પ્રિયંકા ચોપડા અડધી રાતે ઉઠીને નિક જોનસની સાથે કરે છે આ કામ, દેશી ગર્લ એ પોતે કર્યો ખુલાસો

બોલિવૂડની દેશી ગર્લ કહેવાથી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા લગ્ન પછી પોતાની એક્ટિંગથી વધારે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ અમેરિકન પોપ સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આ લગ્ન બોલીવૂડના સૌથી ચર્ચિત અને લોકપ્રિય લગ્નમાંથી એક હતાં. આ લગ્નની યાદો આજે પણ લોકોના મનમાં તાજી છે. જણાવી દઈએ કે આ કપલ જેના લીધે સૌથી વધારે ચર્ચામાં રહે છે તે છે તેમની ઉંમરનું અંતર. જોકે તેમની અસર નિક અને પ્રિયંકાના પ્રેમમાં ક્યારેય પણ પડી નથી. જણાવી દઈએ કે બંનેના લગ્નને ૨ વર્ષ થઇ ચૂકયા છે અને હજુ સુધી ક્યારેય પણ બન્નેની વચ્ચે કોઈ મતભેદનાં સમાચાર સાંભળવા મળ્યા નથી. જોકે આજે અમે તમને પ્રિયંકા અને નિકનાં પ્રેમનાં અમુક કિસ્સા વિશે જણાવીશું.

આ લીધે પતિ નિક માટે અડધી રાતે ઊઠે છે પ્રિયંકા

કહેવામાં આવે છે કે પ્રિયંકા પોતાના પતિ નિક પ્રત્યે ખૂબ જ કેરિંગ છે, તેની દરેક નાની-નાની વાતોનું ધ્યાન રાખે છે. ત્યાં સુધી કે પ્રિયંકા અડધી રાતે ઉઠીને પણ નિકનું ધ્યાન રાખે છે. હકીકતમાં નિક જોનસને ટાઈપ-૧ ડાયાબિટીસ છે, એ જ કારણ છે કે પ્રિયંકા અડધી રાતે પણ ઘણીવાર ઉઠીને નિકનું ડાયાબિટીસ લેવલ ચેક કરતી રહે છે. જોકે નિક અને પ્રિયંકા પોતપોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે અને બન્નેને એકબીજાની સાથે વધારે ટાઈમ પસાર કરવાની તક મળતી નથી પરંતુ જ્યારે પણ તે બન્ને સાથે રહે છે તો પ્રિયંકા અડધી રાતે ઉઠીને નિકનું શુગર લેવલ ચેક કરે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લગભગ ૧૩ વર્ષની ઉંમરમાં જ નિક ડાયાબિટીસના શિકાર થઇ ગયા હતા. આ વાતનો ખુલાસો ખુદ પ્રિયંકા ચોપડાએ એક ઇન્ટરવ્યુંમાં કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું હતું કે નિક એક ખુલ્લા વિચાર વાળા વ્યક્તિ છે અને તેમને સ્વતંત્રતાથી જીવવું પસંદ છે, તેથી મારે તેમની વધારે સાર-સંભાળ રાખવી પડે છે. પ્રિયંકાએ પોતાના આ ઇન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું હતું કે નિક ને ઇન્ડિયન કલ્ચર ખૂબ જ પસંદ છે, તેથી તે મારા કોઈપણ કામમાં રોક-ટોક કરતા નથી.

જાણો આખરે શા માટે દેશી ગર્લ એ પસંદ કર્યો વિદેશી યુવક

પ્રિયંકાના ફેન્સના મગજમાં ઘણીવાર એવા સવાલો ઊઠે છે કે શું ભારતમાં યુવકોની કમી હતી કે પ્રિયંકાએ વિદેશી યુવક પસંદ કર્યો. જો તમે પણ આવું જ વિચારી રહ્યા હોય તો આજે અમે તમને તમારા સવાલનો જવાબ પણ આપીશું. હકીકતમાં પ્રિયંકા નિક જોનસનાં એક ગીત “કલોઝ” ને જોયા બાદ તેમનાં પર ફિદા થઇ ગઇ હતી અને તેમણે નિક ને ડેટ કરવાનો નિર્ણય કર્યો હતો. જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. તે ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ એવું પણ કહ્યું હતું કે મને આ ગીતમાં નિક જોનસ એટલા હોટ લાગ્યા કે મેં તેમને પોતાના જીવનસાથી બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાને પોતાની એક્ટિંગની સિવાય ફેશન સ્ટેટમેન્ટ માટે ઓળખવામાં આવે છે. પ્રિયંકાને ફૂટવેર ખૂબ જ પસંદ છે. જણાવવામાં આવે છે કે તેમના વોર્ડરોબમાં ૮૦ જોડી હિલ્સનું કલેક્શન છે. તેમને દરેક ડ્રેસની સાથે અલગ-અલગ હિલ્સ પહેરવા પસંદ છે. એટલું જ નહી પરંતુ પ્રિયંકાને કપડાં અને જ્વેલરીનો પણ ખુબ જ શોખ છે.