પુરુષો માટે વરદાન છે “સરગવો”, તેનું સેવન કરવાથી નથી થતી આ ૪ અંદરની બિમારીઓ, જાણો તેના અન્ય લાભ

Posted by

પુરુષો માટે પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી હોય છે. પૌષ્ટિક આહાર ખાવાથી તેમના શરીરને તાકાત મળે છે અને ઘણા પ્રકારના રોગોથી તેમની રક્ષા પણ થાય છે. પુરુષો માટે સરગવાને ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે અને તેને ખાવાથી તેમના શરીરને ઘણા પ્રકારની બિમારીઓથી દૂર રાખી શકાય છે. તેથી તમારે પણ પોતાના ડાયટમાં સરગવાને જરૂર સામેલ કરવો જોઇએ.

સરગવાને મોરિંગા અને ડ્રમસ્ટિક ના નામથી પણ જાણવામાં આવે છે અને તેમની અંદર ખૂબ જ ઓષધિય ગુણ પણ મળી આવે છે. ડ્રમસ્ટિકની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મૈગ્નેશિયમ, આયરન અને જિંક ભરપૂર માત્રામાં હોય છે. એટલું જ નહીં પરંતુ આ શાકભાજી વિટામીન-એ, વિટામીન-કે, બીટા-કૈરોટીન, વિટામિન-બી વિટામીન-સી વિટામીન-ડી અને વિટામીન-ઈ થી પણ ભરપૂર હોય છે. તેને ખાવાથી પુરુષોને અંદરના રોગ થતા નથી. તો ચાલો જાણી લઈએ તેને ખાવાથી કયા રોગોમાંથી છુટકારો મળી શકે છે.

પ્રોસ્ટેટ કેન્સરથી બચાવ

જે પુરુષો સરગવાનું સેવન કરે છે તેમને પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી થઈ જાય છે. તેમના બી અને પાન સલ્ફર યુક્ત કમ્પાઉન્ડ એટલે કે ગ્લુકોસાઈનોલેટ્સ મળી આવે છે. જેમાં એન્ટીકેંસર ગુણ હોય છે. સરગવા પર કરવામાં આવેલ ઘણા અધ્યયનોમાં તે વાત સાબિત થઈ ચૂકી છે કે તેને ખાવાથી પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર કોશિકાઓની વૃદ્ધિ થતી નથી અને આ કેન્સરથી તેમનો બચાવ થાય છે. સાથે જ તે સોફ્ટ પ્રોસ્ટેટ હાઇપરપ્લાસિયાને રોકવામાં પણ મદદગાર સાબિત થાય છે. સોફ્ટ પ્રોસ્ટેટ હાઇપરપ્લાસિયાના કારણે પેશાબ કરવામાં પરેશાની થાય છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન થાય છે દૂર

સરગવો ખાવાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા પણ ઉત્પન્ન થતી નથી. મોરિંગાના બી અને પાનની અંદર મળી આવતા તત્વ ઇરેક્ટાઇલ ડિસફંક્શનને ઓછું કરવાનું કામ કરે છે. તેથી જે લોકોને પણ આ સમસ્યા હોય તે પોતાના ડાયટમાં આ શાકભાજીને સામેલ કરીને તેનું સેવન જરૂર કરવું જોઈએ.

બ્લડ સુગરમાં વધારો થતો નથી

બ્લડ સુગરની સમસ્યાથી બચવા માટે પણ સરગવો લાભદાયક હોય છે. તેને ખાવાથી ટાઈપ-૨ ડાયાબિટીસ થતું નથી અને સુગર હમેશાં કન્ટ્રોલમાં રહે છે. હકીકતમાં પર્યાપ્ત ઇન્સ્યુલિનનું ઉત્પાદન ના થવાથી ડાયાબિટીસ થઈ જાય છે. જોકે સરગવાનું સેવન કરવાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન યોગ્ય રીતે થાય છે અને તે રક્ત શર્કરામા વૃદ્ધિ થવા દેતું નથી. તેથી સરગવાનું સેવન કરવાથી સુગરના રોગને પણ રોકી શકાય છે.

પ્રજનન ક્ષમતામાં વધારો

પ્રજનન ક્ષમતાને મજબૂત બનાવી રાખવામાં પણ સરગવો કારગર સાબિત થાય છે. તેનું નિયમિત રૂપથી સેવન કરવાથી પ્રજનન ક્ષમતા કમજોર થતી નથી. હકીકતમાં મોરીંગાના પાન અને બી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. વળી આ શાકભાજી પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો આ શાકભાજીનું સેવન કરે છે તો તેમની પ્રજનન ક્ષમતા વધતી ઉંમરની સાથે કમજોર પડતી નથી.

આ રીતે કરો તેનું સેવન

સરગવાનું સેવન ઘણી રીતે કરી શકાય છે. ઘણા લોકો તેનું શાક બનાવીને ખાય છે. જ્યારે અમુક લોકો તેનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરે છે. સરગવાનું ચૂર્ણ બનાવવું ખૂબ જ સરળ છે. તમે તેમના પાન અને બી ને સાફ કરીને તડકામાં સૂકવી દો. જ્યારે તે સારી રીતે સૂકાઈ જાય તો તેને પીસીને પાવડર તૈયાર કરી લો. હવે આ ચૂર્ણને એક ડબ્બીમાં ભરીને રાખી દો અને રોજ એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *