પ્રિયંકા ચોપડાના બેડરૂમમાં અડધી રાતે પકડાઈ ગયા હતા બોલીવુડનાં આ સુપરસ્ટાર, બાદમાં એક સેન્ડવીચનાં લીધે થયું બન્નેનું બ્રેકઅપ

બોલિવૂડની સાથે-સાથે હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સારું એવું નામ કમાવવા વાળી સુપરસ્ટાર પ્રિયંકા ચોપડાને આજે કોઈ ઓળખની જરૂર નથી. હિન્દી સિનેમા જગતમાં એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપ્યા બાદ પ્રિયંકા ચોપડાએ હોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ફિલ્મી સફર દરમિયાન પ્રિયંકાનું નામ ઇન્ડસ્ટ્રીના ઘણા સુપરસ્ટાર સાથે જોડાઈ ચૂક્યું છે. જેમાં અભિનેતા શાહિદ કપૂરનું નામ પણ સામેલ છે. તો આજે અમે તમને જણાવીશું અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને શાહિદના જીવન સાથે જોડાયેલ એક એવો કિસ્સો જેને જાણ્યા બાદ તમે પણ હેરાન રહી જશો.

પ્રિયંકાનાં ઘરે પડી હતી રેડ

વાત ૨૫ જાન્યુઆરી વર્ષ ૨૦૧૧ની છે જ્યારે અચાનક સવારે ૭:૩૦ વાગ્યે ઈંકમટેક્સ અધિકારીઓની એક ટીમે પ્રિયંકાના વર્સોવા સ્થિત ફ્લેટની ડોરબેલ વગાડી. તે સમયે પ્રિયંકાની જગ્યાએ તે શાહિદ કપૂરને જોઈને દંગ રહી ગયા કારણકે તે દરવાજો ખુદ શાહિદ કપૂરે ખૂલ્યો હતો. તે દરમિયાન શાહિદને ટુવાલમાં જોઈને અધિકારીઓને એવું લાગ્યું કે તેમણે ખોટો દરવાજો ખખડાવ્યો છે. વળી અધિકારીઓએ કન્ફર્મ કરવા માટે શાહિદને પ્રિયંકા ચોપડા વિશે પૂછ્યું તો તે ઝડપથી બેડરૂમની અંદર ભાગી ગયા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તે સમયે પ્રિયંકાનાં ઘરે આઇટીની રેડ બેનામી સંપત્તિના કારણે પડી હતી. આ રેડમાં અધિકારીઓને શું મળ્યું તેના વિશે તો જાણવા મળ્યું નહીં પરંતુ પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂર રાતના સમયે એકસાથે હોવાની ખબર સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઇ ગઇ હતી. ત્યારબાદ એક ખાસ ઇન્ટરવ્યુ દરમ્યાન પ્રિયંકા ચોપરાએ પોતાની વાત બધાની સામે રાખતાં જણાવ્યું કે તેમણે શાહિદને ફક્ત કોફી પીવા માટે ઘરે બોલાવ્યો હતો.

એક સેન્ડવીચના લીધે તૂટ્યો સંબંધ

પ્રિયંકા અને શાહિદની મુલાકાત વિશાલ ભારદ્વાજની ફિલ્મ “કમીને” દરમિયાન થઇ હતી. તે દિવસોમાં શાહિદ અને કરીનાનું બ્રેકઅપ થયું હતું. પોતાના દુઃખને ભુલાવવા માટે તે પ્રિયંકાની સાથે હતા. વળી રોમેન્ટિક સ્વભાવવાળી પ્રિયંકા પણ શાહિદને એકલો જોઈને તેમનો સહારો બનવા માટે નીકળી પડી. પ્રિયંકા અને શાહિદનો સંબંધ એટલો આગળ વધી ગયો કે બંનેએ ગોવામાં સગાઈ પણ કરી લીધી હતી અને ખૂબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જવા માટે તૈયાર હતા પરંતુ અફસોસ તેમનો સંબંધ બસ થોડી ક્ષણોનો જ મહેમાન હતો. ખૂબ જ જલ્દી બંનેના બ્રેકઅપની ખબરો સામે આવવા લાગી.

હકીકતમાં શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપડા પહેલા એક જ બિલ્ડિંગના અલગ-અલગ ફ્લોર પર રહેતા હતા અને જ્યારે પણ એકબીજાને મળવાની ઈચ્છા થતી તો તે બંને એકબીજાના ઘરે પહોંચી જતા હતા. એક દિવસ પ્રિયંકા શાહિદનાં ફ્લેટ પર પહોંચી તો પ્રિયંકાએ જોયું કે શાહિદ નોનવેજ સેન્ડવીચ ખાઈ રહ્યો છે. બસ આ ચીજને જોઈને જ પ્રિયંકા ચોપડા ભડકી ગઈ. ત્યારબાદ એ સેન્ડવીચ બન્નેની વચ્ચે દલીલનું મોટું કારણ બની ગઈ. હાલમાં તો બંને એકબીજાથી અલગ થઈને પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધી ચુક્યા છે. જ્યાં શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધાં તો વળી પ્રિયંકા હોલિવૂડ સુપરસ્ટાર નિક જોનાસ સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ચૂકી છે.