રામ મંદિરનાં નિર્માણ માટે સુરતનાં આ હીરા વેપારીએ આપ્યું ૧૧ કરોડ રૂપિયાનું દાન, જાણો ગુજરાતનાં અન્ય વેપારીઓએ કેટલું આપ્યું દાન

Posted by

અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ માટે ભંડોળ એકઠું કરવાનું અભિયાન શરૂ થઇ ચૂક્યું છે. અમદાવાદના હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ ૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેના સિવાય ઉત્તર પ્રદેશના રાયબરેલીના રહેવાસી સુરેન્દ્રસિંહે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ભંડોળ એકઠું કરવાનું અભિયાન ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે. રામ મંદિર નિર્માણ માટે સુરતનાં વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ ૧૧ કરોડ રૂપિયાનું સમર્પણ દાન કર્યું છે. આ પૈસા રામ મંદિર નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ૧૧ કરોડ રૂપિયાનાં આ દાનથી આજથી ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને RSS રામ મંદિર માટે ભંડોળ એકઠું કરશે. દરેક વ્યક્તિ પોતાની ઇચ્છા શક્તિ અનુસાર દાન આપી શકે છે.

ગોવિંદભાઈ ધોળકિયા સુરતમાં હીરાના વેપારી છે અને રામકૃષ્ણ ડાયમંડના માલિક છે. વર્ષોથી RSS સાથે જોડાયેલ હોવાથી તે વર્ષ ૧૯૯૨માં રામ મંદિર પહલમાં પણ સામેલ થયા હતાં. જોકે આજે તો તેમણે પોતાની શ્રદ્ધા અને આસ્થાનાં લીધે જ ૧૧ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

વળી સુરતના મહેશ કબુતર વાલા જેને ભારતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઓળખવામાં આવે છે. તેમણે ૫ કરોડ અને લવજી બાદશાહે ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, સાથે જ ઘણા બધા એવા વેપારી છે, જેમણે ૫ થી લઇને ૨૧ લાખ રૂપિયા સુધીનું સમર્પણ દાન આપ્યું છે. વળી BJP નાં ગોરધન ઝડફિયા અને BJP નાં કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલે રામ મંદિર માટે ૫-૫ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *