રેલ્વે પુલ પર ઊભા હતાં એક ડઝન બાળકો અને અચાનક આવી ટ્રેન : પછી જે થયું તે આશ્ચર્યચકિત કરી દેશે

ભારતમાં ટ્રેનની નીચે આવવાથી દર વર્ષે સેંકડો લોકોના મૃત્યુ થાય છે. રેલ્વે પ્રસાશન ઘણીવાર આ વિષયમાં કહી ચૂક્યું છે કે લોકો રેલ્વે ટ્રેક પર ઊભા ના રહે. જ્યાં સુરક્ષા ના હોય ત્યાં રેલ્વે ક્રોસિંગ પણ ના કરે. પરંતુ ઘણા બેદરકાર લોકો આ બધુ એક કાન થી સાંભળે છે અને બીજા કાન થી કાઢી નાખે છે. હવે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતીયામાં બનેલ આ ઘટનાને જ લઈ લો. અહિયાં કેટલાક બાળકો નદી પર બનેલા રેલ્વે પુલ પર નાહી રહ્યા હતાં. ત્યારે ત્યાં અચાનક જ માલગાડી આવે છે. ત્યારબાદ જે થાય છે તે ધ્રુજાવી દે છે.

રેલ્વે પુલ પર હતાં એક ડઝન બાળકો

ખરેખર હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવા મળે છે કે એક રેલ્વે પુલ પર લગભગ એક ડઝન જેટલા બાળકો ઊભા હોય છે. તે દરમ્યાન ત્યાથી એક માલગાડી પસાર થાય છે. ટ્રેન પોતાની તરફ આવતી જોઈને પણ બાળકો ટ્રેક પરથી દૂર થતાં નથી. ત્યારબાદ જ્યારે ટ્રેન બાળકોની એકદમ નજીક આવી જાય છે ત્યારે બધા જ બાળકો પુલ પરથી નદીમાં છલાંગ લગાવી દે છે.

એકપણ બાળકને ઇજા ના થઈ

સદભાગ્યે આ પૂરી ઘટના દરમ્યાન એકપણ બાળકને ઇજા પહોચી નહોતી. પરંતુ આ પ્રકારના સ્ટંટ કરવા ખૂબ જ જોખમી હોય છે. જો બાળકોના કુદવાના સમયમાં જરાપણ ગડબડ થઈ જતી તો તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. નદીમાં કુદવા દરમ્યાન કોઈ બાળકનો પગ લપસી પણ શકતો હતો. તે સિવાય નદીમાં આટલી ઊંચાઈ પરથી કૂદવું પણ જોખમીરૂપ સાબિત થઈ શકે છે.

બાળકો પહેલા પણ કરી ચૂક્યા છે આવા સ્ટંટ

આ વિડીયો ક્યારે અને ક્યાંનો છે તેને લઈને હાલમાં કોઈ જ સ્પષ્ટ જાણકારી મળી નથી પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આ ખતરનાક સ્ટંટ કરવા વાળા બાળકો ભેડીહારી ગામના છે. આ ગામ પશ્ચિમ ચંપારણ ના નરકટિયા ગંજ રક્સોલ રેલ્વે ખંડ પર ગોકુલા સ્ટેશન અને ભેડિહારી સ્ટેશનના મધ્યમાં પડે છે. સ્થાનીય લોકોના જણાવ્યા અનુસાર આ બાળકોને રેલ્વે પુલ પર આવી પ્રવુતિ કરવાની આદત છે. તેઓ દરરોજ આવા સ્ટંટ કરતા રહે છે.

રેલવે તંત્ર કરાવશે તપાસ

જ્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો તો રેલવેના અધિકારીઓએ તેમની તપાસ શરૂ કરી છે. આરપીએફના આસિસ્ટન્ટ કમાંડેટ એન.કે. રાય ના જણાવ્યા અનુસાર અમે લોકો ઘટનાસ્થળની તપાસ કર્યા બાદ બાળકોની ઓળખ કરીને કાર્યવાહી કરીશું.

જુઓ વિડિયો

આ વીડિયોને અમિત આલોક નામના એક ટ્વીટર યુઝરે તેમના એકાઉન્ટ પર શેર કર્યો છે. વિડિયો શેર કરીને તેમણે કેપ્શન માં લખ્યું છે કે રેલ્વે પુલ પર ચડેલ બાળકોએ આવતી ટ્રેન સામે નદીમાં છલાંગ લગાવી. આ હરકત દરમિયાન જરાપણ ચૂક થઇ જતી તો તેમનો જીવ જઈ શકતો હતો. જુઓ બિહારના બેતિયાની આ ઘટનાનો વીડિયો.

આ વીડિયો જોયા બાદ તમારું શું કહેવું છે ?