પુરુષો આખરે શા માટે મહિલાઓને SORRY કહેવામાં અચકાય છે, જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો

“આઈ એમ સોરી” કહેવામાં તો ફક્ત ત્રણ શબ્દ જ છે પરંતુ તેને બોલવાની હિંમત ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ખાસ કરીને પુરુષો ઘણીવાર અચકાતા હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમણે પોતાના પાર્ટનરને સોરી બોલવાનું હોય તો તેમને તે વાત પસંદ આવતી નથી. અમુક ગણ્યા ગાંઠ્યા પુરુષોને છોડી દઈએ તો મોટાભાગના પુરુષો મહિલાઓને સોરી બોલતા નથી. તો આખરે પુરુષો આવું શા માટે કરે છે ? ચાલો જાણી લઈએ.

  • પુરુષો દ્વારા સોરી ના કહેવાનું સૌથી મોટું કારણ તેમનો મેલ ઈગો એટલે કે અહંકાર હોય છે. તેમની અંદર એટલો અહંકાર ભરેલો હોય છે કે તેમને લાગે છે કે સોરી બોલવાથી તેમનું કદ નાનું થઈ જશે અને તેનાથી તેમનું ગૌરવ ઘટી જશે.
  • પુરુષોને લાગે છે કે જો તે માફી માંગશે તો તેમને કમજોર સમજવામાં આવશે. લોકો એવું વિચારશે કે તે પોતાની જવાબદારીઓ ઉઠાવવા માટે સક્ષમ નથી.

  • ઘણા પુરુષોનો એવો વિચાર હોય છે કે હું ક્યારેય પણ ખોટો હોઈ શકું નહીં. તે પોતાની ભૂલ ક્યારેય પણ સ્વીકાર કરતા નથી. તેમને હંમેશા એવું જ લાગે છે કે તે જે કરી રહ્યા છે તે બધું જ યોગ્ય છે. સામેવાળો જ ખોટો છે. તેથી અમુક પુરુષો સોરી બોલવાનું તો દૂર પરંતુ પોતાની ભૂલ પણ સ્વીકારતા નથી.
  • ઘણા પુરુષો એવા પણ હોય છે જે સોરી બોલવાની જગ્યાએ માફી માંગવાનો બીજો રસ્તો શોધી લેતા હોય છે. જેમ કે તે પોતાની પત્નીને કોઈ મોંઘી ગિફ્ટ આપે છે, કોઈ જગ્યાએ ફરવા લઈ જાય છે, એક રોમેંટીક વાતાવરણ ઉભુ કરીને પ્રેમ વ્યક્ત કરે છે. તેનાથી તેમની પાર્ટનર સમજી જતી હોય છે કે પુરુષ પોતાની ભૂલ પર શરમ અનુભવે છે.

  • ઘણીવાર એવું પણ બને છે કે પુરુષ ડરના લીધે માફી માંગતા નથી તેમને એવું લાગે છે કે જો તેમની પાર્ટનરે માફી આપી નહીં તો ? ક્યાંક તે વાત વધારે બગડી ગઈ તો ? અથવા તો માફી માંગતા સમયે તેનાથી કોઈ ભૂલ થઈ ગઈ તો ?
  • અમુક પુરુષો તો એટલા માટે પણ માફી માંગતા નથી કારણકે તેમણે સોરી બોલ્યા બાદ તેમની પત્નિ તેમને વધારે નીચા બતાવશે. તેમને વધારે મેણાં ટોણાં મારવામાં આવશે અને બધાની સામે તેમનું અપમાન કરવામાં આવશે.

  • પુરુષો એ સોરી ના બોલવા પાછળ રૂઢિવાદી વિચારધારા પણ જવાબદાર છે. પોતાની જૂની વિચારધારાને લઈને તે મહિલાઓને સોરી બોલવું યોગ્ય સમજતા નથી. તે એક મેલ ડોમિનેટીંગ પર્સનાલિટીમાં જ રહેવાનું પસંદ કરે છે.
  • જોકે સમયની સાથે સાથે હવે ધીરે ધીરે પુરુષોની માનસિકતામાં પણ પરિવર્તન આવી રહ્યું છે. આજકાલની નવી જનરેશન સમજદાર થઈ ગઈ છે. તે પુરુષ અને મહિલાને એક સમાન સમજે છે. તેથી તેમને માફી માંગવામાં પણ કોઈ પરેશાની હોતી નથી.