પબ્લિસિટી સ્ટંટ માટે આ સિતારાઓએ કર્યા ખોટા લગ્ન, એક તો ખોટા લગ્ન કરવામાં છે હોશિયાર

ભજન અને ગઝલ સમ્રાટ અનુપ જલોટા હાલનાં દિવસોમાં પોતાની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં બનેલા છે. આ ફિલ્મ સાથે જોડાયેલ એક ફોટો પાછલા દિવસોમાં ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં અનુપ અને જસલીન લગ્નના જોડામાં જોવા મળ્યા હતા. આ તસવીરને જસલીન મથારુ એ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તે વાતની જોરશોરથી ચર્ચા થવા લાગી હતી કે જસલીન અને અનુપ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. જોકે આ ફોટો તેમની આવનારી ફિલ્મ સાથે જોડાયેલ હતો, જેના વિશે ખુદ અનુપ જલોટાએ સામે આવીને જણાવ્યું હતું.

જણાવી દઈએ કે અનુપ જલોટા અને જસલીન મથારુની જોડી બિગ બોસની ૧૨ સિઝનથી જ ચર્ચામાં બનેલી છે. આ શો માં બંનેએ કપલ તરીકે એન્ટ્રી કરી હતી અને આ શો માં પબ્લિસિટી માટે તે વાતને કબૂલી હતી કે તે બન્ને રિલેશનશિપમાં છે. જો કે શો માંથી બહાર આવ્યા બાદ બંનેએ તે વાતની નકારી દીધી હતી. તમને જણાવી દઈએ કે અનુપ જલોટા જસલીનને હંમેશા પોતાની શિષ્ય બતાવે છે. તેવામાં તે સ્પષ્ટ છે કે બંનેએ ફક્ત પબ્લિસિટી માટે પોતાને રિલેશનશિપમાં હોવાનું જણાવ્યું હતું. જોકે તે એકમાત્ર જોડી નથી જેમણે રિલેશનશિપનું નાટક કર્યું. તે પહેલા પણ ઘણા અફેર જોવા મળ્યા છે જે ચર્ચામાં રહેલા છે.

અલી મર્ચેન્ટ અને સારા ખાન

બિગ બોસની ચોથી સિઝનમાં અલી મર્ચેન્ટ અને સારા ખાને બિગ બોસના ઘરની અંદર જ લગ્ન કરી લીધા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે એક ખોટા લગ્ન હતા કારણ કે આ શો માંથી બહાર આવ્યાનાં એક મહિના બાદ જ બંનેએ લગ્ન તોડી નાખ્યા હતા. અમુક મીડિયા રિપોર્ટસનું માનીએ તો બિગ બોસના ઘરમાં લગ્ન કરવા માટે અલી અને સારાને ૫૦ લાખ રૂપિયા મળ્યા હતા એટલે કે સ્પષ્ટ છે કે આ લગ્નનું નાટક ફક્ત આ શો ની ટીઆરપી વધારવા માટે જ કરવામાં આવ્યું હતું.

રાખી સાવંત

ડ્રામા ક્વીન રાખી સાવંતે પણ સ્વયંવરના નામ પર પબ્લિસિટી માટે ખોટા લગ્ન કર્યા હતાં. રાખી સાવંતે રિયાલિટી શો “રાખી કા સ્વયંવર” માં એન.આર.આઈ ઈલેશને પોતાનો જીવન સાથી પસંદ કર્યો હતો અને સગાઈ પણ કરી લીધી હતી પરંતુ આ શો ખતમ થયાના થોડા મહિનાઓ બાદ રાખી એ સગાઈ તોડી નાખી હતી.

રતન રાજપૂત

રતન રાજપૂત એ પણ “રતન કા રિશ્તા” નામના રિયાલિટી શો માં પોતાના સ્વયંવરનું નાટક કર્યું હતું અને ફક્ત પબ્લિસિટી મેળવવા માટે જ દિલ્હીના એક સોફ્ટવેર એન્જિનિયરને પોતાનો જીવન સાથી પસંદ કર્યો હતો અને તેમની સાથે સગાઈ કરી લીધી હતી, પરંતુ થોડા મહિનાઓ બાદ તેમની હકીકત સામે આવી હતી અને જાણવા મળ્યું કે એક્ટ્રેસએ આ બધું નાટક ફક્ત પબ્લિસિટી મેળવવા માટે જ કર્યું હતું.

નેહા કક્કડ

સિંગર નેહા કક્કડ હાલનાં દિવસોમાં પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં બનેલી છે. જણાવી દઈએ કે આવનાર દિવસોમાં તે પોતાના બોયફ્રેન્ડ રોહન પ્રીત સિંહની સાથે લગ્ન કરશે. પરંતુ ગયા વર્ષે મ્યુઝિક સો ઇન્ડિયન આઇડલનાં સેટ થી સતત તેમની અને આદિત્ય નારાયણની અફેરની ખબરો સામે આવી હતી અને ત્યાં સુધી કે બંનેના લગ્નની પણ ખૂબ જ ચર્ચાઓ થતી હતી, પરંતુ આ શો ના મેકર્સે ફક્ત ટીઆરપી વધારવા માટે જ આ નાટક કર્યું હતું. જો કે ઘણા દર્શકો શો મેકર્સ નાં આ નાટકને સમજી શક્યા નહોતા અને તે આદિત્ય અને નેહા નાં સંબંધને સાચો માનવા લાગ્યા હતા. જણાવી દઈએ કે ટીઆરપી માટે જ આ શો નાં સેટ પર બંનેના માતાપિતાને બોલાવવામાં આવ્યા હતા. જોકે આદિત્યના પિતા ઉદીત નારાયણ એ બાદમાં એ વાતનો ખુલાસો કરી દીધો હતો કે આ બધું ફક્ત ટીઆરપી માટે જ કરવામાં આવ્યું હતું.