રાશિફળ ૧૩ સપ્ટેમ્બર : આજે આ ૬ રાશિઓના ખરાબ દિવસો થશે પુરા, પૂરી થશે તેમની બધી જ મનોકામના, વાંચો રાશિફળ

Posted by

મેષ રાશિ

જો તમે વ્યવસાય માટે કોઈ ડીલ કરવા માંગતા હોય તો તેના માટે આજનો દિવસ યોગ્ય રહેશે. જે લોકો પોતાનું વાહન બદલવાનો વિચાર કરી રહ્યા હોય તેમણે હજુ થોડી રાહ જોવી પડશે કારણકે તેમના માટે આ સમય યોગ્ય નથી. મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવા માટે મન ઉપર દબાણ આવશે. પરિવાર સાથે કોઈ પ્રકારની ફરિયાદને લઈને ખુલીને વાત કરો. કોઈ વ્યક્તિગત સમસ્યા ઉભી થઇ શકે છે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. કોઈ નજીકના લોકો પર પૈસા ખર્ચ થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે તમે શાંત રહીને વિચાર કરો અને તમારા કામ ઉપર ધ્યાન આપો. પરિવારના લોકો તરફથી ભાવનાત્મક કષ્ટ આવી શકે છે. કોઈની કડવી વાણી તમારા મનને દુઃખી કરી શકે છે. સહકર્મીઓ સાથે કોઇ વાતને લઇને દલીલ થઈ શકે છે. જે તમારી છબી માટે યોગ્ય નથી. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા ના કરો. વિવાહિત લોકોની સમસ્યાઓ દૂર થશે. ખર્ચાઓનું ખાસ ધ્યાન રાખવું પડશે. સફળતા મેળવવા માટે વધારે પ્રયાસો કરવા પડશે અને આર્થિક પક્ષ નબળો પડશે.

મિથુન રાશિ

આજે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો. પારિવારિક વાતાવરણ સુખદ અને ઉત્સાહપૂર્ણ રહેશે. પોતાના લોકો સામે મધુર વાણીનો પ્રયોગ કરો. તમે બધા જ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં સફળ રહેશો. વળી બીજી તરફ પહેલાં કરવામાં આવેલું પ્લાનિંગ કામમાં આવશે. સંપત્તિમાં વધારો થશે અને પારિવારિક જીવન સારું રહેશે. સ્નેહીજનોની સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો અવસર મળશે. તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.

કર્ક રાશિ

તમારે લક્ષ્ય મેળવવા માટે કોઈ પાસે ભલામણ કરાવવી પડી શકે છે. તમારા સ્વાસ્થ્યને ગંભીરતાથી લો. નહીતર નાની બિમારી પણ મોટી થઈ શકે છે. પરિવારના લોકો પાસેથી ભાવનાત્મક અપેક્ષાઓ તમારા માટે કષ્ટદાયી બનશે. સારી યોજનાઓ દ્વારા મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે સમય અનુકૂળ રહેશે. ભાગ્ય તમને સાથ આપશે અને પાછલા થોડા સમયથી ચાલી રહેલા તમારા કાર્યો હવે પૂરા થશે. ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યાનું પણ સમાધાન થશે. લગ્નજીવન સુખી રીતે પસાર થશે.

સિંહ રાશી

આજે તમે પોતાની કાળજી રાખવા માટે થોડો સમય કાઢી શકશો. લવ લાઇફમાં કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. સગા સંબંધીઓ પ્રત્યે નકારાત્મક વિચારો નહી. ભવિષ્ય સાથે જોડાયેલ અમુક ચિંતાઓ મનમાં નકારાત્મક વિચાર લાવશે. તમારા વધેલા આત્મવિશ્વાસનો તમે સ્વયં અનુભવ કરશો. પત્ની અને પુત્ર તરફથી સુખ શાંતિ મળશે. મતલબ વગરની મુસાફરીમાં ખર્ચ થવાની સંભાવના રહેશે. ભાઈ-બહેન તમારા પક્ષમાં રહેશે અને તમને મદદરૂપ બનશે.

કન્યા રાશિ

આજે તમે પોતાનામાં સુધારો કરવાના પ્રયત્નમાં લાગેલા રહેશો. પતિ-પત્નીની વચ્ચે સારી સમજણ રહેશે. દાંપત્યજીવનમાં જીવનસાથીને સમય આપો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. બેરોજગારી સામે સંઘર્ષ કરી રહ્યા હોય તો તેનું પણ જલ્દી સમાધાન નીકળશે. તમારા કામ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. નકામી વાતો પર ધ્યાન ના આપો નહીતર કોઈ તકલીફમાં મુકાઇ શકો છો. તમને ભાગ્યનો સાથ મળશે જેની અસર તમને જીવનના દરેક પરિણામોમાં જોવા મળશે.

તુલા રાશિ

આત્મવિશ્વાસ સાથે કાર્ય સિદ્ધ કરશો. તમારી લવ લાઇફ આજે ખૂબ જ સારી પસાર થશે. સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની થઇ શકે છે. અમુક મિત્રો તમને ગેરમાર્ગે દોરવા અને શોર્ટકટ લેવા માટે કહી શકે છે પરંતુ તમારે તમારી સમજણથી કામ લેવું પડશે. આજનો દિવસ શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો માટે શુભ છે. ગ્રહોની સકારાત્મક સ્થિતિ પ્રમોશન આપવાવાળી ચાલી રહી છે. અમુક ખરાબ શબ્દોનો પ્રયોગ સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. નાણાકીય સ્થિતિ ખૂબ જ સારી રહેશે.

વૃશ્ચિક રાશિ

તમારા સ્વાસ્થ્યમાં સુધાર આવવાની સંભાવના છે. ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન થશે. નોકરી સાથે જોડાયેલ તમારું કાર્ય સફળ થઈ શકે છે. આજે તમને જૂના રોકાણથી લાભ મળવાની પ્રબળ સંભાવના છે. તમે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરી શકો છો. જેમાં તમને સફળતા પણ મળશે. સામાજિક સંબંધોમાં સંતુલિત વ્યવહારથી તમારા ગૌરવમાં વધારો થશે. શાસન અને સત્તા સાથે જોડાયેલ લોકોને લાભકારી અવસર મળશે.

ધન રાશિ

પ્રભાવશાળી લોકોના સહયોગથી તમારો ઉત્સાહ બે ગણો વધશે. તમારા કામથી તમારા અધિકારી પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓને નવી તકો મળશે. માનસિક તણાવના લીધે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે. અમુક નવી ઈચ્છાઓ ઉત્સાહિત કરશે. કોઈ મહત્વપૂર્ણ જવાબદારીને પૂર્ણ કરવા માટે મનમાં ચિંતા રહેશે. આજે તમે ઘણા બધા કામ પુરા કરવાના પ્રયાસ કરી શકો છો.

મકર રાશિ

આજે પૈસા વધારે ખર્ચ થવાથી નાણાકીય પરેશાનીનો અનુભવ કરશો. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. મીડિયા અને આઇ ટીના જાતકોને સફળતા મળશે અને તે પોતાના કાર્યોથી સંતુષ્ટ રહેશે. વ્યવસાય પાર્ટનરની સાથે તાલમેલ બનાવીને ચાલો. જેના લીધે વ્યવસાયમાં વધારો થશે. રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થશે. નિર્ણય લેવાની ક્ષમતા તેજ થશે. સારી ભાવનાત્મક અભિવ્યક્તિ સંબંધોને મધુર બનાવશે. ભાગીદારીના વ્યવસાયમાં નફો થશે.

કુંભ રાશિ

કાર્યક્ષેત્રમાં આજનો દિવસ મુશ્કેલ પસાર થઈ શકે છે. પોતાના કરિયરમાં સફળતાથી પ્રસન્ન રહેશો. ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. આજે તમારી યોગ્યતા અને પરિશ્રમના બળ પર કાર્ય કરી શકવામાં સક્ષમ રહેશો. દાંપત્યજીવનમાં થોડો તણાવ આવી શકે છે. પેટની સમસ્યાથી પરેશાન રહેશો. બહારના ખોરાકને અવગણો. પૈસા સાથે જોડાયેલ કોઈ કામમાં કોઈના પર ભરોસો ના કરો. સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી પ્રવૃત્તિમાં વધારો થશે.

મીન રાશિ

કોઈ સ્પર્ધામાં અનુકૂળ પરિણામ મળવાથી પ્રસન્ન થશો. લગ્નજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. લવ લાઇફમાં અંતરનો સામનો કરવો પડી શકે છે. જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે વિચારી રહ્યા હોય તો તેના માટે સમય યોગ્ય છે. આજનો દિવસ થોડો તણાવભર્યો પસાર થઈ શકે છે. પિતાના સહયોગથી મુશ્કેલીભર્યા દિવસોમાં રાહત મળશે. કોઈ જૂના સંબંધ પ્રત્યે નિકટતાનો અનુભવ કરશો. વધારે ભાવનાશીલતા મનને આસ્વસ્થ બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *