાવવામાં આવી છે. તેમના પછી અન્ય સિતારાઓનાં નંબર આવે છે.

બીજા સ્થાન પર અક્ષય કુમાર

હિન્દી સિનેમામાં “ખેલાડી” નામથી મશહૂર અક્ષય કુમારે આ રિપોર્ટમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સુપરસ્ટાર અક્ષયકુમારની બ્રાન્ડ વેલ્યુ ૨.૬૦ અરબ રૂપિયા છે. જણાવી દઈએ કે અક્ષય કુમાર વર્ષમાં ૩ થી ૪ ફિલ્મો કરવા માટે જાણીતા છે અને તે દર વર્ષે કમાણીના મામલામાં પણ અન્ય સિતારાઓને પાછળ છોડે છે.

ત્રીજા સ્થાન પર સલમાન ખાન

અભિનેતા સલમાન ખાનને આ રિપોર્ટમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. સલમાન ખાનની બ્રાન્ડ વેલ્યુ ૨.૫૨ અરબ રૂપિયા જણાવવામાં આવી છે. જણાવી દઈએ કે સલમાન ખાન ફિલ્મોની સાથે જ પોતાના રિયાલિટી ટીવી શો “બિગ બોસ” અને વિજ્ઞાપનોથી પણ ભારે ભરખમ કમાણી કરે છે.

ચોથા સ્થાન પર દિપીકા પાદુકોણ

આજના સમયમાં હિન્દી સિનેમાની સૌથી સફળ એક્ટ્રેસનાં રૂપમાં ઓળખવામાં આવતી દિપીકા પાદુકોણને આ રિપોર્ટના અનુસાર બ્રાન્ડ વેલ્યુમાં ચોથું સ્થાન પ્રાપ્ત થયું છે. તેમની બ્રાન્ડ વેલ્યુ ૨.૧૧ અરબ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

શાહરૂખને મળ્યું પાંચમું સ્થાન

૨ વર્ષથી ફિલ્મી પરદાથી દૂર રહેલા અભિનેતા શાહરૂખ ખાને આ રિપોર્ટના આધાર પર બ્રાન્ડ વેલ્યુમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની બ્રાન્ડ વેલ્યુ ૨.૯ અરબ રૂપિયા જણાવવામાં આવી છે.

એંગેજમેન્ટના આધાર પર સલમાન ટોપ પર

જણાવી દઈએ કે ટ્વિટર, ગૂગલ સર્ચ, વિકી અને યુ-ટ્યુબ ટ્રેન્ડનાં આધાર પર કંપનીએ આ ડેટા તૈયાર કર્યો છે. વળી વાત જો એગેજમેન્ટનાં આધાર પર કરવામાં આવે તો અભિનેતા સલમાન ખાને ૨.૨૫ લાખ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વળી બીજા નંબર પર શાહરુખ ખાન, ત્રીજા નંબર પર ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર અને ચોથા સ્થાન પર દિગ્ગજ અભિનેતા અજય દેવગન જ્યારે પાંચમુ સ્થાન પાછળની સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને મળ્યું છે.