રાતના સમયે ૨ ભીંડાને પલાળીને ૭ દિવસ સુધી પીવો તેનું પાણી, મળશે એવા ફાયદાઓ કે જાણીને હેરાન રહી જશો

ઓકરાને લોકપ્રિય રૂપથી હિન્દીમાં ‘ભીંડી’, તેલુગુમાં ‘બેંડાકાયા’, તમિલ અને મલયાલમમાં ‘વેંડાકાઈ’, કન્નડમાં ‘બેંડે’, મરાઠીમાં “ભેંડી”, બંગાળીમાં “ધેરાશ” અને ગુજરાતીમાં “ભીંડા” કહેવામાં આવે છે. તેમાં ફાઈબરની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ શાકભાજી સામાન્ય રીતે ઘણા વ્યંજનમાં ઉપયોગ કરવામાં આવે છે અને તે ઘણા પૌષ્ટિક આહાર પ્રદાન કરે છે કારણ કે તે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો આજે અમે તમને ભીંડા ખાવાના ફાયદાના વિશે જણાવી દઈએ.

વધારે માત્રામાં ફાઈબર

ભીંડામાં ફાઈબરની માત્રા ખૂબ જ વધારે હોય છે તેથી ઘણા સ્વાસ્થ્ય વિશેષજ્ઞ તેને પાચનક્રિયાને સારી જાળવી રાખવા તેનું સેવન કરવાની સલાહ આપે છે. ફાઇબર શરીરમાં પાચનની પ્રક્રિયામાં સુધારો કરે છે.

ડાયાબિટીસમાં મદદરૂપ

ભીંડા ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે. તેમાં ફાઇબર વધારે માત્રામાં મળી આવે છે, જે આ બીમારીને રોકવામાં મદદ કરે છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ભીંડાનો ઉપયોગ કરવાની સૌથી સારી રીત એ છે કે તમે તેને પાણીમાં પલાળીને રાખી દો અને આ પાણીને પીવો.

ફોલેટ્સ

ભીંડામાં રહેલા ફોલેટ્સ નવજાત શિશુઓમાં તંત્રિકા ટ્યુબમાં કોઈપણ પ્રકારની ગડબડની સારવારમાં મદદ કરે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ભીંડા ખાવાની સલાહ આપવામાં આવે છે.

વિટામિન-કે

વિટામિન કે રક્ત કલોટીંગ પ્રક્રિયામાં સહકારકની ભૂમિકા નિભાવે છે. તે આપણા શરીરમાં હાડકાઓને મજબૂત કરવામાં પ્રમુખ ભૂમિકા નિભાવે છે. ભીંડામાં વિટામિન-કે પ્રચૂર માત્રામાં મળી આવે છે.

અસ્થમાને નિયંત્રિત કરે છે

આ શાકભાજી અસ્થમાની સારવારમાં ખૂબ જ કારગર છે. તેથી જ અસ્થમાના દર્દીઓને ભીંડા ખાવાની સલાહ આપવામાં આવે છે.

કબજિયાત રોકે છે

પાણીના ઉચિત અવશોષણને સુનિશ્ચિત કરીને ભીંડા શરીરની કબજીયાતની ફરિયાદને દૂર કરે છે. ભીંડા કબજિયાતથી પરેશાન દર્દીઓ માટે એક રામબાણ ઈલાજ છે.

કોલેસ્ટ્રોલ લેવલને કરે નિયંત્રિત

આ શાકભાજી લોહીમાં કોલેસ્ટ્રોલના કારણે થનારા હૃદય રોગો અને બિમારીઓને રોકવા કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ શરીરનું એક પ્રમુખ કારક છે, જે મેદસ્વીપણું અને હૃદયરોગને આમંત્રિત કરે છે.

જી.આઈ (ગ્લાઇસેમિક ઇન્ડેક્સ) ની ખામી

જો તમે ડાયાબિટીસના દર્દીઓ છો તો તમારા ડોક્ટર તમને ઓછા જી.આઈ વાળા ભોજન ખાવાની સલાહ આપતા હોય છે. ભીંડા તે ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જેમાં ૨૦ થી ઓછા જી.આઈ ઇન્ડેક્સ મળી આવે છે.

કિડનીનાં રોગોમાં લાભદાયક

ભીંડી ખાવાના ફાયદાઓમાંથી સૌથી મોટો ફાયદો ટાઇપ-૨ ડાયાબિટીસની સારવાર છે. જો તમને કિડની સંબંધીત કોઈપણ સમસ્યા હોય તો તમારે આહારમાં નિયમિત રૂપથી ભીંડાનુ સેવન શરૂ કરી દેવું જોઈએ. તેનાથી કિડનીની કોઈપણ બીમારીઓને રોકવામાં મદદ મળે છે.

વાળ અને ત્વચા માટે લાભદાયક

ભીંડામાં મળી આવતા પોષક તત્વો હકીકતમાં ત્વચા સંબંધીત રોગોને રોકવામાં મદદ કરે છે. તેમાં મળી આવતા વિટામિન-સી નાં લીધે તમારી ઉંમર ઓછી દેખાય છે. જો તમે પોતાના વાળથી પરેશાન હોય તો ભીંડાને પાણીની સાથે ઉકાળો અને તેમને પોતાના વાળ પર લગાવો. તે તમારા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.