રાકેશ ઝુનઝુનવાલાનો મનપસંદ છે આ સ્ટોક, ૩ મહિનામાં કમાઇને આપ્યાં ૧૫૪૦ કરોડ રૂપિયા, જાણો તે કંઈ કંપનીનો શેર છે

Posted by

વર્ષ ૨૦૨૧ માં બજારનુ વેલ્યુએશન હાઈ રહ્યું. તેવામાં જાણકારો માત્ર મજબુત ફંડામેન્ટલ વાળા ક્વોલિટી શેરમાં જ રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. તેવામાં તમે દિગ્ગજ રોકાણકારોની પસંદ વાળા અમુક શેર પર નજર રાખી શકો છો. ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૧ માં શેરબજારે ઘણા બધા રેકોર્ડ બનાવ્યા છે. તેની વચ્ચે ઘણી કંપનીઓનાં શેરે જબરદસ્ત રિટર્ન આપ્યું છે. શેરબજારનાં બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનાં પોર્ટફોલિયોમાં સામેલ ટાઈટન કંપનીનો સ્ટોક બિગબુલનો પસંદગીનો સ્ટોક છે.

તમને જણાવી દઈએ કે રાકેશ ઝુનઝુનવાલા એ ટાઇટન નાં શેરમાં ત્રણ મહિનામાં જબરદસ્ત કમાણી કરી છે. છેલ્લા ૩ મહિના પર નજર નાખીએ તો આ સ્ટોક ૨૧૬૧.૮૫ રૂપિયા (૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ પર NSE ની ક્લોઝિંગ પ્રાઈઝ) થી વધીને ૨૫૧૭.૫૫ રૂપિયા (31 ડિસેમ્બર ૨૦૨૧ ની NSE ક્લોઝિંગ પ્રાઈઝ) પર પહોંચી ગયો છે. તેનાથી રાકેશ ઝુનઝુનવાલાનાં નેટવર્થમાં ૧૫૪૦ કરોડ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

રાકેશ ઝુનઝુનવાલાની શેરહોલ્ડિંગ

આ ધમાકેદાર રીટર્ન વાળી કંપની ટાઈટન માં રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્નિ રેખા ઝુનઝુનવાલાની સપ્ટેમ્બર ૨૦૨૧ ત્રિમાસિકમાં સંયુક્ત શેરહોલ્ડિંગ ૪.૮૭% એટલે કે ૪,૩૩,૦૦,૯૭૦ ઈક્વિટી શેરની હતી. વળી ટાઈટન કંપનીનાં શેરની પ્રાઇઝ જોઈએ તો ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ એ આ સ્ટોક NSE પર ૨૧૬૧.૮૫ રૂપિયાનાં સ્તર પર બંધ થયો હતો પરંતુ ૩૧ ડીસેમ્બર ૨૦૨૧ એ NSE પર આ સ્ટોક ૨૫૧૭.૫૫ રૂપિયા પર બંધ થયો એટલે કે ૩ મહિનામાં ટાઈટનનાં શેરમાં ૩૫૫.૭૦ રૂપિયા પ્રતિ શેરનો વધારો થયો છે.

શું કહે છે એક્સપર્ટ

આ કંપનીનાં શેર પર એક્સપર્ટ ખુબ જ બુલીશ છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવાનું છે કે શોર્ટ ટર્મ માં ટાઈટનમાં ઉછાળો ચાલુ રહેવાની સંભાવના છે. એક્સપર્ટ હાલનાં લેવલ પર પણ આ સ્ટોકમાં ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. એક્સપર્ટ અનુસાર ટાઈટન કંપનીનાં આ શેરમાં વર્તમાન સ્તર પર પણ ખરીદી કરી શકાય છે. આગામી ૧૫ થી ૨૫ દિવસમાં આ શેર ૨૭૦૦ રૂપિયાનું સ્તર બતાવી શકે છે.