પુરાતત્વ વિભાગનો મોટો ખુલાસો, સોમનાથ મંદિરની નીચે દબાયેલી મળી ૩ માળની ઇમારત, બૌદ્ધ ગુફાઓના નિશાન પણ મળ્યા

Posted by

૧૨ જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથ મંદિરને લઈને પી.એમ. નરેન્દ્ર મોદીએ પુરાતત્વ વિભાગને તપાસનાં આદેશ આપ્યા હતાં. પી.એમ. મોદી સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ છે. લગભગ એક વર્ષ પહેલા પી.એમ મોદીએ એક મીટિંગ દરમિયાન પુરાતત્વ વિભાગને આ તપાસ માટે કહ્યું હતું. હવે પુરાતત્વ વિભાગે પોતાનાં ૩૨ પાનાનો આ તપાસ રિપોર્ટ સોમનાથ ટ્રસ્ટને સોંપી દીધો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મંદિરની નીચે L શેપની એક વધારે ઈમારત છે. લગભગ પાંચ કરોડ રૂપિયાનાં આધુનિક મશીનોથી મંદિરની નીચે આ તપાસ કરવામાં આવી છે.

ત્રણ માળની L આકારની ઈમારત

પુરાતત્વ વિભાગનાં તપાસના અનુસાર સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારથી થોડા જ અંતરે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂની આસપાસ બૌદ્ધ ગુફાઓ પણ છે. જમીનની નીચે લગભગ ૧૨ મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન કરવા પર જાણવા મળ્યું કે નીચે પણ એક ઈમારત છે અને પ્રવેશ દ્વાર પણ છે. IIT ગાંધીનગર અને પુરાતત્વ વિભાગની ૨૦૧૭ માં થયેલી તપાસમાં જાણવા મળ્યું કે સોમનાથ મહાદેવનાં મંદિર પરિસરમાં એક ત્રણ માળની L આકારની ઈમારત જમીનની અંદર દબાયેલી છે. વર્ષ ૨૦૧૭માં સોમનાથ મંદિર ટ્રસ્ટની મીટિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રભાસપાટણ અને સોમનાથમાં પુરાતત્વને અધ્યયન કરવાનું સૂચન કર્યું હતું. આઈ.આઈ.ટી ગાંધીનગરે આ રિપોર્ટ સોમનાથ ટ્રસ્ટને આપ્યો છે.

૩૨ પાનાનો રિપોર્ટ

આ રિપોર્ટમાં સોમનાથ અને પ્રભાસ પાટણના કુલ ૪ વિસ્તારોમાં જીપીઆર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું. જેમાં ગોલોકધામ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારથી ઓળખવામાં આવતા મુખ્યદ્વારથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂની આસપાસની જગ્યાની સાથે જ બૌદ્ધ ગુફાઓને પણ સામેલ કરવામાં આવેલ. તેમના વિશે ૩૨ પાનાનો એક રિપોર્ટ નકશાની સાથે સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવેલ. IIT ગાંધીનગરનાં એક્સપર્ટ દ્વારા ૫ કરોડથી પણ વધારે કિંમતનાં મોટા-મોટા મશીન અહીયા પર લગાવવામાં આવ્યા હતાં.

અલગ-અલગ વિસ્તારોમાં આ મશીન દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું. અહીંયા પર ૨ મીટરથી લઈને ૧૨ મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું. ગુજરાતના વેરાવળમાં સ્થિત સોમનાથ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યું છે. સોમનાથ મંદિરને ઇતિહાસમાં ઘણીવાર ખંડિત કરવામાં આવ્યું હતું. ઈતિહાસકારોના અનુસાર આ મંદિરને ઘણીવાર મુસ્લિમ આક્રમણકારીઓ અને પોર્ટુગલીઓ દ્વારા તોડવામાં આવ્યું હતું અને ઘણીવાર તેમનું પુન:ર્નિર્માણ પણ થયું. મહમૂદ ગઝનવીએ પણ આ મંદિર પર આક્રમણ કર્યું હતું અને તેમને નુકસાન પહોંચાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *