રેલ્વે સ્ટેશન પર સંભળાતો અવાજ “યાત્રી ગણ કૃપયા ધ્યાન દે” કોનો છે, જાણો કોણ છે તેની પાછળ

Posted by

ભારતીય રેલ્વે ભારતનું યાતાયાતનું એક પ્રમુખ સાધન છે. રેલગાડીનાં કારણે ભારતનો વિકાસ ઘણો જલ્દી થયો છે. તેના કારણે જ લોકો એકસાથે ઘણું લાંબુ અંતર પાર કરી શકે છે. તેની ટિકિટનો ભાવ પણ ઓછો હોય છે. ટ્રેનમાં એક વિશાળ એન્જિન લાગેલું હોય છે. જે ઘણું શક્તિશાળી હોય છે. ટ્રેન ઘણા બધા ડબ્બાને એક સાથે ખેંચી શકે છે અને ઘણી ઝડપથી પણ ચાલી શકે છે. ટ્રેનનો ઉપયોગ માત્ર યાત્રીઓના આવાગમન માટે જ નહીં પરંતુ ભારે ભરખમ સામાનને લઈ જવા માટે પણ કરવામાં આવે છે.

ટ્રેનમાં લોકો આરામથી મુસાફરી કરી શકે છે. જૂના જમાનામાં જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ઘણો સમય લાગી જતો હતો, હવે તે અંતર ટ્રેનના કારણે થોડા જ કલાકમાં કાપી શકીએ છીએ. રેલગાડીનાં કારણે ઘણા ગામ અને શહેર એકબીજા સાથે જોડાયેલા છે. ભારતની પ્રગતિમાં ટ્રેનનું એક મહત્વપૂર્ણ યોગદાન છે. ટ્રેનની મુસાફરીની પોતાની જ એક અલગ મજા હોય છે. પરંતુ રેલવે સ્ટેશન પર એક અવાજ આપણને સૌથી વધારે સાંભળવા મળે છે, તે હોય છે એનાઉન્સમેન્ટ કરનાર મહિલાનો “યાત્રી કૃપયા ધ્યાન દે”.

ટ્રેનની સુચના આપતા સમયે દરેક સ્ટેશન પર આપણને એક અવાજ સાંભળવા મળે છે, જે કહે છે “યાત્રિગણ કૃપયા ધ્યાન દે” યાદ આવ્યું? આ અવાજ દરેક સ્ટેશન પર એક જેવો જ હોય છે. આ મહિલાનાં અવાજને વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ. આખરે દરેક સ્ટેશન પર એક જેવો જ અવાજ કેમ છે ? તો તમને જણાવી દઈએ કે આ અલગ-અલગ મહિલાનો નહી પરંતુ એક જ મહિલાનો અવાજ છે, જે છેલ્લા ૨૦ વર્ષથી એનાઉન્સમેન્ટ કરતી આવી રહી છે. કોણ છે આ મહિલા, જેનો અવાજ વર્ષોથી આપણા કાનમાં ગુંજી રહ્યો છે. ચાલો આજે તમને જણાવી દઈએ. રેલવે સ્ટેશન પર એનાઉન્સમેન્ટ કરતા સમયે તમને જે મહિલાનો અવાજ સંભળાય છે, તેનું નામ સરલા ચૌધરી છે.

સરલા રેલવેમાં છેલ્લા ૨૦ વર્ષથી એનાઉન્સમેન્ટ કરી રહી છે. વર્ષ ૧૯૮૨ માં સરલાએ રેલ્વે એનાઉન્સમેન્ટ પદ માટે ટેસ્ટ આપ્યો હતો. ટેસ્ટમાં પાસ થયા બાદ રેલ્વેમાં દૈનિક મજદુરી પર રાખવામાં આવી હતી. ત્યારબાદ તેમની ઘણી મહેનત અને અવાજને જોઈને વર્ષ ૧૯૮૬ માં તેમનું આ પદ સ્થાયી કરવામાં આવ્યું. પહેલાના સમયમાં એનાઉન્સમેન્ટ કરવું એટલું સરળ નહોતું. તે સમયે સ્ટેશન પર જઈને એનાઉન્સમેન્ટ કરવું પડતું હતું.

એક ઇન્ટરવ્યૂમાં સરલાએ જણાવ્યું કે, પહેલાના સમયમાં કોમ્પ્યુટર ના હોવાનાં કારણે તેમણે પોતે એનાઉન્સમેન્ટનું આ કામ દરેક સ્ટેશન પર જઈને કરવું પડતું હતું. તેમણે જણાવ્યું કે તે પહેલા ઘણીવાર અલગ-અલગ ભાષાઓમાં એનાઉન્સમેન્ટ કરી ચૂકી છે. આ એનાઉન્સમેન્ટ રેકોર્ડ કરવામાં ૩ થી ૪ દિવસ લાગી જતા હતાં પરંતુ બાદમાં રેલ્વે સ્ટેશનના બધા એનાઉન્સમેન્ટ સંભાળવાનું કામ ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમને આપવામાં આવ્યું.

સ્ટેન્ડબાય મોડ પર સરલાનાં અવાજને આ વિભાગે કંટ્રોલ રૂમમાં સેવ કરી લીધો છે. સરલાએ જણાવ્યું  કે અંગત કારણોનાં લીધે ૧૨ વર્ષ પહેલા આ કામ તે છોડી ચૂકી છે. હવે તે તે OHE વિભાગમાં કાર્યાલય અધિક્ષકના રૂપમાં હાજર છે. તેમને ઘણો આનંદ મળે છે જ્યારે લોકો તેમના અવાજના વખાણ જોયા વગર કરે છે. રેલવે સ્ટેશન પર તેમને પોતાનો અવાજ સાંભળીને પણ ઘણું સારું લાગે છે.